જાણીતા સિંગર નેહા કકકરે પોતાની સિગિંગથી ધૂમ મચાવી દીધી છે. બાળકોથી લઈને મોટા સુધી બધા જ એમની ગાયિકીના દીવાના છે. નેહા કક્કર એક એવી સિંગર છે જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે. નેહા કકકરના વિડીયો એમના ફેન્સને ખૂબ જ ગમે છે અને એમનો લેટેસ્ટ વિડીયો તો ખૂબ જ કમાલનો છે. આ વીડિયોમાં નેહા કકકરે કંઈક એવું કર્યું છે કે એ વાતનો પછી એમને પણ પસ્તાવો થવા લાગે છે. તમને જણાવી દઈએ કે નેહા કાક્કરને ફોલો કરનારનું લિસ્ટ લાબું છે. ઇન્સ્ટાગ્રામ પર એમને 60.8 મિલિયન લોકો ફોલો કરે છે અને ટ્વિટર પર 1.1 મિલિયન લોકો એમને ફોલો કરે છે
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નેહાની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે. ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી એ પહેલી સિંગર છે. સોશિયલ મીડિયા ઓર એમની દિવાનગી કોઈ મોટા સ્ટારથી જરાય ઓછી નથી. એટલું જ નહીં ફેન ફોલોઇંગમાં નેહાએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ મૂકી દીધા છે
નેહા થોડા થોડા દિવસે પોતાના અનોખા વિડીયોને કારણે ચર્ચામાં રહેવામાં સફળ રહે છે. એવામાં નેહા કકકરનો એક વિડીયો સામે આવ્યો છે. જેના પર ફેન્સ ખૂબ જ રિએક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નેહા કક્કર પોતાના વાળ કાપતી દેખાઈ રહી છે. હા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પલક ઝપકાવતાં જ નેહા કકકરે પોતાના વાળ પર કાતર ફેરવી દીધી છે.
પહેલા તો એ ખુદ પણ પોતાની ચોટલી કાપીને હેરાન થઈ જાય છે અને પછી હસીને બીજી ચોટલી પણ કાપી નાખે છે. એમનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે શું વાત છે, લોકડાઉને આ પણ શીખવી દીધું. તો બીજા એક યુઝરે લખ્યું કે ઓહઃ…બીજા ક્યાં ક્યાં ટેલેન્ટ છે.
નેહા કક્કરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો એમનું હાલમાં જ એક ગીત 2 ફોન રિલીઝ થયું હતું. આ ગીતમાં જેસ્મીન ભસીન અને અલી ગોની પર ફિલ્માવવામાં આવ્યું ચર. ર પહેલા નેહા કક્કરનું દિલ કો કરાર આયા રિપ્રાઇઝ રિલીઝ થયું હતું. જે પણ ફેન્સને ખૂબ જ ગમ્યું હતું. સિંગરની પર્સનલ લાઈફની વાત કરીએ તો નેહા કક્કરને હાલના દિવસોમાં રોહનપ્રીત સાથે પબ્લિક એરિયામાં સ્પોટ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે નેહા કક્કરે ગયા વર્ષે 24 ઓક્ટોબર 2020ના રોજ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન પછી બન્નેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.