કોરોનાની નવા લક્ષણો સાથે એન્ટ્રી, હવે આવું કંઈ થાય તો પણ ટેસ્ટ કરાવી લેજો, નહીંતર ભોગવવાનો વારો આવશે

દેશભરમાં ફરી એકવખત કોરોનાએ દસ્તક દીધી છે. દેશનાં દરેક ખૂણેથી નવા કોરોનાનાં કેસ સામે આવી રહ્યાં છે. આ સમયે કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે. નવા આવેલાં આંકડાઓ પર નજર કરીએ તો મંગળવારે 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે જે પહેલી લહેરની પીક કરતાં પણ વધારે છે. પહેલી લહેરની પીક 17 સપ્ટેમ્બર હતી, જ્યારે લગભગ 97 હજાર કેસ સામે આવ્યા હતા. તેની સરખામણીએ બીજી લહેરમાં 4 એપ્રિલના રોજ આ આંકડો વધીને 1.03 લાખ પહોંચી ગયો હતો. આ પછી 6 એપ્રિલના રોજ 1.15 લાખ નવા કેસ સામે આવ્યાં હોવાનું જાણવાં મળી રહ્યું છે.

image source

મળતી માહિતી મુજબ આ કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન એક્ટિવ થવાથી નવા લક્ષણ પણ સામે આવી રહ્યા છે. હવે પેટમાં દુખાવો, ઊલટી, સાંધામાં દુખાવો, કમજોરી, ભૂખ ઓછી લાગવી એ પણ કોરોના વાઈરસના નવા લક્ષણો તરીકે માનવામાં આવી રહ્યા છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આપાયેલી માહિતી અનુસાર બધાં લોકોમાં આ લક્ષણો જુદા જુદા જોવા મળી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે મોટાભાગના લોકોને માઈલ્ડથી મોડરેટ બીમારી થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થયા વગર સ્વસ્થ પણ થઈ રહ્યા છે. રીતે આ લક્ષણો વ્યક્તિને વાઈરસથી સંક્રમિત થયાના 5-6 દિવસ પછી જોવા મળી રહ્યાં છે.

આ સિવાય કેટલાક એવાં પણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જ્યાં આ લક્ષણો 14 દિવસ સુધીનાં સમયમાં સામે આવે છે. હવે સવાલો થઈ રહ્યાં છે કે ફરી એકવખત કોરોના કેસિસ કેમ ઝડપથી વધી રહ્યા છે? જ્યારે આ અંગે વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગના સાથે વાત કરવામાં આવી તો તેમનાં જણાવ્યા પ્રમાણે દરેક વાઈરસ મ્યુટેટ થાય છે અને તેના નવા વેરિઅન્ટ સામે આવે છે. કોરોના વાઈરસમાં પણ આવું થઈ રહ્યું છે. જેથી ફરી એવખત આ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ યુકે અને બ્રાઝિલ જેવા કેટલાક સ્ટ્રેન ગંભીર છે અને તે ઝડપથી ફેલાય છે. ભારત સરકારના દ્વારા આ અંગે અપાયેલી માહિતી મુજબ આ સમયે દેશના 18 રાજ્યોમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યાં છે અને આ કેસોમાં ખતરનાક વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાં મળેલા ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન પણ સામેલ છે.

હાલમાં મહારાષ્ટ્રમાં જે કેસ સામે આવ્યા છે તેમાં વાઈરસમાં બે જગ્યાએ ફેરફાર થયા છે. તેનાથી તેની ટ્રાન્સમિશનની ક્ષમતા વધી તેવું જાણકારોનું કહેવું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોના વર્તનમાં પણ ફેરફાર આવ્યો છે. તેમને લાગી રહ્યું છે કે કોરોના વાઈરસ હવે ખતરનાક નથી રહ્યો, તેથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ ઘટી ગયો છે. ઘણાં જાહેર સ્થળોએ હવે નિયમોનું પાલન કર્યાં વગર લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો માસ્કને પણ નાકની નીચેની તરફ ખાલી લટકાડીને ફરી રહ્યાં છે. આ બધી બાબતો નવા કેસ સામે આવવામાં તેનું મહત્ત્વનું યોગદાન આપે છે.

image source

ભારતમાં નવા કેસિસને લઈને જે સ્ટડી થઈ છે તે મુજબ બદલાતા સ્ટ્રેનના કારણે લક્ષણ પણ બદલાઈ રહ્યા છે. હવે માત્ર તાવ, થાક અથવા શરદી ઉધરસ, સ્વાદ અને ગંઘ મહેસૂસ ન થવી એ જ કોરોનાનાં લક્ષણો નથી રહ્યા. આ સિવાય પણ ઘણાં નવા લક્ષણો સામે આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટના મુજબ જાણવાં મળ્યું હતું કે ગુજરાતમાં પણ ડૉક્ટરોએ આ નવા લક્ષણો જોયા છે જે ચિંતાનો વિષય છે.

જાણવા મળી રહ્યું છે કે બ્રાઝિલ અને કેન્ટના વેરિઅન્ટ્સ વધારે શક્તિશાળી છે અને તેના કારણે નવા પ્રકારના લક્ષણો સામે આવી રહ્યા છે. તેઓ મુખ્ય અંગો પર પણ હુમલો કરી રહ્યા છે. ભારતની હોસ્પિટલોમાં આ માટે કરવામાં આવેલા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે વાઈરસ માટે પોઝિટિવ આવેલા દર્દીઓમાં નવા લક્ષણો જોવા મળ્યા છે. આ નવા લક્ષણોમાં પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી અને શરદીની સાથે સ્નાયુઓનો દુખાવો, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન સમસ્યા, કમજોરી અને ભૂખ ઓછી લાગવી પણ સામેલ છે. જ્યારે ડૉક્ટર તાવ અને ઉધરસ જેવા સમાન્ય લક્ષણ ન હોવા છતાં પણ ટેસ્ટ કરાવા માટેની સલાહ આપે છે ત્યારે જોવા મળ્યું હતું કે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.

image source

સ્ટડીના અનુસાર, 7.6% ઈન્ફેક્ટેડ લોકોની સાંભળવાની ક્ષમતાને અસર થઈ છે.અતિશય કમજોરી અને થાકને કોરોના ઈન્ફેક્શનના શરૂઆતના લક્ષણો માનવામાં આવી રહ્યા છે. તે સાયટોકીન્સના કારણે થઈ શકે છે જે શરીરમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન પર રિએક્શન તરીકે ઈમ્યુન સિસ્ટમમાં બનવા લાગે છે. જ્યારે તમારું શરીર ઈન્ફેક્શનની સામે લડે છે ત્યારે તમને મહેસૂસ થશે કે તમારા શરીરની બધી એનર્જીને કોઈએ ખેંચી લીધી છે.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઘણા પ્રકારની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા પણ સામે આવી રહી છે. પહેલાની તુલનામાં તેની સંખ્યા વધી છે. પહેલા આ લક્ષણ દેખાતા નહોતાં પરંતુ હવે મોટાભાગના કેસમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, વાઈરસનો નવો સ્ટ્રેન ડાયજેસ્ટિવ સિસ્ટમને અસર કરી રહ્યો છે અને તેના કારણે ડાયેરિયા, પેટમાં દુખાવો, ઉબકા, અને ઊલટી જેવા લક્ષણો વધી રહ્યા છે. શરીરમાં જેમ જેમ વાઈરસનો લોડ વધે છે તેમ તેમ તે અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડે છે.

image source

આવી સ્થિતિમાં ડૉક્ટરોની સલાહ છે કે બેદરકારી ન રાખવી. કોઈપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવવો અને સમયસર સારવાર કરાવવાથી વાઈરસના લોડને વધતા અટકાવવો જોઈએ. આ સમયે સવાલો થઈ રહ્યાં છે કે ઈન્ફેક્શન વધારે ઘાતક થઈ રહ્યું છે એટલે સા કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. મોટાભાગના નવા કેસોમાં કોઈ ચોક્કસ લક્ષણો જ નથી. કેટલાકમાં માઈલ્ડથી મોડરેટ લક્ષણો છે. પરંતુ જે રીતે વાઈરસમાં ફેરફાર થઈ રહ્યો છે ઈન્ફેક્શનની ગંભીરતા પણ સામે આવી રહી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે પણ 1 એપ્રિલથી 45 વર્ષથી વધુની વય જૂથના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે. આ પહેલા, કોરોના ઈન્ફેક્શનનાં કારણે થતાં 90% મૃત્યુ આ વય જૂથમાં હતા. જ્યારે ડૉક્ટરોનું પણ કહેવું છે કે, વેક્સિન લીધી હોય કે ન લીધી હોય, લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ઓછો ન કરવો જોઈએ. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને વધતાં જતાં કેસોને ઘટાડવામાં ઘણી રાહત મળી શકે છે.

image source

આ અગાઉ યુકે અને અન્ય યુરોપના દેશોમાં ઈન્ફેક્શનની બીજી અને ત્રીજી લહેરમાં તાવ અથવા ઉધરસ સિવાયના પણ લક્ષણો, અસામાન્ય સંકેતો જોવા મળ્યાં હતાં. વાત કરવામાં આવે ચીનમાં આ અંગે થયેલી સ્ટડી માટેની તો તે મુજબ કન્ઝંક્ટિવાઇટિસ પણ કોવિડ-19 ઈન્ફેક્શનનું લક્ષણ છે. નવા સ્ટ્રેનના કારણે આંખોમાં લાલાશ, સોજો અને પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં ગત સપ્તાહમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર ઈન્ફેક્શન સાંભળવાની ક્ષમતાને કમજોર કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જે લોકોને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી છે તેમના માટે આ ઈન્ફેક્શન ઘાતક સાબિત થઈ શકે છે અને તેના કારણે હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના મુખ્ય શહેરોની હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે જગ્યા જ નથી. વધતાં જતાં કેસોની સાથે વેક્સિન ની પ્રક્રિયા પણ વધારે ઝડપથી થઈ રહી છે. આ સમયે લોકોનાં મનમાં મુંઝવણ છે કે વેક્સિનેશનનો કોઈ ફાયદો થઈ રહ્યો છે કે નહીં.

આ મુદ્દે નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ તેના ઘણા ફાયદા છે. કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં ઉપલબ્ધ બંને વેક્સિન (કોવેક્સિન અને કોવિશીલ્ડ)થી બની રહેલી એન્ટિબોડીને ચકમો આપીને ઈન્ફેક્ટ કરે છે. પરંતુ ત્યારબાદ પણ ઈન્ફેક્શનની શક્યતા નકારી શકાતી નથી. જો વેક્સિન લીધી હશે તો તે ઈન્ફેક્શનને ગંભીર સ્ટેજ સુધી પહોંચવા નહીં દે અને મૃત્યુને અટકાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!