જોઇ લો 2020માં સૂર્યગ્રહણ દરમિયાન અંતરીક્ષમાંથી લેવાયેલી તસવીરોમાં પૃથ્વીનો નજારો

૨૦૨૦નાં સૂર્યગ્રહણ દરમિયાન અંતરીક્ષમાંથી લેવાયેલી તસવીરોમાં પૃથ્વીનો નજરો કઈક આવો દેખાય છે.

image source

21 જુનના દિવસે આ વર્ષનું સૌથી મોટું અને પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ ગ્રહણને માત્ર ભારત જ નહિ પણ આસપાસના અનેક દેશોએ જોયુ અને અનુભવ્યું પણ હતું. આ દરમિયાન રાજસ્થાન સિવાય દેશના ઘણા રાજ્યોમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું તેમજ રિંગ ઓફ ફાયરનો અદ્ભુત નજારો પણ જોવા મળ્યો હતો.

સવારથી શરુ થયેલ સૂર્ય ગ્રહણ છેક બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું. જો કે દેશભરમાં આ સૂર્યગ્રહણની આકર્ષક તસ્વીરો ફરતી થઇ હતી. પણ શું આ તસ્વીરોને જોતી વખતે કોઈને પણ એવો વિચાર આવ્યો હતો, કે આ સૂર્ય ગ્રહણ દરમિયાન ધરતી કેવી દેખાતી હશે.

શું આ તસ્વીરો તમે જોઈ છે?

image source

સૂર્યગ્રહણની ઘટના ભારત સહિતના અનેક દેશમાં 21 જુનના દિવસે જોવા મળી હતી. આ પૂર્ણ સૂર્ય ગ્રહણની ઘટના નરી આંખો દ્વારા ભલે ન જોઈ શકાય પણ આ ઘટનાના દ્રશ્યો આકર્ષક હોય છે. ટેલિસ્કોપની મદદથી અનેક ચેનલ દ્વારા લાઈવ સૂર્ય ગ્રહણ પણ બતાવવામાં આવ્યું હતું. જો કે તમે ક્યારેય વિચાર્યું છે કે અંતરીક્ષમાંથી ધરતીનો નજારો કેટલો આકર્ષક હોઈ શકે? શું નાસાના એક વૈજ્ઞાનિક દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો તમે જોઈ છે?

જેની સુંદરતા જોઇને તમે ચોકી જશો

image source

જો કે આ સમય દરમિયાન જે જે જગ્યાઓ પર ગ્રહણની અસર વધારે હતી, ત્યાં તો બપોરના સમયે પણ રાત જેવું વાતાવરણ થઇ ગયું હતું. આખાય વાતાવરણમાં પૂર્ણ ગ્રહણ દરમિયાન રાત્રી જેવો અંધકાર છવાઈ ગયો હતો. જો કે જેટલું રોમાંચક દ્રશ્ય સૂર્ય ગ્રહણ દરમિયાન આકાશનું હતું એવું જ કઈક આકર્ષક દ્રશ્ય આકાશમાંથી પૃથ્વીનું પણ હતું. જો તમે પણ આ દ્રશ્યને જોવા ઈચ્છો છો કે સૂર્યગ્રહણ દરમિયાન ધરતી પર ફેલાયેલું અજવાળું કેવું લાગતું હતું. તો આ રહી તસ્વીરો, જેની સુંદરતા જોઇને તમે ચોકી જશો.

ફોટા નાસાના વૈજ્ઞાનીકે શેર કર્યા

image source

વાસ્તવમાં આ રોમાંચક ફોટા નાસાના એક વૈજ્ઞાનીકે શેર કર્યા હતા, જો કે આ તસ્વીરો જોઇને તમને માત્ર આશ્ચર્ય જ નહિ પણ રોમાંચ અનુભવાશે. વર્ષોમાં થનારી આ મોટી અવકાશી ઘટનાની આવી તસ્વીર કદાચ જ તમે આજથી પહેલા ક્યારેય જોઈ હોય. આ તસ્વીરો ક્રીસ કસ્સીડીએ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રીસ એ નાસામાં એસ્ટ્રોનોટ છે અને અમેરિકાના નેવી સીલ પણ છે. આ દિવસો દરમિયાન તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર જોવા મળે છે.

ચંદ્રના પડછાયાને સ્પષ્ટ જોઈ શકાય છે

image source

જો કે જે સમયે પૃથ્વી પર સૂર્ય ગ્રહણની ઘટના ઘટી રહી હતી, એ સમયે એમનું સ્પેસ સ્ટેશન ધરતીના ચક્કર લગાવી રહ્યું હતું. આ દરમિયાન તેઓ ચીનના ઉપરના ભાગના અંતરીક્ષમાં હતા. ક્રિસે આ ઘટનાની તસ્વીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી અને આ તસ્વીરોમાં પૃથ્વી પર પડતા ચંદ્રના પડછાયાને સ્પષ્ટ જોઈ શકાય છે. સફેદ વાદળોથી ઢંકાયેલી લીલી ધરતી પર ગ્રહણની જે અસર છે એ જગ્યા કાળા રંગે નજરે પડી રહી છે.

image source

જો કે ક્રિસે આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે ગ્રહણનો સુપર કુલ નજારો, ત્યારે જ્યારે અમે સ્ટાર બોર્ડ પર સવાર થઈએ ચીન પરથી ગુજરી રહ્યા છીએ. ફાધર્સ ડેના દિવસે સવારે ઉઠવાનો શ્રેષ્ઠ ઉપાય.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત