આટલા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે નવાઝુદ્દીન સિદ્દીકી, આ કારમાં કરે છે સવારી

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી આવીને તેણે મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા માટે સખત સંઘર્ષ કર્યો. પરંતુ અત્યારે તે એક સફળ અભિનેતા છે અને તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ અને ઘણી લક્ઝરી કાર છે.

image socure

એક રિપોર્ટ અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીની પાસે 96 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેણે મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ પણ ખરીદ્યું છે, જેનું નામ તેણે નવાબ રાખ્યું છે. નવાઝુદ્દીનનું આ ડ્રીમ હોમ મુંબઈના યારી રોડ પર આવેલું છે. તેને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સાચું કહું તો મેં ક્યારેય એવું પ્લાનિંગ કર્યું ન હતું કે મારે ઘર જોઈએ છે. હું ઘર હોવું જ જોઈએ એ કોન્સેપટમાં માનતો ન હતો.

કોઈએ મને પ્લોટ બતાવ્યો તેથી મેં વિચાર્યું કે ચાલો બનાવીએ શુ ફરક પડે છે. તેણે કહ્યું કે આ ઘર બનાવવા પાછળ ઘણી મહેનત કરવામાં આવી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની માસિક આવક 1 કરોડ રૂપિયાની આસપાસ છે. તેણે વર્ષ 2017માં એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું જેની કિંમત 12.8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે જેમાં મર્સિડીઝ બેન્ચ, BMW અને Audi સામેલ છે.

image socure

તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીને તાજેતરમાં સુધીર મિશ્રાની સીરિઝ ‘સીરીયસ મેન’માં તેના અભિનય માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો. જે બાદ આ દિવસોમાં તે કંગના રનૌત દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ સાઈ કબીરના નિર્દેશનમાં બની છે. જેમાં અવનીત કૌર નવાઝુદ્દીન સાથે જોવા મળશે. આ સિવાય આગામી સમયમાં તે ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘હીરોપંતી 2’માં પણ જોવા મળશે, આ ફિલ્મમાં તેનો રોલ નેગેટિવ હશે.

લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ નવાઝ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેની પાછળનું કારણ ખુદ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેને સ્ટારડમ અને ગ્લેમરની દુનિયા પસંદ નથી. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈવેન્ટ્સ કે પાર્ટીઓમાં જવા કરતાં સામાન્ય લોકોની વચ્ચે રહેવું વધુ ગમે છે.

image socure

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા નવાઝે કહ્યું હતું કે તે એક પેટ્રોકેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં તેને મહિને બે હજાર રૂપિયા મળતા હતા. તેની માતાએ તેના અભ્યાસ માટે તેના દાગીના ગીરો રાખ્યા હતા. તેમને પાછા લાવવા માટે તેણે પોતાનો બે મહિનાનો પગાર જમા કરાવ્યો હતો. આ પછી તે 4000 રૂપિયા લઈને તેના ગામ ગયો અને પૈસા ચૂકવ્યા બાદ તેણે તેની માતાના દાગીના પરત લઈ લીધા.