“Drug પેડલરને પકડવા ગયેલી NCBની ટીમ પર જીવલેણ હુમલો, 2 અધિકારી ઘાયલ, 3ની ધરપકડ “

NCB અધિકારીઓ પર થયો હૂમલો – ત્રણની થઈ ધરપકડ ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી ટીમ

મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગૃપે રવિવારે રાત્રે નાર્કોટિક્સ ક્રાઇમ બ્યૂરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમને મળીને પાચં લોકો પર એટેક કરવામા આવ્યો હતો. આ હૂમલામાં એનસીબીના 2 અધિકારી ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ ક્રાઇમ બ્યૂરોની ટીમ પર આ હૂમલો લગભગ 60 લોકોની ભીડે કર્યો છે. એનસીબીના ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી, ત્યારે જ તેમના પર હૂમલો કરી દેવામા આવ્યો હતો. એનસીબીના 2 અધિકારી વિશ્વાવિજય સિંહ અને શિવા રેડ્ડી પર ડ્રગ પેડલર્સે હૂમલો કર્યો હતો, તેઓ હાલ સુરક્ષિત છે.

એનસીબીની ટીમ જે ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી, તેનું નામ કેરી મેંડિસ છે. જો કે હવે મુંબઈ પોલીસની મદદથી સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. કેરી મેંડિસને તેના ત્રણ સાથીઓની સાથે પોલીસે હિરાસતમાં લઈ લીધા છે. આ ત્રણે વિરુદ્ધ IPCની કલમ 353 હેઠળ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામા આવ્યો છે.

એનસીબી દ્વારા છાપામારીની એક કામગીરી દરમિયાન રવિવારે મોડી રાત્રે જ્યારે એનસીબીની ટીમ એક ડ્રગ પેડલરને પકડવા ગોરેગાંવ ગઈ ત્યારે એનસીબીની ટીમ પર કેટલાક લોકોએ હૂમલો કર્યો હતો. જેમાં એનસીબીના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ અધિકારીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબુમાં કરી લીધી હતી. અને અધિકારીઓ ત્યાંથી બહાર નીકળી શક્યા હતા.

image source

જાણકારી પ્રમાણે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ રવિવારે રાત્રે ગોરેગાંવ વિસ્તારમાં એક ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી. એનસીબીની ટીમ હજુ તે વિસ્તારમાં પહોંચી જ હતી કે ત્યાં પહેલેથી જ હાજર 50 લોકોના ટોળાએ ટીમ પર હૂમલો બોલી દીધો. જ્યારે આ હૂમલો થયો ત્યારે ટીમની સાથે એનસીબીના ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડે પણ હાજર હતા. હૂમલો થતાં જોઈ બધા જ અધિકારીઓ ત્યાંથી ભાગવા લાગ્યા. આ દરમિયાન બે અધિકારીઓને ગંભીર ઇજા પહોંચી હતી.

ડ્રગ પેડલર કેરી મેંડિસની ધપકડ

image source

એનસીબીની ટીમ પર હૂમલાની જાણકારી મળતાં જ મુંબઈ પેલીસે જણાવ્યું કે ઘટના ગોરેગાંવ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની હતી. પેલીસનુ કેહવું છે કે માત્ર ત્રણ લોકોએ જ એનસીબી ટીમ પર હૂમલો કર્યો છે અને તે ત્રણે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. પકડાયેલા આરોપીમાં યુસૂફ શેખ, આસિફ શેખ અને વિપુલ આગ્રે છે. કહેવામાં આવે છે કે ડ્રગ પેડલર કેરી મેંડિસની પણ ધરપકડ થઈ ગઈ છે.

image source

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂના મૃત્યુના મામલામાં શરૂ થયેલી તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદથી જ એનસીબી એકધારી રેડ પાડી રહી છે. બોલીવૂડના કેટલાએ સિતારાઓની પૂછપરછ કરવામા આવી ચૂકી છે અને હવે તપાસની કડીઓ જોડતા જોડતાં કેટલાએ ડ્રગ પેડલર્સ પર કામગીરી ચાલી રહી છે.

image source

કહેવામાં આવે છે કે એનસીબીની ટીમે ગયા એક મહિનામાં ચાર-પાંચ મોટા ડ્રગ પેડલર્સ પર પોતાનો પંજો જમાવ્યો છે આ ડ્રગ પેડલર્સ અંધેરી અને બાંદ્રા વચ્ચે પકડાયા છે. અને તેમના પાસેથી જ મળેલી જાણકારી બાદ અર્જુન રામપાલ સાથે પણ પૂછપરછ થઈ હતી.

Source: Zeenews, news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત