નવા ઘરમાં ગૃહપ્રવેશ કરતા પહેલા રાખી લો આ વાતનું ધ્યાન, આ રીતે કરો પૂજા

વાસ્તુ અનુસાર ગૃહપ્રવેશ ક્યારેય પણ કરી શકાય છે. આ માટે કેટલાક ખાસ મહિના શુભ માનવામાં આવે છે. ભૂલથી પણ શ્રાવણ અને પિતૃપક્ષના સમયમાં નવા ઘરમાં પ્રવેશ કરવો નહીં. જો તમારું ઘર બનીને તૈયાર થયું છે તો પ્રવેશ કરતાં પહેલાં યોગ્ય મૂહૂર્તની રાહ જુઓ તે જરૂરી છે.

માન્યતા છે કે જ્યારે પણ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લટકાવો. આ તોરણ આસોપાલવ કે પછી કેરીના પાનનું હોય તો શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

image source

જ્યારે તમે ઘરના દરવાજા પર તોરણ લગાવો છો ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર શુકનની રંગળી બનાવો તે પણ જરૂરી છે. ગ્રંથોમાં કહેવાયું છે કે તમે ઈશ્વરને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપો છો તો તમે તેમને પ્રસન્ન કરવા માટે તમારા ઘરના દ્વારને સજાવો તે જરૂરી રહે છે. દેવી લક્ષ્મીને પણ રંગોળી ખૂબ જ પ્રિય હોય છે. માતા લક્ષ્મીનો તમારા ઘરમાં સદાય નિવાસ રહે તે માટે અને સાથે જ આર્થિક મુશ્કેલીઓને તમારા ઘરથી દૂર રાખવા માટે ઘરના આંગણે પૂજા સમયે અને ગૃહપ્રવેશ સમયે રંગોળી બનાવવાનું શુભ માનવામાં આવે છે.

image source

માન્યતા છે કે જ્યારે પણ તમે નવા ઘરમાં પ્રવેશે છો તો તેના હાથમાં નારિયેળ, હળદર, ગોળ, ચોખા અને દૂધ જેવી શુભ ચીજો હોવી જોઈએ. આમ કરવાથી તે સ્થાન પરની જો કોઈ નકારાત્મક ઉર્જા હોય છે તો તે ખતમ થઈ જાય છે. તો તમે પણ જ્યારે નવા ઘરમાં ગૃહપ્રવેશ કરો છો તો આ વાતને ધ્યાનમાં રાખી લો તે જરૂરી છે.

image source

ગૃહપ્રવેશ કરતી સમયે ગણપતિની સ્થાપના કરવાનું ચૂકશો નહીં અને વાસ્તુ પૂજા ખાસ કરીને કરો તે જરૂરી છે. આ સાથે જ વાસ્તુની સાથે તમારા ઘરને સજાવી લો. આમ કરવાથી હંમેશા ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. કહેવાય છે કે જ્યારે તમે ઘરમાં પહેલીવાર પ્રવેશ કરો છો તો પહેલા જમણો પગ અંદર રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે વિવાહિત છો કો તમારા પાર્ટનરની સાથે જ ગૃહ પ્રવેશ કરો તે શુભદાયી રહે છે.

image source

આ સિવાય એક માન્યતા એવી પણ છે કે જે દિવસે ગૃહપ્રવેશ કરો તે દિવસથી લઈને 40 દિવસ સુધી તે જ ઘરમાં રહો. ગૃહપ્રવેશના 40 દિવસ સુધી ઘરમાં કોઈને કોઈ વ્યક્તિનું રહેવું જરૂરી છે. કોઈ પણ સંજોગોમાં ઘરને તાળું ન લગાવો. ગૃહપ્રવેશના દિવસે આખા ઘરમાં પાણીથી ભરેલો કળશ ફેરવો. આ સાથે જ ઘરના દરેક ખૂણામાં ફૂલ પણ પધરાવો તે જરૂરી છે.

તો હવેથી તમે પણ તમારા નવા ઘરમાં કોઈ પણ મૂહૂર્તમાં ગૃહપ્રવેશ કરો છો તો ધ્યાન રાખો ઉપરની તમામ ખાસ વાતો. તેનાથી તમારા જીવનમાં ખુશીઓનો વિસ્તાર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ