ઋષિ કપૂર આ દિવસે ક્યારે નહોતા કરતા કામ, આ સાથે પત્ની નીતૂએ કહ્યું, ઋષિ કપૂર કંજૂસિયા હતા
રવિવારે ક્યારેય કામ નહોતા કરતા ઋષિ કપૂર, નીતુ સિંહે જણાવ્યું ઋષિની કંજુસાઈ વિશે.

બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલે દુઃખદ અવસાન થયું.પણ આજે પણ એ આપણા દિલોમાં જીવિત છે. આજે અમે તમને જણાવીશું કેટલાક એવા કિસ્સા જે ઋષિ કપૂર અને નીતુ કપૂર સાથે જોડાયેલા છે.નીતુ સિંહની જ્યારે ઋષિ કપૂર સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે એ ફક્ત 14 વર્ષની જ હતી.એ પછી નીતુ સિંહે મધુ જૈનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ” એ જમાનામાં ચિંટૂની ઘણીબધી ગર્લ ફ્રેન્ડ હતી.
એ ફોન પર એમની સાથે મારી વાતો કર્યા કરતા ।ક્યારેક ક્યારેક હું ઋષિ વતી એ લોકોને ફોન કરતી. જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે ઋષિએ મને પહેલીવાર કહ્યું હતું કે એમને મારી યાદ આવી રહી છે. મેં એમને જવાબમાં કહ્યું કે શું બકવાસ કરો છો તો એમને એમના બુટ કાઢીને મને બતાવ્યું કે એમને એમની આંગળીઓ ક્રોસ કરીને નથી રાખી.

જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે ઋષિએ મને એક ચાવી આપી હતી અને એ ચાવીને એવું કહીને મારા ગળામાં પહેરાવી દીધી હતી કે આ મારા દિલની ચાવી છે.(જો તમે દિવાર ફિલ્મને ધ્યાનથી જોશો તો તમને નિતુના ગળામાં આ ચાવી પહેરેલી દેખાશે”
નીતુ સિંહે આગળ જણાવ્યું હતું કે ” એકવાર તાજ હોટેલમાં જમ્યા પછી એમને મને પૂછ્યું હતું કે શું તું લગ્ન કરવા નથી માંગતી? ત્યારે મેં કહ્યું હતું કે પણ કોની સાથે કરું?ઋષિએ ખૂબ જ નિર્દોષતાથી કહ્યું કે મારી સાથે બીજા કોની સાથે હોય. ચિંટૂને નીતુ સિંહ હંમેશા બોબ કહીને બોલાવતી હતી.” નીતુ સિંહે એકવાર લખ્યું હતું કે “ઋષિ કપૂર બહુ ઈર્ષાળુ હતા. મને ખબર હતી કે હું કોઈની વધારે નજીક નથી જઈ શકતી કેમકે એનાથી ચિંટૂને તરત ખોટું લાગી જતું. ચિંટૂ મારા દીકરા રણવીર સાથે પણ મારી નિકટતા નહોતા પસંદ કરતાં”

નીતુએ આગળ જણાવ્યું કે “એક સમયે એ બહુ જ દારૂ પીતા હતા. ત્યારે એ દારૂના નશામાં એ બધી જ વાતો કહી દેતા જે એમના દિલમાં હોય.એટલે સુધી કે ઋષિ એ છોકરી વિશે પણ કહી દેતા જેનામાં એમને એ સમયે રસ હોય.જ્યારે હું બીજા દિવસે એમને આ વિશે પૂછતી તો એ ખૂબ જ નાદાન બનીને મને પૂછતાં કે તને આ વિશે કોને કહ્યું.આવુ એટલી બધી વાએ બન્યું કે દારૂ પીધા પછી એ નર્વસ થઈ જતા કે ક્યાંક એ પોતાના વિશેનું કોઈ રહસ્ય મને ન જણાવી દે.
ઋષિ કપૂરે પોતાના કાકા શશિ કપૂરની જેમ ક્યારેય રવિવારે કામ નથી કર્યું.રવિવાર એમના માટે પરિવાર માટેનો દિવસ હતો.પણ શશિ કપુરથી એકદમ વિપરીત એ બહુ જ કડક અને શિસ્તપ્રિય પિતા હતા અને પોતાના બાળકો સાથે બહુ જ ઓછી વાત કરતા. જ્યારે ચિંટૂ નાના હતા ત્યારે એમનો પણ એમના પિતા સામે અવાજ નહોતો નીકળતો. ઋષિ વિશે એક વાત બહુ પ્રખ્યાત હતી કે એ બહુ કંજૂસ હતા.

એમને લોકોને ભેટ આપવી નહોતી ગમતી.જ્યારે એમનો દીકરો રણવીર 16 વર્ષનો થયો ત્યારે એને એની માતા પાસે એક ગાડીની માંગણી કરી હતી. પણ ચિંટૂએ રણવીરને કહ્યું કે તારી આ ઉંમર નથી ગાડી ચલાવવાની. ઋષિ પોતાના બાળકોને બગાડવા નહોતા માંગતા. જ્યાં સુધી ઋષિના બાળકો રિધિમાં અને રણવીર પોતાના પગભર ન થયા ત્યાં સુધી એમને ઇકોનોમિક ક્લાસમાં જ મુસાફરી કરી હતી.

નીતુ સિંહે એકવાર ઋષિ કપૂરની કંજુસાઈ વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો કે ” ખાવામાં ચિંટૂ કોઈ કંજુસાઈ નહોતા રાખતા.મને યાદ છે કે જ્યારે અમે ન્યુયોર્ક ગયા હતા ત્યારે ઋષિ મને મોંઘામાં મોંઘા રેસ્ટોરન્ટમાં લઇ જતા હતા અને એક સમયના જમણ પર હજારો ડોલર ખર્ચી નાખતા હતા. પણ સાધારણ વસ્તુઓ પર ખર્ચ થાય તો એમનો જીવ નીકળી જતો. એકવાર ન્યુયોર્કમાં જ પોતાના એપાર્ટમેન્ટ પર પરત ફરતી વખતે હું સવારની ચા માટે દૂધની એક બોટલ ખરીદવા માંગતી હતી.એ સમયે અડધી રાત થઈ ગઈ હતી પણ ચિંટૂ બસ એટલા માટે જ દૂર એક દુકાન પર ગયા કારણકે ત્યાં દૂધ 30 સેન્ટ સસ્તું મળતું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત