Site icon News Gujarat

નાસિક કેસમાં મોટો ખુલાસો, પરિવારે કહ્યું- 30 મિનિટ નહીં, 2 કલાક બંધ રહ્યો ઓક્સિજન, આંખો સામે પરિજનો તડપીને મર્યા

કોરોનાનાં કેસોનો આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો છે તો બીજી તરફ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલાં દર્દીઓ પાસેથી ભારે ફી વસૂલી થઈ રહી છે. આ સમયે એક એવી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે કે લોકો ખુબ રોષે ભરાયા છે. મળતી માહિતી મુજબ નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે બપોરે ઓક્સિજન સપ્લાઈ અટકી પડવાથી 22 દર્દીના મોત નિપજ્યા હતા. આ વાત સામે આવતાં જ તંત્રની બેદરકારી પર લોકો તૂટી પડ્યા હતાં.

image source

જાણવા મળ્યું છે કે તે સમયે જે દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા તેમાં અનેક લોકોની સ્થિતિ ખુબ જ નાજુક હતી. આ બાબતે જ્યારે હોસ્પિટલ વહિવટીતંત્ર સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે ઓક્સિજન ટેન્કરમાં લીકેજની સમસ્યાને ઉકેલવા માટે 30 મિનિટનો સમય લાગ્યો હતો. પરંતુ દર્દીઓનાં પરિવારો કઈક અલગ જ કહી રહ્યાં છે. દર્દીના પરિવારજનો જે ત્યાં જ ઉપસ્થિત હતાં તેમણે કહ્યું છે કે છે કે સપ્લાઈ 30 મિનિટ નહીં 2 કલાક સુધી બંધ રહ્યો હતો.

image source

દર્દીનાં એક પરિવારે સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારી વહુને અમારી આંખો સામે તડપી તડપીને મૃત્યુ પામતા જોઈ પણ હોસ્પિટલવાળાઓએ કંઈ જ ન કર્યું. હોસ્પિટલની બેદરકારીને લીધે કેવી સ્થિતિનું સર્જન થયું તે અંગે જે જાણવાં મળી રહ્યું છે તે ખરેખર ખુબ જ ચોંકાવનારું છે.

image source

આ ઘટનામાં જીવ ગુમાવનાર અન્ય એક વ્યક્તના પરિવારજનો એ કહ્યું કે અમે અમારા પરિવારના સભ્યને ગુમાવ્યો છે. આ માટે કોણ જવાબદાર છે? બપોરે 12:30 વાગે ઓચિંતા જ ઓક્સિજન આવવાનો બંધ થઈ ગયો અને મારો ભાઈ તડપી-તડપીને મારી આંખોની સામે જ મરી ગયો. 10 દિવસ અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી ઓક્સિજન બંધ રહ્યો હતો.

image source

ઓક્સિજન સિલેન્ડર ન હતું. જો સિલિન્ડર હોત તો મારા ભાઈનો જીવ બચાવી શકાયો હોત. તો બીજી તરફ કેટલાક પરિવારોએ એવો પણ આરોપ લગાવ્યો કે હોસ્પિટલ પાસે ગઈકાલ રાતથી જ ઓક્સિજનની અછત હતી. જ્યારે આજે ઓક્સિજન સપ્લાઈ બંધ થયો ત્યારે અમને ડ્યુટી પર રહેલા મેડિકલ સ્ટાફે અમને જાણકારી આપી. તેમણે અમને નીચે તપાસ કરવા જવાનું કહ્યું. જ્યારે અમે નીચે આવ્યા ત્યારે અમને ફરી વખત ઉપર મોકલવામાં આવ્યા. અમે સમગ્ર હોસ્પિટલમાં સતત ભટકતા રહ્યા પણ કઈ જવાબ આપવા તંત્ર તૈયાર હતું નહીં. હવે જ્યારે બધાનાં મોત થયાં છે ત્યારે તંત્ર પોતાની બેદરકારી છૂપાવી રહ્યું છે.

image source

આ ઘટનામાં મૃત્યુ પામેલ એક મહિલાનાં સસરાએ કહ્યું કે 4 દિવસ અગાઉ હોસ્પિટલ લઈને આવ્યા હતા. સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો હતો, પણ ઓક્સિજન સપ્લાઈ અટકતા જ તબીયત ખરાબ થવા લાગી અને તેમનું મોત થઈ ગયું. તેમણે કહ્યું કે મે તેમને મારી આંખો સામે તડપતા જોયા છે. અમે જ્યા-ત્યા ભાગતા રહ્યા પણ કોઈની પાસેથી મદદ મળી શકી નહીં. હોસ્પિટલ પ્રશાસને પણ કોઈ જ જવાબ આપ્યો નહીં.

image source

જીવ ગુમાવનાર તમામ કોરોના દર્દીની મોત અંગે ખરેખર શું કારણ હતું તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સાથે જ્યારે આ મામલે વાત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે 11 મહિલાઓ અને 11 પુરુષોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તમામ કોરોના દર્દી હતા. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. આ માટે IAS અધિકારી, એન્જીનિયર, એક સિનિયર ડોક્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

image source

જે કંપની અહીં ઓક્સિજન ભરવાનું કામ કરે છે તે જાપાનની એક મલ્ટીનેશનલ કંપની છે અને અનેક વર્ષોથી ઓક્સિજન સપ્લાઈ કરતી હતી. આ વાત હવે વાયુ વેગે વાયરલ થઈ રહી છે અને જે પણ લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યાં છે તેનાં પરિવારજનો તંત્રની બેદરકારીને જ આ પાછળનું કારણ ગણાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version