નવરાત્રિ માટે આ રાજ્યે જાહેર કરી ગાઇડલાઇન, માતાજીની મૂર્તિ માટે પણ…જાણી લો આ નિયમો નહિં તો…

રાજ્ય સરકારે જાહેર કરી નવરાત્રી માટેની ગાઇડલાઇન – માતાજીની મૂર્તિ માટે આ નિયમો લાગુ પાડવામા આવ્યા

કોરોના મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કવરામાં નથી આવી રહ્યું. અને સાથે સાથે પાર્ટી પ્લોટ કે પછી ક્લબ્સમાં નવરાત્રી દરમિયાન આયોજિત થતાં ગરબા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માટે આ વર્ષના અન્ય તહેવારની જેમ આ નવરાત્રીની ઉજવણી પણ ધામધૂમથી નહીં થઈ શકે. જો કે આ અંગે મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્ય માટે કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોરોના વાયરસના કારણે જે મહામારી ફેલાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ ગાઇડલાઇન્સ બનાવી છે જેનું અહીંના લોકોએ પાલન કરવાનું રહેશે.

image source

મહારાષ્ટ્ ગૃહ વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે માતાજીની મૂર્તિઓ બે ફૂટ સુધીની જ ઉંચાઈની હોવી જોઈશે, તેથી ઉંચી મૂર્તિની પરવાનગી નથી. તો વળી માતાજીના પંડાળની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટ સુધીની જ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે.

મહારાષ્ટ્ર ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામા આવેલી આ માર્ગદર્શિકાનું લોકોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.

દાંડિયા રાસ પર મૂકવામા આવ્યો પ્રતિબંધ

image source

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી ઘણી વધારે છે અને અહીં ભવ્ય રીતે દર વર્ષે ગરબાનું આયોજન સોસાયટીઓ તેમજ પાર્ટીપ્લોટ્સમાં થતું હોય છે. પણ આ વર્ષે આવા કોઈ પણ કાર્યક્રમો યોજના પર મહારાષ્ટ્ર ગૃહવિભાગે પ્રતિબંધ મુક્યો છે. આજથી અનલોક 4ની મર્યાદાઓ પૂરી થઈ રહી છે. માટે હવે લોકો અનલોક 5ની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં માતાજીના પંડાળ માટે મંજૂરી અપાઈ

image source

ગુજરાત સાથે બંગાળમાં પણ શારદીય નવરાત્રીની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવે છે. અહીં દર વર્ષે નવરાત્રી પર ભવ્ય પંડાળો સ્થાપવામા આવે છે. અને આ વર્ષે પણ મમતા બેનર્જીએ પંડાળો સ્થાપવાની મંજુરી આપી છે. જો કે તે અંગે કેટલાક નિયમો પણ જાહેર કરાયા છે જેમ કે પંડાળો બંધ નહીં પણ ચારે તરફથી ખુલ્લા હોવા જોઈએ, પંડાળમાં હાજર પુજારી, વ્યવસ્થાપકો તેમજ ભક્તોએ માસ્ક ફરજિયાત પણે પહેરવા, તેમજ પંડાળમાં સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવાની રહેશે. અને સાથે સાથે એવી પણ કડક સુચના આપવામા આવી છે એક પંડાળમા એક સાથે 100થી વધારે લોકો હાજર નહીં રહી શકે.

17મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ

image source

શારદીય નવરાત્રીનો પ્રારંભ 17મી ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. હાલ આસો અધિક મહિનો ચાલી રહ્યો છે. અધિક મહિનો પુરો થતાં જ નવરાત્રીનો પ્રારંભ થશે. 17 ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધી નવરાત્રી રહેશે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે નવરાત્રીનો તહેવાર ઝાંખો રહેશે. જો કે નવી ગાઇડલાઈન પ્રમાણે કોઈ પણ કાર્યક્રમમાં 100થી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં પણ 100 સુધીની સંખ્યાને મંજૂરીર અપાઈ છે. તો આ રીતે જોવા જઈએ તો નાના-નાના શેરીગરબાનું તો આયોજન થઈ શકે છે. જો કે આ બાબતે કોઈ જ સ્પષ્ટતા ગુજરાત સરકાર તરફથી કરવામા આવી નથી. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગત રસ લઈ રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ગુજરાતના દરેક શહેરોમાં નવરાત્રિ દરમિયાન ભવ્ય આયોજનો કરવામાં આવે છે. પણ આ વર્ષે તે બધા જ સંચાલકોએ ગરબા મહોત્સવો રદ કર્યા છે જેની તેમણે જાહેરાત પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત