નશાની હાલતમાં બુરખો પહેરેલી મહિલાએ ગોળીઓનો વરસાદ વરસાવી દીધો, અને પછી..પૂરી ઘટના વાંચીને ચોંકી ઉઠશો તમે પણ

દિલ્હીમાં જાણે લોકોને પોલીસનો ડર ના હોય તેમ લાગી રહ્યું છે. આરોપીઓ બેખોફ બની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી એક ઘટના સામે આવી છે દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં. કે જ્યાં બુરખો પહેરેલી એક મહિલાએ ગોળીઓનો વરસાદ વરસાવી દીધો છે. જો કે સદનશીબે દુકાન બંધ હોવાને કારણો કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી. પરંતુ અહિ સવાલ એ થાય કે જો દુકાન ખુલ્લી હોત તો મોટી દુર્ઘટના ઘટતા વાર ન લાગત.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

image source

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા પોતાને ગેંગસ્ટર નાસીરની બહેન હોવાનો દાવો કરી દુકાનના શટર ઉપર ગોળીઓ ચલાવી રહી છે. ત્યારબાદ તે બીજા એક શખ્સ સાથે બાઇક પર નીકળી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસે કેસ નોંધીને આરોપી મહિલા નુસરત (30) ની ધરપકડ કરી લીધી.

આ ઘટના 18 નવેમ્બરની

image source

પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ પણ ઝડપી લીધી છે. પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરી આ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 18 નવેમ્બરના રોજ ચૌહાણ બાંગાર ગલી નંબર -4 માં બની હતી. વીડિયોમાં જોવા મળે છે બાઇક પર એક બુરખો પહેરેલી આવે છે. મહિલા ગાંજા અને દારૂના નશામાં હતી. જાહેરમાં દારૂના નશામાં મહિલાએ કરેલી આ ગુંડાગર્દી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે. લોકોના મનમાં પોલીસનો કોઈ ડર ના હોય તેમ જાહેરમાં ફાયરિંગ કરી રહ્યા છે.

પોતાને ગેંગસ્ટર નાસિરની બહેન ગણાવી

image source

મળતી માહિતી પ્રમાણે એક પર આ મહિલા દુકાન પાસે આવે છે અને બાઇક પરથી ઉતરતાની સાથે જ તે પિસ્તોલ કાઢીને બંધ દુકાનની બહાર ઉભી રહીને પહેલા અપશબ્દો બોલે છે અને ત્યારબાદ તે પિસ્તોલમાંથી ચાર-પાંચ ગોળીઓ ચલાવે છે. જ્યારે બાઇક સવાર તેને અટકાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ફરીવાર ગોળીબાર કરે છે. આ દરમિયાન તે ગંદી ગંદી ગાળો પણ બોલે છે અને તે પોતાને ગેંગસ્ટર નાસિરની બહેન ગણાવે છે. બાદમાં તે બાઇક પર બેસીને નીકળી જાય છે. કોઈએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. ગેંગસ્ટરની બહેન હોવાની દાવો કરી રહેલી આ મહિલાએ જાહેરમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી દીધા હતા.

પોલીસે મહિલાની પિસ્તોલ સાથે ધરપકડ કરી

image source

રવિવારે પોલીસે મહિલાની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મહિલા નુસરતે જણાવ્યું હતું કે તેનો પતિ પણ આ વિસ્તારનો ગુંડો છે. આરોપીએ જણાવ્યું હતું કે દુકાનદાર તેના એક મિત્રનો મોબાઇલ રિપેર કરીને આપી રહ્યો નહતો.

image source

જેને લઈને તેમણે 36 હજારની પિસ્તોલ ખરીદીને નશામાં આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે અને તે પિસ્તોલ ક્યાંથી ખરીદી તેની જાણકારી મેળવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત