જોઇ લો આ તસવીરોમાં, ગુજરાતી એક્ટર નરેશ કનોડિયા કેવી મસ્ત જીવી રહ્યા છે જીંદગી

ગુજરાતી ફિલ્મના રજનીકાંત ગણાતા નરેશ કનોડિયા હાલમાં જીવે છે આવી લાઈફસ્ટાઈલ, તમે પણ ચોંકી જશો.

image source

ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયા નામ લેવાની સાથે જ એક વસ્તુ બધા સમજી જાય છે કે હવે મજા પડશે. નરેશ કનોડિયા એટલે કે ગુજરાતી ફિલ્મ જગતના રજનીકાંત. આજે આપણે નરેશ કનોડિયા વિશે વાત કરવાના છીએ, એમનું જીવન કેવું છે અને કેવી રીતે આ ગુજ્જુ સ્ટાર હાલમાં ઠાઠ સાથે જીવી રહ્યા છે. આજે અમે તમને એમના જીવનની અવનવી વાતો જણાવીશું.

ગુજરાતી સીનેમના જુના અને જાણીતા સ્ટાર નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટના દિવસે થયો હતો. એમનો જન્મ મહેસાણા જીલ્લાના મોઢેરા નજીક આવેલા કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ ગામમાં જ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં.

image source

આજે પણ નરેશ કનોડિયા એમના ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય ગણાય છે. જો કે નરેશ કનોડિયાએ નાની ઉંમરથી જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર્ફોમન્સ કરવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ એમના અંગ અંગમાં અભિનય હતો અને તેમનામાં ગુજરાતી ફિલ્મ જગતને એક અભિનેતા મળ્યો પણ ખરો.

આ સ્થિતિ પરથી તમે સમજી શકો છો કે ગુજરાતી ફફિલ્મ જગતના આ સ્ટાર કેવી સ્થિતિમાંથી આવ્યા છે. નરેશ કનોડિયાના પરિવારમાં એમના છ ભાઈ બહેન છે. જેમાં ત્રણ ભાઈઓના નામ છે મહેશ કનોડિયા, શંકર કનોડિયા અને દિનેશ કનોડિયા. તેમજ ત્રણ બહેનોના નામ નાથી બેન, પાની બેન તથા કંકુ બેન છે.

image source

એમના પરિવારના આ ચાર ભાઈ, ત્રણ બહેનો અને માતા-પિતા એક રૂમના મકાનમાં જ રહેતા હતાં. જો કે એમનું આ ઘર નરેશ કનોડિયાએ યાદગીરી રૂપે આજે પણ એમનું એમ સાચવી રાખ્યું છે. નરેશ કનોડિયાનું જીવન જરાય સરળ ન હતું, એમણે આ જગ્યાએ આવવા માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો.

જો કે તમને આ જાણીને જરૂર નવાઈ થશે કે નરેશ કનોડિયાના નામે ગુજ્જુ ઇન્ડસ્ટ્રીમાં અનોખો રેકોર્ડ પણ છે. વિદેશ પ્રવાસ કરનારી આ પહેલી ગુજરાતી જોડી હતી. 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ અને નરેશ એવા પહેલાં બે ગુજ્જુ સ્ટાર હતા જે વિદેશ ગયા હતા.

image source

જો કે હાલમાં અનેક ગુજરાતી સ્ટાર વિદેશોમાં અભિનય અને સ્ટેજ પરફોર્મન્સ માટે જાય છે. પણ આની શરૂઆત મહેશ અને નરેશની આ જોડીએ કરી હતી. જો કે મહેશ નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા તથા એશિયાના ગણ દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. જો કે હવે તો આ સામાન્ય બાબત છે.

નરેશ કનોડિયાના ફિલ્મ કરિયર અંગે વાત કરીએ તો એમણે ‘વેલીને આવ્યા ફૂલ’ ફિલ્મથી પોતાના અભિનય જીવનની શરૂઆત કરી હતી. જો કે આ પછી નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી ખુબ જ પસંદગી પામી હતી. આ જોડીએ અનેક હિટ ગુજરાતી ફિલ્મોમાં સાથે જ કામ કર્યું છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં એક પછી એક જોડીઓ ચાલતી આવી રહી છે.

image source

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં 40 કરતા વધુ વર્ષ કામ કર્યું છે અને એક પછી એક અનેક ગુજરાતી સફળ ફિલ્મોમાં અભિનય કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પણ પૂરુ પાડ્યું છે. જો કે નરેશ કનોડિયાએ એમના સમયની ટોચની અભિનેત્રી રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, અને લોકોનું દિલ જીતવામાં આ જોડીઓ સફળ પણ રહી છે.

જો કે આ સિવાયના 1980-90 ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતના ઘણા અભિનેતા જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી હતી.

image source

નરેશ કનોડિયા ફિલ્મોમાં જ નહી પણ ફિલ્મ સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહ્યા છે. તેઓ વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમજ ત્યારથી લઈને આજ સુધી ભાજપના સમર્થના એમણે ઘણી રેલીઓ અને સભાઓ પણ કરી છે.

નરેશ કનોડિયાના લગ્ન રીમા સાથે થયા હતા. એમનો એક પુત્ર હિતુ કનોડિયા છે, જે પોતે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભિનેતા છે. હિતુ કનોડિયાના લગ્ન ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે થયા છે. આ બંનેને એક દીકરો, જેનું નામ રાજવીર છે. નરેશ કનોડિયા હાલમાં પરિવાર સાથે ગાંધીનગર રહે છે. એમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે, આં બંને પરિવાર અવારનવાર સાથે જ જોવા મળે છે.

image source

સામાન્ય રીતે દરેક સામાન્ય માણસની જેમ જ નરેશ કનોડિયા પણ ભગવાનમાં આસ્થા ધરાવે છે. તેઓ પોતાની કુલદેવીમાં વિશ્વાસ રાખે છે એક ઈન્ટરવ્યુંમાં એમણે જણાવ્યું હતું કે દરેક સારા કામ માટે સૌ પ્રથમ તેઓ ગામમાં આવેલ હરસિદ્ધ માતાના દર્શન કરવા જરૂર જાય છે. એમના આશીર્વાદ લઈને જ તેઓ કોઈ પણ શુભ કાર્ય શરુ કરે છે.

શું તમે જાણો છો કે આ કનોડિયા અટક કેવી રીતે પડી? આ પાછળ કારણ એ છે કે મહેશ અને નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ બહુ સાંભળી હતી. આ અટક અંગે જ્યારે વધુ જાણવા મળ્યું તો એમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ અને નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી લીધી હતી.

image source

નરેશ કનોડિયા પરથી અત્યારે ઘણા કલાકારો પોતાના ગામ નેજ પોતાની અટક બનાવી લે છે, જેમાં ગમન ભુવાજી અને વિજય ભૂવાજી જેવા ગુજરાતી સ્ટેજ કલાકારોના નામ પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત