સલામ! કેન્સર પીડિત નટુકાકાએ ન માની હાર અને ચાલુ રાખ્યું તારક મહેતાનું શૂટિંગ, કર્યું લોકોનું મનોરંજન

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં નટુકાકાનું પાત્ર નિભાવી રહેલ અભિનેતા ઘનશ્યામ નાયકને કેન્સર થઈ ગયું હતું. એપ્રિલ મહિનામાં અભિનેતા ઘનશ્યામ નાયકની ગરદન પર ધબ્બા મળી આવ્યા હતા. ત્યાર બાદ ૭૭ વર્ષની ઉમર ધરાવતા અભિનેતા ઘનશ્યામ નાયકએ પોતાની કિમોથેરાપી લેવાની શરુઆત કરી દીધી છે. અભિનેતા ઘનશ્યામ નાયકએ પોતાની સારવાર દરમિયાન શો માટે એક ખાસ સીનની શુટિંગ કરવા માટે દમન પણ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ની ટીમની સાથે ગયા.

image source

ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૦માં અભિનેતા ઘનશ્યામ નાયકના ગળામાં આઠ ગાંઠો મળી આવી હતી. ત્યાર બાદ અભિનેતા ઘનશ્યામ નાયકની સર્જરી કરવામાં આવી હતી. ગત વર્ષે અભિનેતા ઘનશ્યામ નાયકની સર્જરી કરાવી લીધા બાદ પણ હવે જયારે નવી ગાંઠો મળી આવ્યા પછી અભિનેતા ઘનશ્યામ નાયકએ પોતાની કિમોથેરાપી શરુ કરી દીધી છે.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના નટુકાકા એટલે કે, અભિનેતા ઘનશ્યામ નાયકને કોઈપણ પ્રકારની કોઈ મુશ્કેલી કે પછી દર્દ થયો નથી. અત્યારના સમયમાં મુંબઈની હોસ્પિટલમાં અભિનેતા ઘનશ્યામ નાયકની સારવાર ચાલી રહી છે.

image source

અભિનેતા ઘનશ્યામ નાયકના જણાવ્યા મુજબ, તેઓ હવે સ્વસ્થ અનુભવ કરી રહ્યા છે તેમ છતાં પણ હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

image source

અભિનેતા ઘનશ્યામ નાયક અંદાજીત ચાર મહિના બાદ ફરીથી કામ પર પાછા ફ્ય છે અને છેલ્લી વાર અભિનેતા ઘનશ્યામ નાયક ગયા અઠવાડિયે દમણમાં એક સ્પેશિયલ સીન શૂટ કરવા ગયા હતા અને દમણમાં અભિનેતા ઘનશ્યામ નાયકએ ખુબ જ મસ્તી કરી હતી. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, નટુકાકા હાલના સમયમાં પોતાના ગામડે ગયા હ્હે અને નટુકાકા જેઠાલાલને ફોન કરી રહ્યા છે.

image source

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં આ સિક્વન્સની શુટિંગ કરવા માટે માત્ર એક દિવસ માટે અભિનેતા ઘનશ્યામ નાયક ગુજરાત રાજ્યમાં આવ્યા હતા. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શોમાં આ એપિસોડને આવનાર બે દિવસ દરમિયાન પ્રસારિત કરવામાં આવી શકે છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના હવે અંદાજીત 3 હજાર કરતા પણ વધારે એપિસોડ પુરા કરી લીધા છે. તેમ છતાં પણ આ શોની લોકપ્રિયતા હજી પણ જળવાઈ રહી છે. નટુકાકા એટલે કે, અભિનેતા ઘનશ્યામ નાયકના પોતાના કામ પ્રત્યેના જુસ્સાને જોઈને આશ્ચર્ય થાય છે.