Site icon News Gujarat

બીલ ન ચુકવી શક્યા તો વૃદ્ધને દોરડા વડે બાંધી દીધા પલંગ પર, ઘટના પ્રકાશમાં આવતા ડોક્ટરોએ ફેરવી તોડ્યુ….

મધ્ય પ્રદેશના શાજાપુરના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બિલ ન ચુકવનાર દર્દીને બંધક બનાવી લેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ ઘટનાની નોંધ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ લીધી છે અને કહ્યું છે કે વરિષ્ઠ નાગરિક સાથે ક્રૂરતા કરનાર દોષીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને નિવેદન નોંધ્યા હતા.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર રાયગઢ જિલ્લાના રનારા ગામ નિવાસી લક્ષ્મીનારાયણ દાંગીને પેટમાં તકલીફ થવાથી તેને શાજાપુરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ તેના પરીવારના લોકો તેને ઘર લઈ જવા ઈચ્છતા હતા પરંતુ તેમની પાસે બીલ ચુકવવા પુરતા નાણા ન હતા તેથી હોસ્પિટલ સંચાલકોએ તેને ત્યાં જ રોકી રાખ્યા.

image source

દર્દીની દીકરી સીમા દાંગીનો આરોપ છે કે તેમની પાસે બીલ ચુકવવાના પૈસા ન હતા. જ્યારે તે તેના પિતાને લઈ જવા લાગ્યા તો હોસ્પિટલ સ્ટાફે તેમને રોકી લીધા અને તેના પિતાને પલંગ પર સુવડાવી તેના હાથ અને પગ દોરડાથી બાંધી દીધા. તેના પિતા બે દિવસ આવી હાલતમાં બંધાયેલા રહ્યા. થોડા દિવસ પહેલા મીડિયાકર્મીઓના ધ્યાનમાં આ વાત આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ પોલીસ આ મામલે હોસ્પિટલ પહોંચી. પોલીસની મધ્યસ્થી બાદ દર્દીને ઘરે મોકલવામાં આવ્યા.

image source

ત્યારબાદથી આ મામલે સતત ચર્ચા વધી છે. સોશિયલ મીડિયા પર આ વૃદ્ધની તસવીરો વાયરલ થવા લાગી ત્યારે મુખ્યમંત્રીએ પણ હવે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે તે વાતની સત્તાવાર ઘોષણા ટ્વીટ કરીને કરી દીધી છે.

વૃદ્ધની દીકરી સીમાનું કહેવું છે કે તેના પિતાને પેટમાં તકલીફ હતી તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કર્યા બાદ તેમણે 2 વખત હોસ્પિટલમાં રુપિયા જમા પણ કરાવ્યા. પરંતુ પછી તેમની પાસે રૂપિયા હતા નહીં અને હોસ્પિટલમાં ડીસ્ચાર્જ માટે 11,000 રૂપિયા જમા કરવાની વાત કરવામાં આવી આ રકમ જમા ન કરી શકવા પર તેના પિતાને બાંધી દેવામાં આવ્યા.

image source

હોસ્પિટલના અન્ય લોકોએ પણ આ વાતની પુષ્ટી કરી કે પૈસા ચુકવવાનો મામલો હોવાથી વૃદ્ધને બંધક બનાવાયા હતા. હોસ્પિટલમાં 2 દિવસ તેમને બાંધી રાખવામાં આવ્યા અને તેમને ભોજન પણ આપવામાં આવતું નહીં.

જો કે આ સમગ્ર મામલે હોસ્પિટલના ડોક્ટરે ફેરવી તોડતા એમ સ્પષ્ટતા કરી છે કે દર્દીના નાકમાં નળી હતી અને તેની માનસિક હાલત ઠીક ન હતી તેવામાં તે સારવાર દરમિયાન અજીબ હરકતો કરી રહ્યા હતા અને ભાગી જવાનો પ્રયત્ન કરતાં. આ કારણે તેમને રોકવા માટે બાંધવામાં આવ્યા હતા.

source : jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version