Site icon News Gujarat

નવી ગાઇડલાઇન, મોલ, રેસ્ટોરાં, ઓફિસ અને ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે 8 જૂનથી, ખાસ રાખજો આ સાવચેતી

8 જૂનથી અનલોક પ્રભાવી: મોલ, રેસ્તરાં, ઓફિસ અથવા ધાર્મિક સ્થળ પર જાવ ત્યારે આ સાવચેતીઓ રાખવી પડશે.

– કોરોનાના લક્ષણો નહિ હોય એવા લોકોને જ કચેરીઓમાં આવવાની મંજુરી

– ધાર્મિક સ્થળે હાથ સેનીટાઈઝ કરવાનું તેમજ આવનારનું થર્મલ સ્ક્રિનિંગ જરૂરી રહેશે.

– રેસ્તરાંમાં શક્ય હોય ત્યાં સુધી હોમ ડીલીવરીને પ્રોત્સાહન અપાય, ડીલીવરી પેકેટ દરવાજે મુકવું હેન્ડ ટુ હેન્ડ આપવું નહી.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારના દિવસે ૮ જુન પછી પ્રભાવી થનાર અનલોક દરમિયાન કામકાજને ધ્યાનમાં લઇ માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા અનુસાર ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી ઉપરની વયના લોકો કે જેમને પેલાથી જ ગંભીર રોગ અથવા સમસ્યાઓ છે તેઓ કામ પર જવાનું ટાળે. દરેકે દરેક વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સાફ-સફાઇ તેમજ નિયમિત સેનિટાઇઝેશન અંગેની બાબતો પણ માર્ગદર્શિકામાં કહેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગદર્શિકામાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

કચેરીઓ માટે માર્ગદર્શિકાઓ આ પ્રમાણે છે.

image source

• કચેરીઓ અને ઓફિસોમાં પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર ડિસ્પેન્સર રાખવું જરૂરી જ્યાં સેનીટાઈઝ સાથે થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામા આવે.

• એવા લોકોને જ કચેરીઓમાં કામ કરવાની છૂટ જેમનામાં કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાતા નથી.

• કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા સ્ટાફ માટે ખાસ કંપનીના જવાબદાર વ્યક્તિને જાન કરવી પડશે. એ વ્યક્તિને ત્યાં સુધી ઓફીસ આવવાની પરવાનગી આપવી નહી, ત્યાં સુધી જ્યાં સુધી કન્ટેનમેન્ટ ઝોનને ડિનોટિફાય કરી દેવામાં ન આવે.

image source

• ડ્રાઇવરોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંબંધિત દરેક નિયમોનું પાલન કરવાનું રહેશે. કચેરીના અધિકારીઓ, ટ્રાન્સપોર્ટ સેવા આપનારા લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે કે એવા ડ્રાયવરને ગાડી ચલાવવા ન આપે જે કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે.

• દરેક વાહનની અંદર, તેના દરવાજાઓ, સ્ટિયરિગ, તેમજ ચાવીઓને પણ ઉપયોગમાં લેતા પહેલા સંપૂર્ણ પણે સેનીટાઈઝ કરવું જરૂરી. આ બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે.

• ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારીઓ અને જે લોકો પહેલાથી બીમારીના શિકાર છે એવા કર્મચારીનું ખાસ ધ્યાન રાખો. એવા લોકોને એવા કામ ન આપો જેનાથી તેઓ લોકોના સંપર્કમાં સીધા જ આવે. શક્ય હોય ત્યાં સુધી ઓફીસ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપો.

image source

• ઓફિસમાં કામકાજ કરવા માટે માત્ર એ લોકોને જ મંજૂરી આપવામા આવે, જેમણે ચહેરા પર માસ્ક પહેર્યું હોય. ઓફિસમાં કામ કરતી વખતે સરકારી ધારાધોરણો પ્રમાણેનું માસ્ક પહેરવુ જરૂરી છે.

• વર્તમાન સ્થિતિને જોતા ઓફિસમાં આવનારા મુલાકાતીઓની એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામા આવે. માત્ર સત્તાવાર વ્યક્તિની મંજૂરી સાથે અને કયા અધિકારીને મળવુ છે તેની જાણકારી આપ્યા બાદ જ વિઝિટરને અંદર પ્રવેશની મંજૂરી આપવામા આવે. જો કે ચેકિંગ અને સેનીટાઈજ કરવાનું રહેશે.

• જેટલું બની શકે તેટલું વિડીયો કોન્ફરન્સિંગથી જ મીટીંગ કરવામા આવે.

image source

• ઓફિસમાં પણ સાવચેતીના પોસ્ટર, હોર્ડિંગ તેમજ નીતીનીયામો અલગ અલગ જગ્યાએ લગાડવામા આવે.

ધાર્મિક સ્થળો માટે માર્ગદર્શિકાઓ આ પ્રમાણે છે

• ધાર્મિક સ્થળો પર એક જ જગ્યાએ એકથી વધારે લોકોને ભેગા થવાની મંજુરી આપવી નહી. આ સ્થળો પર આવનારા લોકો લોકો ભેગા ન થાય તેમજ દરેક એકબીજા સાથે ઓછામા ઓછું 6 ફુટનું અંતર જાળવે.

• ધાર્મિક સ્થળના પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઇઝ કરવાની તેમજ આવશ્યક થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે.

image source

• જે લોકોમાં કોરોનાના લક્ષણો ન હોય એમને જ પ્રવેશ આપવામા આવે. સંભવિત કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને બહાર જ રોકી લેવામાં આવે.

• દરેક વખતે ફેસ માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક પહેરેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

• કોવિડ-19 અને સાવચેતી સાથે જોડાયેલી માહિતી વાળા પોસ્ટર, બેનર ધાર્મિક સ્થળના પરિસરમાં લગાવવા પડશે. શક્ય હોય તો વીડિયો પણ પ્લે કરવાનો રહેશે.

• હોદ્દેદારો પ્રયત્ન કરે કે એક સાથે વધારે લોકો ન પ્રવેશ કરે, ભાવિકોને અલગ અલગ રાખવાનો પ્રયત્ન કરો.

image source

• બૂટ, ચપ્પલ વગેરે શ્રદ્ધાળુઓએ આપમેળે જ ગાડીમાં ઉતારવાના રહેશે અથવા એવી વ્યવસ્થા ન હોય તો પરિસરથી દૂર એને પોતાની દેખરેખમાં રાખો.

રેસ્તરાં/હોટેલ માટે માર્ગદર્શિકાઓ આ પ્રમાણે છે

• કન્ટેનમેન્ટ ઝોનમાં રેસ્તરાં સંપૂર્ણ પણે બંધ જ રહેશે.

• રેસ્તરાંમાં રૂબરૂ જમવા આવવાના સ્થાને હોમ ડિલીવરીની વ્યવસ્થાને પ્રાત્સાહન આપવું. તેમ જ ડીલીવરી ઘરના દરવાજે મુકીને જ કરવી, કોઈ ડીલીવરી હેન્ડ ટુ હેન્ડ કરવી નહિ.

image source

• સંસ્થા દ્વારા હોમ ડિલીવરી પર જતા દરેક કર્મચારીની થર્મલ સ્ક્રિનીંગ કરવામા આવે.

• દરેક રેસ્તરાંના ગેટ પર હાથને સેનિટાઇઝ તેમજ થર્મલ સ્ક્રિનિંગ થાય એવી વ્યવસ્થા કરવી જોઇએ.

• રેસ્તરાંમાં માત્ર કોરોના લક્ષણ સિવાયના સ્ટાફ અને ગ્રાહકોને જ પ્રવેશ આપવાનો રહેશે.

• આવશ્યક છે કે કર્મચારીને પણ માસ્ક લગાવીને અથવા ફેસ કવર કરીને જ અંદર એન્ટ્રી આપવામા આવે અને તે કામ દરમિયાન પણ માસ્કને પહેરી રાખે.

image source

• કોરોના અંગેના પોસ્ટર દેખાય એમ લગાવવા જરૂરી.

• રેસ્તરામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું સાવચેતી પૂર્વક ધ્યાન રાખીને જ સ્ટાફને બોલાવવામા આવે.

• હાઇ રિસ્ક ધરાવતા કર્મચારીઓ બાબતે ખાસ ધ્યાન રાખવામા આવે. એવા લોકોને કામ કરાવતા ધ્યાન રાખવું કે તે વધુ લોકોના સંપર્કમાં ન આવે. શક્ય હોય ત્યાં સુધી કર્મચારીને વર્ક ફ્રોમ હોમ સુવિધા ઉપલબ્ધ કરાવે.

• રેસ્તરાં વાળો વિસ્તાર, પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામા આવે.

image source

• જો ગ્રાહકોની સંખ્યા ક્ષમતા કરતા વધુ હોય તો તેમને વેઇટિંગ એરિયામા જ બેસાડવામા આવે.

• વોલેટ પાર્કિંગમાં કા કરતા સ્ટાફે પણ માસ્ક, અને ગ્લવ્ઝ પહેરવા આવશ્યક. આ સિવાય પાર્કિંગ બાદ કારના સ્ટિયરિંગ તેમજ દરવાજાના હેન્ડલને પણ સેનિટાઇઝ કરવાનું રહેશે.

• રેસ્તરાં વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. આ માર્કિંગ મુજબ લોકો નિર્ધારિત 6 ફુટના અંતર સુધી લાઇનમાં ઉભા રહી શકે.

• ગ્રાહકોના આવવા તેમજ પાછા જવા માટે દરવાજા અલગ હોવા જોઇએ.

image source

• રેસ્તરામાં ભોજન આપવા ડિસ્પોઝેબલ ડીશનો પ્રયોગ કરી શકાય. તેમજ હાથ ધોવા માટે ટુવાલની જગ્યાએ સારી ગુણવત્તાના નેપકિનનો ઉપયોગ કરવો હિતાવહ છે.

• રેસ્તરાંના ટેબલો વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે. રેસ્તરામાં 50 ટકા સિટીંગ કેપેસિટીથી વધુ લોકોને એકસાથે બેસાડીને જમાડવા જોઈએ નહિ.

• ગ્રાહક અને રેસ્તરાં બફેટ સર્વિસ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનું ખાસ ધ્યાન રાખે.

image source

• એલિવેટર્સમાં એકસાથે વધુ સંભવિત લોકોના આવવા જવા પર પ્રતિબંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version