યુક્રેનના યુદ્ધમાં મોતને ભેટેલા ભારતીય વિદ્યાર્થી નવીનના પિતાની વિનંતી, કહ્યું- પુત્રએ જીવ તો ગુમાવ્યો પણ મૃતદેહ તો આપી દો

રશિયા હવે યુક્રેનમાં કર્ણાટકના મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાના મોતની તપાસ કરશે. રશિયાના નામાંકિત રાજદૂત ડેનિસ અલીપોવે બુધવારે આ વાત કહી. અલીપોવના જણાવ્યા અનુસાર- દુર્ઘટનાને કારણે નવીનના મૃત્યુ પર હું તેના પરિવાર અને સમગ્ર ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. રશિયા વિવાદિત ક્ષેત્રમાં ભારતીયોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરશે અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે.

પિતાની અપીલ – પુત્રનો મૃતદેહ જલ્દી મેળવો

image source

અગાઉ, નવીનના પિતા શેખરપ્પાએ પીએમ મોદી અને સીએમ બોમાઈને તેમના પુત્રના મૃતદેહને વહેલી તકે દેશમાં લાવવા વિનંતી કરી હતી. ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં 4થા વર્ષનો વિદ્યાર્થી 21 વર્ષીય નવીન મંગળવારે રશિયન ગોળીબારમાં માર્યો ગયો હતો. મિત્રોના કહેવા મુજબ તે ખાવાનું લેવા ગયો હતો.

શેખરપ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું- “એક દિવસ પહેલા સવારે 10 વાગે નવીનનો ફોન આવ્યો કે તે નાસ્તો કર્યા પછી ફોન કરશે. તે પછી અમે વાત કરી ન હતી. અમે તેને સવારે ઘણી વાર ફોન કર્યો પરંતુ તેનો ફોન વાગતો રહ્યો પણ ઉપાડ્યો નહિ. સાંજે 4 વાગ્યે, અમને વિદેશ મંત્રાલયનો ફોન આવ્યો અને ફરીથી 4:30 વાગ્યે PM મોદીનો ફોન આવ્યો અને તેમની પાસેથી પુત્રના સમાચાર મળ્યા. મેં દરેકને મારા પુત્રના મૃતદેહને વહેલામાં વહેલી તકે પરત લાવવા વિનંતી કરી છે. ”

ખાર્કિવ યુનિવર્સિટીએ જીવ જોખમમાં મૂક્યો

image source

નવીન દિવસમાં ઘણી વખત તેના પિતા સાથે ફોન પર વાત કરતો હતો. યુદ્ધની સંભાવના વચ્ચે તેણે કહ્યું હતુ કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રજાઓ જાહેર કરવા વિનંતી કરી હતી જેથી તેઓ બધા પોતાને દેશ પાછા ફરવાનું પ્લાનિંગ બનાવી શકે છે. પરંતુ યુનિવર્સિટીએ તેમની અપીલ ફગાવી દીધી અને કહ્યું કે યુદ્ધ થશે નહીં. જેથી તેઓને બળજબરીથી રોરવામાં આવ્યા હતા. તેમની પાસે ખોરાક-પાણીની પણ અછત હતી. અમારા બાળકો સરહદથી 2000 કિમી દૂર હતા, અમે દૂતાવાસમાં વાત કરી. માતા-પિતા પણ તેમના વતી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કંઈ થયું નહીં અને મેં મારો પુત્ર ગુમાવ્યો. ​​​​​​​નવીનના પિતાના જણાવ્યા મુજબ, નવીને પ્રી-યુનિવર્સિટી કોર્સ (PUC)માં 97% ગુણ મેળવ્યા હતા. આમ છતાં તેને રાજ્યમાં મેડિકલ સીટ મળી શકી નથી. સીટ મેળવવા માટે કરોડો રુપિયા આપવા પડે છે. એટલા માટે વિદ્યાર્થીઓ ઓછા પૈસા ખર્ચીને વિદેશમાં શિક્ષણ મેળવી રહ્યા છે.