NCB તપાસમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, બોલિવૂડમાં આ માદક પદાર્થની છે સૌથી વધુ ડિમાન્ડ અને…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી બોલિવૂડમાં જે વિવાદ અને તપાસનો ધમધમાટ શરુ થયો છે. આ કેસમાં મુંબઈ પોલીસની તપાસ બાદ સીબીઆઈ ઉતરી હતી. ત્યારબાદ આ કેસમાં એક પછી એક ખુલાસા થતા રહ્યા અને તપાસમાં ઈડીએ ઝંપલાવ્યું. જો કે આ કેસમાં સૌથી મોટો ધડાકો ડ્રગ્સને લઈને થયો જેના કારણે બોલિવૂડમાં રીતસરનું તોફાન શરુ થઈ ગયું. આ કેસમાં ડ્રગ્સ કનેકશનની ગંધ આવતાં એનસીબી આ કેસમાં એક્ટિવ થઈ જેની તપાસ આજે પણ ચાલી રહી છે.

image source

રિયા ચક્રવર્તીના ફોનનો ડેટા રીટ્રાઈવ કરતાં તેમાંથી ડ્રગ્સ પેડલરના નંબર મળ્યા અને ત્યારબાદ રિયા સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પુછપરછ દરમિયાન દીપિકા પાદુકોણથી લઈ સારા અલી ખાન સુધીની અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા. એનસીબીએ આ અભિનેત્રીઓની પણ આંકરી પુછપરછ કરી અને તેમના ફોન પણ ચેક કરવામાં આવ્યા. આ તપાસ હજુ પણ ચાલી રહી છે.

image source

તેવામાં તાજેતરમાં એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં ઘણાં ખુલાસા થયા છે અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે એનસીબીને તપાસ દરમિયાન બોલિવૂડમાં કોકેન સપ્લાય નેટવર્ક વિશે જાણવા મળ્યું છે. આ તપાસમાં એનસીબીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કોકેઈનને લઈને ખુલાસો કર્યો છે.

image source

જેની એનસીબીએ ધરપકડ કરી છે તે વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે બોલિવૂડમાં કોકેઇનની ડિમાન્ડ વધારે છે. આ વ્યક્તિની ઓળખ આફ્રિકન મૂળના અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સ તરીકે કરવામાં આવી છે. અગિસિલાઓસ, અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સનો ભાઈ છે. ડ્રગ્સ સપ્લાયની પૂછપરછ દરમિયાન આ ડ્રગ પેડલરનું નામ અગિસિલાઓસે લીધું હતું, ત્યારબાદ એનસીબીએ તે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે.

image source

ધરપકડ કરાયેલા અગિસિલાઓસ ડીમેટ્રિએઇડ્સ પાસેથી હશીષ અને અલ્પ્રઝોલમની ગોળીઓ મળી હોવાનું જાણવા મળે છે. એનસીબી દ્વારા અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ સપ્લાયના કેસમાં અગિસિલાઓસ હવે કયા રહસ્યોનો ખુલાસો કરે છે તે હવે જોવાનું રહ્યું.

image source

સુશાંતની આત્મહત્યા પછી આ ડ્રગ્સ કનેક્શનમાં તપાસ શરૂ થઈ હતી. એનસીબીએ અત્યાર સુધીમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતનાં મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા, દીપેશ સાવંત અને ડ્રગ્સના પેડલર ઝૈદ, બસીત પરિહાર અને અન્યની ધરપકડ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત