નવા વર્ષે વાહન ચલાવતા પહેલાં કરી લો આ કામ, નહીં તો થશે 5000નો દંડ

વાહન ચાલકો માટે નવું વર્ષ નવા નિયમો લઈને આવ્યું છે. તમે તમારું વાહન ચલાવતા પહેલા નવા વર્ષે આ નિયમોનું ધ્યાન રાખી લેજો. નહીં તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. નાની વાતોનું ધ્યાન રાખી લેવાથી તમે 5000 રૂપિયા જેવી દંડની રકમ ભરવાથી બચી શકો છો.

image source

જી હા, જો તમારા ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહન પજીકરણ પ્રમાણપત્રની તારીખ ખતમ થઈ ગઈ છે તો તેને તરત જ રીન્યુ કરાવી લો. નહીં તો તમારી બેદરકારી તમને નવા વર્ષે ભારે પડી શકે છે. કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી જ આ નિયમોમાં છૂટ આપી હતી. પરંતુ હવે આ ડ્રાઈવિંગ લાયસન્સ કે આરસી કે પછી પીયુસીના ડોક્યુમેન્ટ્સમાં કોઈ ઢીલ ચલાવી લેવાશે નહીં. જો તમારા આ ડોક્યુમેન્ટ્સ જૂના થઈ ગયા છે તો તમારે તેને તરત જ રીન્યૂ કરાવી લેવાના છે. નહીંતો તમારે 31 ડિસેમ્બર પછી એટલે કે 1 જાન્યુઆરી 2021થી તેને માટે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

image source

પરિવહન વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે જો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સીમાને ફરી નહીં વધારી તો વાહન ચાલકોની મુશ્કેલી ફરીથી વધી શકે છે. નવા મોટર વાહનના નિયમ અનુસાર જો વાહન ચાલકની પાસે વેલિડ લાયસન્સ નથી અને તે વાહન ચલાવતા પકડાઈ જાય છે તો તેની પર 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

આ રીતે રીન્યૂ કરાવી લો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ

image source

અરજી કરનારે ડ્રાઈવિંગ લાયસન્સને રીન્યૂ કરાવવા મામટે પરિવહન વિભાગની વેબસાઈટ parivahan.gov.in પર લોગઈન કરવાનું રહે છે. અહીં ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓ પર ક્લિક કરવાનું રહે છે. આ પછી અરજદારે ડીએલ સેવાઓ પર જવાનું રહે છે.અહીં તમારા ડ્રાઈવિંગ લાયસન્સની સાથે અન્ય માહિતી હોય તે ભરવાની રહે છે. આ પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે અને નજીકના આરટીઓ પર જવા માટે સ્લોટ બુક કરીને પેમેન્ટ કરવાનું રહે છે. આરટીઓમાં બાયોમેટ્રિક તપાસ કરાશે અને સાથે જ અહી તમારા ડોક્યુમેન્ટ્સની ફરીથી તપાસ કરાશે. આ પછી તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ ફરીથી બનશે. આ પ્રક્રિયા આરસીને રીન્યુ કરવા માટે પણ એક જેવી છે.

image source

રાજ્ય પરિવહન વિભાગના રેકોર્ડ પર નજર કરીએ તો રવિવાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ પોસ્ટ ઓનલાઈન અરજી જમા કરવાના નવીનીકરના માટે આરટીઓમાં એપોઈન્ટમેન્ટ લેવાની સમયસીમા 2-60 દિવસની હતી. આ મહિને ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી મેળવવા માટે લોકોની ભીડ વધી છે. 13 આરટીઓમાં રોજના 200 નવા લાયસન્સ બની રહ્યા છે. અને નવીનીકરણની પ્રક્રિયા સરળ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત