તારક મહેતા..ના આ કલાકાર હવે નહિ હસાવી શકે આપણને, લીધી દુનિયામાંથી વિદાય

છેલ્લા કેટલાય સમયથી જાણે મનોરંજન જગતની માઠી બેઠી છે..એક પછી એક દિગગજ કલાકારો એમના ફેન્સને રડ્તા મૂકી દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. એવામાં વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપણા સૌના નટુકાકાએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.

image socure

77 વર્ષીય નટુકાકાનું સાચું નામ ઘનશ્યામ નાયક છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે એ કોરોનાકાળના લોકડાઉન પહેલા ઘણા સમય સુધી શોથી દૂર રહ્યા હતા. શોમાં આપણને સતત હસાવતા નટુકાકા કેન્સર દરમિયાન ઘણા રિબાયા હતા.

image socure

નટુકાકાની બીમારીને કારણે એ ભલે શોથી દૂર રહ્યા હોય પણ શોના મેકર્સે એમને પૂરો સહકાર આપ્યો હતો, આ અંગે જ્યારે નટુકકાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે “નસીબજોગે લોકડાઉન દરમિયાન મને આર્થિક સંકડાશ ના નડી કારણકે મેં કામ કર્યું હતું ત્યાં સુધીની મારી સેલરી આવતી રહી. મને મારા ચેક નિયમિત રૂપે અને સમયસર મળતા રહ્યા. માટે મને કોઈ આર્થિક મુશ્કેલી પડી નહીં.

એમને આગળ જણાવ્યું હતું કે મને ખબર છે કે જો મને કોઈ આર્થિક મુશ્કેલી નડી અને મેં મદદ માગી તો અમારા પ્રોડ્યુસર આસિત મોદીજી ચોક્કસ મદદ કરશે. તેઓ ખૂબ સારો સહકાર આપે છે અને સારા વ્યક્તિ છે. હું કહી શકું છું કે ‘તારક મહેતા….’ના એકપણ કલાકારને ક્યારેય કોઈ મુશ્કેલી પડવા દેતા નથી.”

image socure

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી તરફથી કોઈ ફોન આવ્યો છે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું, “ના, હજી સુધી મને ફોન નથી આવ્યો પરંતુ હું આશાસ્પદ છું. તેઓ જ્યારે પણ બોલાવશે હું ખુશી-ખુશી શૂટિંગ માટે જઈશ. હું કામ કરવા માટે આતુર છું અને તકેદારીના તમામ પગલા ભરીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માગુ છું. હું જીવું ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીમાં રહીને એક્ટિંગ કરવા માગુ છું. હું મેકઅપ સાથે જ મરું તેવી મારી આખરી ઈચ્છા છે.”

image soucre

નટુકાકાની પત્નીનું નામ નિર્મળા દેવી છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. નટુકાકાએ બોલિવુડના ટોચના કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ તેમને પૈસા ખાસ મળતા નહોતા. આથી સંતાનોની સ્કૂલ અને કોલેજ ફી માટે તેઓ ઉધાર પૈસા લાવીને માંડ માંડ ફી ભરતા હતા. સંતાનો પાસે નવા કપડાં પણ નહોતા. તેમના સંતાનો બીજાના ઊતરેલાં કપડાં પહેરીને મોટા થયા છે. જો કે આજે નટુકાકાનો દીકરો વિકાસ મોટી કંપનીમાં મેનેજર છે.

image source

નટુકાકાએ 400થી વધુ ફિલ્મમાં ડબિંગ કર્યું છે. નતુકાકાની ખાસ વાત એ છે કે એક ફિલ્મમાં ચાર પાત્ર હોય તો નટુકાકા ચારેયના અવાજ અલગ અલગ કાઢીને ડબિંગ કરતા. તેમણે અશોક કુમારથી લઈ અમિતાભ બચ્ચન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે. નટુકાકા રંગમંચ પર રંગલા તરીકે લોકપ્રિય હતા.