પાર્ટી પ્લોટને નવરાત્રિની નહીં મળે મંજૂરી, જાણો શેરી ગરબા અંગે શું કહ્યું નીતિન પટેલે…

રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. એવામાં એક નાની ભુલ પણ લોકોને ભારે પડી શકે તેમ છે. સૌથી મોટો પ્રશ્ન નવરાત્રિના આયોજનને લઈને છે. ઘણા લોકો રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર નિર્ણય બાદ નક્કી થશે કે આ વર્ષ નવરાત્રિમાં ગરબા રમવાની છૂટ મળેશે કે કેમ. તો આ અંગે નીતિન પટેલે એક સ્પષ્ટતા કરી છે.

કેબિનેટ બેઠક મળી

image source

આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ઘણી મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પટેલે કહ્યું હતું કે આજની બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાનો કોર્ટે જે નિર્ણય કર્યો છે તે અંગે જાણીને ખુશી થઈ છે. નીતિન પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રિ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે ‘આજે ભારત સરકાર દ્વારા અનલૉકની નવી ગાઇડલાઇન જાહેર થશે.

image source

હાલ મહામારીના સમયમાં ગરબાનું આયોજન આ બેલ મુજે માર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે ત્યારે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના નિવેદનમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરી અને તેમાં કેટલી છૂટ આપવી જોઈએ તે નિર્ણય કરશે. આ વર્ષે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્યું હતું કે અમદાવાદમાં યોજાતા રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.

પાર્ટી પ્લોટનાં આયોજન માટે સરકાર તરફથી મંજૂરી નહીં મળે

image source

નવરાત્રિ અંગે નિતિન પટેલે સ્પષ્ટતા કરી દીધી છે. નીતિન પટેલે ઉમેર્યુ કે આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ.’

શેરી ગરબા અંગે બાદમાં નિર્ણય લેવાશે

image source

નીતિન પટેલે ઉમેર્યુ કે ‘મોટા આયોજનો શક્ય નથી ત્યારે લોકો માતાજીની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય નિર્ણય કરીશું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત