નવા વર્ષથી આ મોબાઈલમાં બંધ થઈ જશે Whatsapp, જાણો તમારો ફોન તો નથીને આ યાદીમાં

1 જાન્યુઆરીથી, એટલે કે આવતીકાલથી WhatsApp ઘણા ફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. જી હા, ક્યાંક તમારો ફોન પણ આ સૂચિમાં શામેલ નથી ને. રિપોર્ટ અનુસાર, iOS 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમની નીચેના સ્માર્ટફોન પર કામ કરનાર સ્માર્ટફોન કામ નહી કરે. જો તમારી પાસે આ વર્જનનો સ્માર્ટફોન છે, તો તમારે WhatsApp ચલાવવા માટે અપગ્રેડ કરવાની જરૂર છે. અપગ્રેડ પછી જ તમે તેનો ઉપયોગ કરી શકશો.

નોંધનિય છે કે દર વર્ષે કંપની પોતાની એપમાં ફેરફાર કરતી હોય છે. WhatsApp યૂઝર્સની પ્રાઈવેસીને પણ ધ્યાનમાં રાખતા સતત પોતાની એપમાં નવા ફીચર્સ જોડતી રહે છે. આ જ કારણ છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમને હવે સપોર્ટ નહીં કરે. તેના માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે અથવા તો યૂઝર્સે ડિવાઈસ અપગ્રેડ કરવું પડશે. મળતી વિગતો અનુસાર જૂના Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમવાળા ડિવાઈસીસમાં WhatsApp કામ નહીં કરે.

આ મોડેલમાં કામ નહીં કરે WhatsApp

image source

રિપોર્ટ અનુસાર, iPhone યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 અથવા તેનાથી ઉપરમાં અપગ્રેડ કરવાનું પડશે. જ્યારે Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઇન્સટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જ્યારે iPhone 4ના નીચેના મોડલ્સમાં પણ આ એપ કામ નહીં કરે. એપલના iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, અને iPhone 6S ને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 વડે અપડેટ કરવાના રહેશે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે iPhone 6S, 6 Plus, અને iPhone SE પહેલી જનરેશનના આઈફોન છે, જેને iOS 14 વડે અપડેટ કરી શકાય છે

image source

આ સિવાય જો એન્ડ્રોઇડ ફોનની વાત કરીએ તો, આ લિસ્ટમાં Android 4.0.3 વર્ઝનવાળા ફોન શામેલ છે. એટલે તે તમે આ વર્જનવાળા ફોનમાં WhatsApp ચલાવી શકશો નહીં. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડેલ સામેલ છે.

આ રીતે ચેક કરો તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ

image source

સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ ફોનના સેટિંગ્સમાં જાય અને ત્યાર બાદ જનરલ પર જેપ કરો. ત્યાર બાદ About પર ટેપ કરીને તમારા સોફ્ટવેરનું વર્ઝન ચેક કરી શકો છો. Android યૂઝર્સ પોતોના ફોનના સેટિંગ્સમાં જઈને About Phone પર ટેપ કરીને પોતાના Android વર્ઝનને ચેક કરી શકે છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ વર્ઝન ઇન્સ્ટોરલ છે તો તમારા ડિવાઇસમાં WhatsApp આવતી કાલથી એટલે કે 1 જાન્યુઆરીથી કામ નહીં કરે.

એન્ડ્રોયડની સેટિંગ પર જવાનું રહેશે

image source

આવા એન્ડ્રોયડ ફોન જે Android 4.0.3 પર કામ કરતા નથી. તે ડિવાઈસ પર વોટ્સએપ ચાલશે નહી. તેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ સામેલ છે. જો તમે નથી જાણતા કે, તમારો ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, તો એ જાણવાની રીત ખૂબ જ સરળ છે. તે માટે તમારે પોતાના આઈફોન અથવા એન્ડ્રોયડની સેટિંગ પર જવાનું હશે.

  • જો તમે iPhone યૂઝર છે. તે માટે સૌ પ્રથમ Settings પર જાઓ.
  • ફરી General પર ટેપ કરો.
  • Information પર જવા પર તમારે પોતાના આઈફોનના સોફ્ટવેયરની માહિતી મળી જશે.

ફોન અપડેટ કરો

image source

આ પ્રકારે Android યૂઝરને સૌપ્રથમ Setting પર જવાનું રહેશે. અહીંયા About Phone માં જઈને યૂઝર ફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશે. જેમની પાસે ફોનને અપડેટ કરવાનો ઓપ્શન છે. તે તરત લેટેસ્ટ સોફ્ટવેયરથી અપડેટ કરી લો. તો જે યૂઝર્સની પાસે ફોન અપડેટ કરવાનો ઓપ્શન નથી, તેમને વોટ્સએપ વપરાશ કરવા માટે નવા ફોન ખરીદવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત