માર્કેટમાં આવી ગયો છે નવો મેગા ફોન, સતત બે દિવસ સુધી વિડીયો જોયા કરશો તો પણ ચાર્જ કરવાની જરૂર નહિ પડે

આજના સમયમાં મોબાઈલની લત લોકોને એટલી હદ સુધી લાગી ચુકી છે કે લોકોને મોબાઈલ વગર હવે ચાલતું જ નથી. કારણ કે હાલના સમયમાં સૌથી વધારે જરૂરિયાત લોકોને મોબાઈલની છે. જો કે મોબાઈલના વધતા ઉપયોગ સાથે જાણે કે મોબાઈલમાં બેટરીની લાઈફમાં સતત ઘટાડો થયો છે. હવે આપણે મોટી અને લાંબી બેટરી વાળા ફોન શોધવા લાગ્યા છીએ. જેનું મુખ્ય કારણ છે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ. હાલના સમયમાં આ જરૂરીયાતને પગલે બજારમાં ૪૦૦૦ થી લઈને ૬૦૦૦ એમએએચ સુધીની બેટરી વાળા મોબાઈલ મળી રહે છે. અને આપણે જાણીએ છીએ કે આ સ્માર્ટ ફોનની બેટરી એક અથવા બે દિવસ સુધી ચાલે છે.

આ મોબાઈલની બેટરી ૧૮૦૦૦ એમએએચ છે

image source

આપણે બધા જ સામાન્ય રીતે મોબાઈલની બેટરીની સમસ્યાથી એટલા પરેશાન થઇ ચુક્યા છીએ કે ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે મોબાઈલમાં બે ચાર સુવિધા ઓછી હોય તો ચાલે પણ બેટરી વધુ સમય ચાલવી જોઈએ અથવા મોબાઈલ થોડો વધુ જાડો હોય તો ચાલે, પણ બેટરીનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ. જો કે બેટરીના આ વિચારને એનરજાઈઝર કંપનીએ ઘણો જ ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લીધો છે. આ કંપનીએ હાલમાં જ એક નવું મોડેલ લોન્ચ કર્યું છે જેનું નામ ‘એનરજાઈઝર પાવર પી૧૮ના પોપ અપ ફોન’ છે. આ મોબાઈલની બેટરી ૧૮૦૦૦ એમએએચ છે.

૬ જીબી રેમ અને ૧૨૮ જીબીની મેમેરી છે

જો આ મોબાઈલને જોઈએ તો સાઈઝમાં ઘણો જાડો દેખાય છે. પહેલી વાર જોઇને તો એવું જ લાગે કે તમે કોઈ પાવરબેંકને લઈને ચાલી રહ્યા છો. જાણે કે પાવરબેન્કને જ મોબાઈલ બનાવ્યો હોય. આ મોબાઈલની ખાસિયત નીચે પ્રમાણે છે.

image source

આ મોબાઈલમાં તમને ૬.૨ ઈંચની મોટી ડિસ્પ્લે મળે છે. આ સાથે જ આ મોબાઈલમાં પોપ અપ કેમેરો પણ આવે છે. આ પોપ અપમા બે કેમેરા લાગેલા છે. જેમાંથી એક કેમેરો ૧૬ મેગાપિક્સલનો છે અને બીજો કેમેરો ૨ મેગાપિક્સલનો છે. આ મોબાઈલનું પ્રોસેસર મીડીયાટેકની P70 પ્રોસેસર પ્રકારનું છે. આ મોબાઈલમાં ટ્રીપલ રીયર કેમેરાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જે ૧૨ + ૫ + ૨ મેગાપિક્સલ છે. આ સિવાય મોબાઈલ સ્ટોરેજ બાબતે મોબાઈલમાં ૬ જીબી રેમ અને ૧૨૮ જીબીની ઇન્ટરનલ મેમરી સામેલ છે, તેમજ આ મોબાઈલ એન્ડ્રોઇડ ૯ પાઈ પર આધારિત છે. હાલમાં કંપની દ્વારા આ મોબાઈલની કિંમત ૩૮૪૦૦ રાખવામાં આવી છે.

એક વાર ચાર્જ કરીને ૫૦ દિવસ ચલાવી શકાય

image source

ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફોનની બેટરી લાઈફ ઘણી સારી છે. આ મોબાઈલ ફોનને એક વાર ચાર્જ કર્યા પછી લગભગ ૫૦ દિવસ સુધી ચલાવી શકાય છે. આ મોબાઈલમાં સતત ૨ દિવસ સુધી વિડીયો જોઈ શકાય છે. આ સાથે જ આ મોબાઈલમાં સતત ૧૦૦ કલાક સુધીનું બેટરી બેકપ પણ સામેલ છે. એટલે કે સામાન્ય ફોન કરતા આ મોબાઈલની બેટરી ઘણી વધારે ક્ષમતા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત