Site icon News Gujarat

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન વખત લોકડાઉન અંગે શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું રાષ્ટ્રને સંબોધન, કહ્યું કે હું પરિવારના સભ્યની જેમ તમારા દુઃખમાં સામેલ છું.

કોરોનાની બીજી લહેરખીએ દેશની હાલત બદથી બદતર કરી દીધી છે એવામાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરી રહ્યાં છે.

રાષ્ટ્રને કરેલા સંબોધનમાં મોદીએ કહ્યું કે આપણો દેશ આજે ફરી કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. અમુક અઠવાડિયા સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે.

તેમને આગળ એમ પણ કહ્યું કે ” જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.’ સાથીઓ! મારી વાતને વિસ્તાર પૂર્વક કહેતા પહેલાં હું દેશના બધા જ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશ.

કોરોના વોરિયરના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે તેમને કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તેઓ આ સંકટને પોતાના પરિવાર અને સુખની ચિંતાઓને છોડીને બીજાના જીવનને બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો.

આપણાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગમે તેવા કપરા સમયમાં પણ ધીરજ ન ગુમાવવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા યોગ્ય નિર્ણય લો, તો જ આપણે વિજય મેળવી શકીશું. આ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે.’

image source

‘નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની સુવિધા પર કહ્યું કે આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની ડિમાન્ડ પણ ઘણી જ વધી છે. આ બાબત પર ખૂબ જ ઝડપથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ સેક્ટર, દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે તેના પુરા પ્રયત્ન કરી રહ્યા છે.

તેમને આગળ એમ પણ કહ્યું કે ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાઈને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રાજ્યોમાં 1 લાખ નવા ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાના, ઉદ્યોગોમાં ઉપયોગ થનારા ઓક્સિજનને મેડિકલી ઉપયોગમાં લેવાના દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.’

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોવિડ મહામારીના વધતા જતા કહેર વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેક્સિન અંગે ઉત્પાદકો સાથે બેઠકમાં જોડાયા છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના આદાર પૂનાવાલા સહિત અન્ય મોટી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. આની પહેલા તેઓએ ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીના પ્રમુખો સાથે સોમવારે વાતચીત કરી હતી. PM મોદીએ મહામારી વિરુદ્ધની લડાઈમાં મેડિકલ ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના પ્રયત્નોનું જ પરિણામ છે કે આજે ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન અમે દુનિયાભરમાં 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ પહોંચાડી છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે વિવિધ મોટા પડકારોનો સામનો કર્યો હોવા છતાં નિકાસમાં 18%ની વદ્ધિ કરી છે, જે એની ક્ષમતાને દર્શાવે છે.

image source

સોમવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં પણ પ્રધાનમંત્રી મોદીએ ડૉકટરોની પ્રશંસા કરી હતી. ગયા વર્ષે આ સમયે જ આપણે ડૉકટરોની મદદથી અને દેશની રણનીતિથી કોરોના ઊપર કાબૂ મેળવ્યો હતો.

તેમને આગળ કહ્યું છે કે અત્યારે ભારત દેશ કોરોના સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. એવામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને તમામ ડૉકટરો પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરીને આ મહામારી સામે લડત આપી રહ્યા છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version