2021 Yamaha Fascino 125 આ લાજવાબ અપડેટ બાદ આવી સામે, જાણી લો ફિચર્સથી લઇને તમામ માહિતી

યામાહા મોટર ઇન્ડિયા (Yamaha Motor India) એ ગત શુક્રવારે નવું Fascino 125 મોડલ રજૂ કર્યું છે. લેટેસ્ટ અપડેટ સાથે આ નવા સ્કુટરમાં અનેક ફેરફારો જોવા મળશે. નવા અપડેટેડ સ્કુટરમાં એકદમ નવો એક્સટિરિયર લુક આપવામાં આવ્યો છે. સાથે જ આ નવા સ્કુટરમાં ફ્રેશ કલર સ્કીમ પણ ઉપલબ્ધ છે. આકર્ષક લુક અને ડિઝાઇન ધરાવતા આ સ્કુટરમાં લેટેસ્ટ અપડેટ સાથે એક નવું અને દમદાર એન્જીન પણ આવ્યું છે.

પહેલા કરતા વધુ પાવરફુલ એન્જીન

image source

નવા Fascino 125 ને પાવર આપવા માટે કંપનીએ હાઈબ્રીડ ટેકનોલોજી ફીચર સાથે એક રિફ્રેશડ એન્જીન ઉપયોગ કર્યું છે. આ એન્જીન 8.6 bhp નો મેક્સિમમ પાવર અને 10.3 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. નોંધનીય છે કે આ સ્કુટરના હાલના મોડલમાં આ જ એન્જીન 8.4 bhp નો પાવર અને 9.7 Nm નો પિક ટોર્ક જનરેટ કરતું હતું. તેમાં એક સાયલન્ટ સ્ટાર્ટર પણ મળે છે જે તેના નામથી જ ખબર પડી જાય છે. આ સાયલન્ટ એન્જીન ઇગ્નિશનમાં મદદરૂપ થાય છે એટલે કે એન્જીન અવાજ કર્યા વિના જ સ્ટાર્ટ થઈ જાય છે. આ ફીચર્સ ભારતમાં ઉપલબ્ધ અમુક અન્ય 125 cc સેગમેન્ટ સ્કુટરોમાં પણ મળે છે.

નવા ફીચર્સ પણ છે

નવા 2021 Fascino 125 માં માત્ર એક્સટિરિયર લુકમાં જ બદલાવ નથી કરવામાં આવ્યો પરંતુ તેમાં અમુક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ ફિચર્સમાં ડીઝીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, પાવર આસિસ્ટ સાથે હાઈબ્રીડ ટેકનોલોજી એન્જીન, ડિસ્ક બ્રેક,બ્લુટુથ કનેક્ટિવિટી અને LED લાઇટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

image source

Fascino 125 સ્કૂટરના ડિસ્ક વેરીએન્ટમાં ત્રણ રંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં વિવિડ રેડ સ્પેશ્યલ, મેટ બ્લેક સ્પેશ્યલ અને કુલ બ્લુ મેટાલિક રંગનો સમાવેશ થાય છે. સાથે જ હાલના છ કલર વિકલ્પો ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, યેલો કોકટેલ, સિયાન બ્લુ, વિવિડ રેડ અને મેટાલિક બ્લેક પણ ઉપલબ્ધ હશે. જ્યારે સ્કૂટરના ડ્રમ વેરીએન્ટમાં ત્રણ રંગ વિવિડ રેડ, કુલ બ્લુ મેટાલિક અને યેલો કોકટેલ છે અને તેમાં હાલના ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, સિયાન બ્લુ અને મેટાલિક બ્લુ વિકલ્પો પણ મળશે.

બ્રેકીંગ

નવા Fascino 125 સ્કૂટરમાં પહેલાની જેમ ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોકર્સ આપવામાં આવ્યા છે જ્યારે રિયર સસ્પેન્શન માટે મોનોશોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેકીગ માટે સ્કૂટરના ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેકસ આપવામાં આવી છે અને સાથે CBS એટલે કે કોમ્બિ બ્રેકીંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ મુજબ આપવામાં આવ્યા છે.

image source

યામાહા મોટર ઇન્ડિયાએ હાલમાં તો Fascino 125 ની કિંમતનો ખુલાસો નથી કર્યો. એવી આશા છે કે સ્કૂટરના સત્તાવાર લોન્ચિંગ સમયે તેની કિંમત જાહેર કરવામાં આવશે. આગામી અમુક સપ્તાહમાં ભારતમાં તેનું વેંચાણ શરૂ કરવામાં આવશે તેવી આશા સેવાઇ રહી છે. 125 cc સેગમેન્ટમાં યામાહા Fascino 125 ની સ્પર્ધા સુઝુકી એક્સેસ 125, TVS NTorq 125 અને હોન્ડા એકટીવા 125 જેવા અન્ય સ્કુટરો સાથે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!