નેહા કકકરે પોસ્ટ કર્યો સોશિયલ મીડિયા પર ફોટો, લોકોએ કર્યા કંઈક આવા સવાલ. બોલીવુડની ઉમદા સ્ટાઇલ કવીન, ઉમદા સિંગર, બોલ્ડ અને કોન્ફિડન્ટ, કમાલની ફેશનિસ્ટ. તમને થશે કે અમે કોના વિશે વાત કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે અમે બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર વિશે વાત કરી રહ્યા છે. નેહા કક્કર બોલીવુડની સૌથી ફેમસ, ફેવરિટ અને ઉત્કૃષ્ટ ગાયિકા છે. જેમને જ ફક્ત અસાધારણ ગીતોથી પણ પોતાની ફેશન, મેકઅપ અને સ્ટાઈલથી પણ લોકોનું દિલ જીતી લીધું છે. નેહા કકકરે હંમેશા પોતાના ગીતોથી પોતાના ફેન્સને ખુશ કર્યા છે. એ સિવાય ફેશનની બાબતમાં પણ નેહા કકકરનો ઘણો દબદબો છે..
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નેહાની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે. ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી એ પહેલી સિંગર છે. સોશિયલ મીડિયા ઓર એમની દિવાનગી કોઈ મોટા સ્ટારથી જરાય ઓછી નથી. એટલું જ નહીં ફેન ફોલોઇંગમાં નેહાએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ મૂકી દીધા છે
.નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, એ થોડા થોડા દિવસે પોતાના ફોટા અને વિડીયોથી એમના ફેન્સનું મનોરંજન કરતી રહે છે. હવે હાલમાં જ નેહા કકકરે એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એમને બ્લેક કલરનો આઉટફિટ પહેરેલો છે. આ બ્લેક કલરના આઉટફિટમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટા પોસ્ટ કરતાની સાથે નેહાએ કેપ્સનમાં લખ્યું છે કે કુર્તા પઝામાં કાલા કાલા…
તમને જણાવી દઈએ કે જે ફોટો નેહાએ પોસ્ટ કર્યો છે એમાં નેહાએ બ્લેક મીડી ડ્રેસ પહેરેલો છે અને એના સાઈડ કટમાંથી નેહા પોતાનો પગ ફ્લોન્ટ કરી રહી છે. અને આ જ કારણે કેટલાક યુઝર્સ નેહાને પૂછી રહ્યા છે કે તમારો પઝામો ક્યાં છે.
આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો એના પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. મોટા ભાગના યુઝર્સ નેહાને પૂછી રહ્યા છે કે તમારો પઝામો ક્યાં છે. એક યુઝરે લખ્યું છે કે કુર્તો તો કાળો છે પણ પઝામો નથી. એ સિવાય ઘણા યુઝર્સે ફાયરનું ઇમોજી બનાવ્યુ છે તો ઘણા એ હાર્ટ ઇમોજીથી નેહાના આ ફોટાને પસંદ કર્યો છે.
તમને જણાવી દઈએ કે નેહા કક્કરે ગયા વર્ષે 24 ઓક્ટોબર 2020ના રોજ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન પછી બન્નેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.