વિશ્વસ્તરની યોગ સ્પર્ધામાં 13 દેશના સ્પર્ધકોને પાછળ છોડી રાજકોટની 12 વર્ષની નેહા જીતી ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્રનું હૃદય કહી શકાય તેવું રાજકોટ તેની અનેક વસ્તુઓ માટે પ્રખ્યાત છે તેવામાં આજે તમને જણાવીએ વધુ એક નામ વિશે જાણવા મળશે જેણે દેશનું નામ વિદેશમાં ચમકાવ્યું છે. આ નામ છે નેહા.

image source

નેહાનું નામ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે વર્ષ 2018માં મલેશિયામાં યોગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વકક્ષાની આ સ્પર્ધામાં14 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ 14માંથી એક રાજકોટની માત્ર 12 વર્ષની નેહા પણ હતી. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ જીતી અને વિશ્વભરમાં ગુજરાતના નામનો ડંકો વગાડી દીધો હતો.

image source

મલેશિયામાં ન માત્રે ભારત પરંતુ રાજકોટનું નામ પણ ગુંજતુ કરનાર નેહા રાજકોટની કડવીબાઈ સ્કુલમાં અભ્યાસ કરે છે. નેહાના માતા ક્રિષ્નાબેને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે નેહાની સફળતાની શરુઆત 2017માં થયેલી રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાંથી થઈ હતી. આ સ્પર્ધામાં તેનો બીજો નંબર આવ્યો હતો. આ સિવાય નેહા પાસે અલગ અલગ સ્પર્ધામાં જીતેલા 13 મેડલ છે 26 સર્ટિફિકેટ છે. નેહાએ અત્યાર સુધીમાં યોગમાં 9 ગોલ્ડ મેડલ જીત્યા છે.

ગોલ્ડ મેડલ મેળવનાર નેહાએ તેની સફળતાની ખુશી વ્યકત કરતાં તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો હતો. નેહાના માતા ક્રિષ્નાબેન નિમાવતે જણાવ્યાનુસાર નેહા 3 વર્ષની હતી ત્યારથી યોગ કરે છે. શરુઆતમાં સરળ આસન કરતી અને ત્યારબાદ જેમ જેમ ઉંમર વધી તેમ તેમ તે મુશ્કેલ આસન પણ સરળતાથી કરવા લાગી હતી.

image source

યોગ પ્રત્યેનો લગાવ તેને એટલો છે કે તેણે યોગ ચેમ્પિયન બનાવાનું સપનું જોયું છે. તેના માતા-પિતા પણ તેને તેનું સપનું પુરું કરવામાં મદદ કરે છે અને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.

વિદેશમાં અને દેશના રાજ્યોમાં યોજાતી સ્પર્ધામાં નેહાના માતાપિતાને તેને સ્વખર્ચે લઈ જાય છે. આ પરીવાર મધ્યમવર્ગનો છે તેવામાં વિદેશ પ્રવાસ કરવામાં સમસ્યા તો થાય છે પરંતુ દીકરીના સપનાને પુરું કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન થાય તે માટે આ પરીવાર બધા જ પ્રયત્નો કરે છે.

image source

નેહા પણ પોતાના સપના વિશે કહે છે કે તે મોટી થઈ અને યોગ કોચ બનવા ઈચ્છે છે. તે વિદેશમાં જઈને લોકોને ભારતની દેન એવા યોગનું મહત્વ સમજાવવા અને લોકોને યોગ શીખવાડવા ઈચ્છે છે. તે વિદેશમાં ભારતનું નામ ઉજ્જવળ કરવાનું સપનું જોવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત