કેનેડામાં નાયગ્રા ફોલ પર ઉજવી રહ્યો હતો બર્થ-ડે અને થયુ કરુણ મોત, ભરૂચનો છે આ યુવાન

કેનેડામાં નાયગ્રા ફોલ પર ઉજવી રહ્યો હતો બર્થ-ડે, ભરૂચના યુવાનનું પાણીમાં ડૂબી જતાં થયું મૃત્યુ

image source

જીવનમાં ઘણી વખત અજાણતા જ આપણે જીવનને મોટી મુશ્કેલીઓમાં ધકેલી દેતા હોઈએ છીએ. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી આપણા માટે ખુશીઓ ઉજવવાનો પર્યાય બની રહેતો હોય છે. આમ તો સામાન્ય રીતે જીવનમાં ખુશીઓ ઉજવવા માટે આપણે કોઈ પ્રસંગ પર આશ્રિત રહેવાની જરૂર જ નથી. છતાં આપણે જીવનમાંથી ઓછા થતા એક વર્ષની ઉજવણી જન્મદિવસના રૂપે કરીએ છીએ. પણ જો આ ઉજવણી જ આપણા ઘરવાળાના જીવનનું દુખ બની જાય તો.

image source

સામાન્ય રીતે આપણો જન્મદિવસ ઉજવવા માટે આપણે સૌ આતુર હોઈએ છીએ. આપણે બધા જ થઇ શકે એટલો આપણા જન્મદિવસને ખાસ દિવસ તરીકે ઉજવવા પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ કેનેડામાં રહેતાં ભરૂચનાં એક યુવકને એનો પોતાનો જ જન્મદિવસ ઉજવવો ભારે પડી ગયો હતો. કેનેડામાં રહેતો આ યુવાન નાયગ્રા ફોલ ખાતે બર્થ ડે ઉજવણી કરવા ગયો હતો, આ દરમિયાન આ યુવાન ઉજવણી સમયે જ અચાનકથી પાણીમાં ડૂબી જવાથી એનું મોત નિપજ્યું હતું.

image source

મૂળ ભરૂચની પ્રેસિડેન્ટ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર સિરાજ નબીપુરાવાલા કેનેડાની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે કેનેડાના નાયગ્રા વોટર ફોલ પાસે સમીર અને તેના મિત્રો જન્મદિવસની ઉજવણી માટે ભેગા થયા હતા. જન્મદિવસની ઉજવણી દરમિયાન જ સમીર અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. અને નાયગ્રા ફોલના પાણીમાં ડૂબવાથી સમીરનું મૃત્યુ એના જ જન્મદિવસના દિવસે થયું હતું.

image source

ઉલ્લેખનીય છે કે આ ઘટના કેનેડામાં ઘટી હતી. જ્યારે સમીર પોતાના મિત્રો સાથે નાયગ્રા ફોલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો. જન્મદિવસની ઉજવણી દરમિયાન સમીર ખુબ જ ખુશ હતો અને મિત્રો સાથે આનંદ કરી રહ્યો હતો. એવા સમયે અચાનક તે પાણીમાં પડી ગયો હતો, અને જોત જોતામાં તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. કિનારા પર ઉભેલા મિત્રો આ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા. જો કે એમણે પોતાનાથી બનતા પ્રયાસો કરીને તાત્કાલિક મદદ મેળવવા માટે દોડધામ કરી હતી. એમના સફળ પ્રયાસના ફળ રૂપે જલ્દી જ સ્થાનિક પ્રસાશન દ્વારા એમને મદદ મળી હતી.

image source

આ માહિતી મળતા જ સ્થાનિક પ્રસાશન અને અધિકારીઓ કામે લાગી ગયા હતા. એ લોકો દ્વારા બોટની મદદથી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, જો કે વિદ્યાર્થીનો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી પણ શોધ ખોળ ચાલુ છે. આ માટે બોટ પછી હેલીકોપ્ટર પણ મંગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ લખાઈ રહ્યું છે એ સમય સુધી હજી વિદ્યાર્થીનો કોઇ પત્તો મળી શક્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત