11 વર્ષ પછી શા માટે છોડ્યો નેહા મહેતાએ જાણો, પહેલીવાર કર્યો ખુલાસો…

સબ ટીવીના પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંએ તાજેતરમાં જ 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શો છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ એક શો એવો છે જેણે સતત 12 વર્ષથી લોકોનું મનોરંજન પૂરુ પાડ્યું છે. ટીવીના આ શોએ 3000 એપિસોડ પૂર્ણ કર્યા તેની ઉજવણી પણ કરવામાં આવી હતી.

image source

જો કે 12 વર્ષના આ સફર દરમિયાન શોમાંથી અનેક કલાકારો બહાર પણ નીકળી ગયા છે. અનેક પાત્રો એવા છે જે પહેલા શોમાં જોવા મળતા હતા પરંતુ હવે તેણે શોને અલવિદા કહી દીધું છે. તો વળી કેટલાક પાત્રોના કલાકારો શો છોડી ચુક્યા છે.

image source

તાજેતરની જ વાત કરીએ તો આ શોમાંથી નેહા મહેતા જે અંજલીનું પાત્ર ભજવતી હતી તેણે અને સોઢીનું પાત્ર ભજવતા એક્ટરે શો છોડી દીધો છે. નેહા મહેતા શો સાથે પહેલા એપિસોડથી જોડાયેલી હતી અને અંજલિ ભાભીની ભૂમિકા તેણે 11 વર્ષ નિભાવી હતી.

image source

પરંતુ 11 વર્ષ કામ કર્યા પછી તેણે શા માટે શોને અલવિદા કહી દીધું તે વિચારવાની વાત થઈ ચુકી છે. જો કે તાજેતરમાં એક મુલાકાત દરમિયાન નેહાએ શો અને તેના કામ અંગે મહત્વની વાત કરી હતી.

image source

તેણે આ વાતચીતમાં જણાવ્યું હતું કે, શો છોડ્યા બાદ તે આ શોમાં પાછી ફરવા માંગતી હતી. નેહાએ કહ્યું કે હા તેવું બન્યું હતું કે હું શોમાં પરત ફરવા વિચાર કરતી હતી. પરંતુ હું સેટ પરની કેટલીક વસ્તુઓમં પરિવર્તન ઇચ્છતી હતી.

જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે, શું સેટ પર જૂથવાદ છે. તો તેના જવાબમાં તેમણે કહ્યું કે કેટલીકવાર અને કેટલીક બાબતો પર મૌન રાખવું એ જ ઉત્તમ જવાબ હોય છે. હું અહીં એવું કહેવા માટે નથી કે, હું સ્પર્ધા, ઈર્ષ્યા, ગેમ કે કોઈના અહંકારનો શિકાર હતી. મને લોકો તરફથી ખૂબ પ્રશંસા મળી છે, લાખો લોકોએ મારી પાસેથી પ્રેરણા લીધી છે. તમે અહીંના નિયમો જાણો છો.

image source

તમારે જો કરવું હોય તો કરો, નહીં તો છોડી દો. તેવામાં મારા માટે આ સમય આવ્યો જ્યાં મને લાગ્યું કે મારે અહીં અટકવું જોઈએ. એક શો ટીમવર્ક હોય છે અને દરેકનો તેમાં ફાળો હોય છે. હું અભિનયના ક્ષેત્રમાં ઘણી આદર અને પ્રતિષ્ઠા ધરાવું છું કારણ કે તારક મહેતા પહેલાં પણ મેં મનોરંજન જગતમાં ઘણું કામ કર્યું છે.

image source

નેહા મહેતાએ કહ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કારણે હું સેલિબ્રેટી નથી બની, હું સેલિબ્રિટી છું જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો ભાગ હતી. શિક્ષિત અને બુદ્ધિશાળી વ્યક્તિ છું એટલે મારે વિચારવું પડ્યું હવે મારે અટકવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત