Site icon News Gujarat

ખેલૈયા અને આયોજકોને સરકારએ આપ્યા સંકેત, નવરાત્રી ચાહકો ખાસ

રાજ્યમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. તેવામાં રાજ્યમાં નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યેા નથી. આ કારણે ગરબાના સંચાલકોની હાલત કફોડી થઈ છે. આ મુદ્દે સંચાલકો અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી ચુક્યા છે. તેવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેલૈયાઓને સારા સમાચાર આપ્યા છે.

image source

અગાઉ સરકાર સમક્ષ સંચાલકોએ ખાત્રી આપી હતી કે સરકાર મંજૂરી આપે તો રાજ્યમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિનું આયોજન થશે. નવરાત્રિનું આયોજન જરૂરી છે કારણ કે આ ક્ષેત્ર સાથે અનેક લોકોની રોજગારી જોડાયેલી છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નિતીભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર નવરાત્રિ અંગે નિર્ણય લેવા વિચારણા કરી રહી છે.

image source

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર શક્ય તેટલી રાહતો સાથે ગરબાના આયોજનની મંજૂરી આપી શકાય તેમ છે કે નહીં તેના પર વિચાર કરી રહી છે. આ અંગે ટુંક સમયમાં સરકાર નિર્ણય જાહેર કરી શકે છે.

image source

નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી રાજ્યમાં નવરાત્રિનું આયોજન કરતાં આયોજકો, ખેલૈયાઓમાં આશા જન્મી છે. જો કે હાલની સ્થિતિમાં જ્યારે દરેક મહાનગરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં કઈ રીતે છૂટછાટ સરકાર આપશે તે વિચારવાની વાત છે.

image source

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં લાગુ કરવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં 21 સપ્ટેમ્બરથી સાંસ્કૃતિ કાર્યક્રમો 100 લોકો સાથે કરવાની અને અન્ય કેટલીક છૂટ આપવામાં આવી છે તેવામાં શક્ય છે કે આગામી માસની નવી ગાઈડલાઈનમાં સરકાર કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ નિર્ણય કરે. હવે આ નિર્ણય શું હશે તે તો સરકારની સત્તાવાર જાહેરાત પછી જ જાણી શકાશે. પરંતુ હાલ તો ખેલૈયાઓને હૈયાધારણ મળી છે કે નવરાત્રિ થવાની શક્યતાઓ છે ખરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version