નાસિકમાં મોટી દુર્ઘટના: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાથી 30 મિનિટ સુધી અટકી ગયો સપ્લાઇ, 22 દર્દીઓના મૃત્યુ, આટલા લોકોની સ્થિતિ ગંભીર

નાસિકના હોસ્પિટલમાં 22 દર્દીઓનું મૃત્યુ, ઓક્સિજન લીક હોવાને લીધે રોકી દીધો હતો સપ્લાય.

કોરોના વાયરસના સંકટ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી ઘટના બની છે. અહીંયા આવેલા ઝાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગયો હતો. આ ઘટનામાં 22 દર્દીઓનું મૃત્યુ થયું છે. આ વાતની જાણકારી એકડીએ મંત્રી રાજેન્દ્ર શીંગણેએ આપી છે. રિપોર્ટ મુજબ ટેન્કર ભરતી વખતે આ લીક થયું હતું અને લીક થવાના કારણે હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન ફેલાઈ ગયો હતો.

image source

લગભગ 12: 30 વાગે નાસિકના ઝાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજની ઘટના બની હતી. હોસ્પિટલમાં 150 દર્દીઓમાંથી 25 દર્દીઓ વેન્ટિલેટર પર હતા જ્યારે 60 દર્દીઓનો ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો.સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે અને પાલિકા આયુક્ત કૈલાશ જાધવના જણાવ્યા અનુસરા ઘટનામાં 22 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે. એ સિવાય 30 લોકોની હાલત ગંભીર જણાવવા આવી રહી છે.

image source

શીંગણેએ કહ્યું કે આ ઘટનામાં 22 લોકોના મોત થયા છે. અમે એની તપાસ કરીશું અને આવનારા દિવસોમાં આવી ઘટના ન બને એ માટે પણ કામ કરીશું. એમને કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શરુઆતની જાણકારીથી ખબર પડે છે કે 22 લોકોના મોત થયા છે. અમે એક વિસ્તૃત તપાસ રિપોર્ટ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ વધુ તપાસનો આદેશ પણ આપવા આવ્યો છે.” મંત્રીએ કહ્યું કે જે પણ જવાબદાર હશે એને છોડવામાં નહિ આવે.

image source

મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે નાસિકમાં ટેન્કરના વાલ્વ લિકેજના કારણે મોટા પાયા પર ઓક્સિજન લીક થયો છે. એમને આગળ કહ્યું કે જે હોસ્પિટલમાં આ ઘટના બની ત્યાં એની ચોક્કસ રૂપે અસર થઈ હશે પણ મારે હજી વધુ માહિતી મેળવવાની બાકી છે. અમે વધુ માહિતી મેળવ્યા બાદ પ્રેસ નોટ જાહેર કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અગ્નિશમન અધિકારીએ જણાવ્યું હતું કે 12 30 વાગે કપલ આવ્યો હતો કે ઓક્સિજન ટેન્કમાંથી લીક થઈ રહ્યું છે. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે ઓક્સિજન ટેન્કનો વાલ્વ ખુલ્લો જતો જ્યાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો. એક ટેન્કરમાં ઓક્સિજન ટેન્કમાંથી ઓક્સિજન ભરવામાં આવી રહ્યો હતો. એમને આગળ એમ પણ કહ્યું કે જે વાલ્વ ખુલ્લો હતો એને અમે બંધ કરી દીધો પણ મોટા પ્રમાણમાં ઓક્સિજન લીક થઈ ચૂક્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે હાલાત ખુબ ખરાબ છે. અનેક જિલ્લાઓમાં ઓક્સિજનની ભારે અછત છે. આ કારણે કેટલાય દર્દીઓએ પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે. ત્યારબાદ રાજ્ય સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે હવાઈ માર્ગ દ્વારા ઓક્સિજનનો સપ્લાય રાજ્યમાં કરવામા આવે. જેથી કરીને દર્દીઓને સમયસર ઓક્સિજન આપી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!