Site icon News Gujarat

AMCના પૂર્વ કમિશનર નેહરાનો ભાજપના નેતાઓને કવિતાથી જવાબ, ‘વરદાન માંગુગા નહિં’, વાંચો આખી કવિતા તમે પણ

 AMCના પૂર્વ કમિશનર નેહરાએ સરકારને કવિતા દ્વારા ટ્વીટ કરીને આપ્યો જવાબ

image source

અમદવાદમાં અત્યારે કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીના આ સમયે પણ હાલમાં જ AMCના કમિશ્નર વિજય નહેરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિજય નહેરાએ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના કમિશ્નર પદ પર બે વર્ષ સેવાઓ આપી છે. જ્યારે કોરોના સમયકાળમાં એમને અચાનક જ પહેલા ૧૪ દિવસ માટે સેલ્ફ ક્વોરનટાઈન કરીને જવાબદારીઓથી દુર કરવામાં આવ્યા અને અચાનક જ ૧૪ દિવસ પછી એમને ટ્રાન્સફર લેટર પકડાવી દેવાયો હતો.

image source

જો કે અમદાવાદમાં આ રહસ્યમયી બદલીને લઈને અનેક વિરોધના સુરો ઉઠયા હતા. વિજય નહેરા માટે કદાચ પહેલી વાર અમદાવાદીઓએ બ્રિંગ બેક વિજય નહેર નામે રીતસરનું કેમ્પેઈન ચલાવ્યું હતું. જો કે એમની બદલી રોકાઈ ન હતી અને જતી વખતે વિજય નહેરાએ અમદાવાદના લોકોનો અભાર માનતા કહ્યું હતું કે અમદાવાદે એમને પોતે અમદાવાદને જે આપ્યું એની તુલનામાં ઘણું આપ્યું છે. વિજય નહેરા દ્વારા કરાયેલી આ ભાવુક ટ્વીટ સ્પષ્ટ પણે આ બદલી પાછળના રહસ્યને દર્શાવી રહી હતી. જો કે કોરોનાના કહેર વચ્ચે પ્રજાના આટલા વિરોધ છતાં પણ, સરકારે પોતાનો નિર્ણય બદલ્યો ન હતો.

image source

જ્યારે વિજય નહેરાની બદલી કરી ત્યારે બદલી માટેના કોઈ નક્કર કારણો દેખાતા ન હતા, તેમ છતાં એમની રહસ્યમયી બદલીના કારણે અનેક લોકોએ એમાં રાજનૈતિક રંગને જોયો હતો. આ બધા વચ્ચે કોંગ્રેસે પણ સરકાર પર કટાક્ષ કરતા આનો વિરોધ નોધાવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે વિજય નહેરાને વધુ ટેસ્ટ કરવાની, તેમ જ સાચા આંકડાઓ રજુ કરવાની પણ સજા મળી રહી છે. તો બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે અધિકારી અમદાવાદમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગની કામગીરી આક્રામક ધોરણે કરી રહ્યા હતા, જે અધિકારી અમદાવાદનું ભૂગોળ અને સામાજિક વ્યવસ્થા સારી રીતે જાણતા હતા, અને જીવના જોખમે કામ કરી રહ્યા હતા, તેનું ફળ એમને મળ્યું છે.’

image source

આ બધી ઘટનાઓ અને અમદાવાદની પ્રજાના આશ્ચર્ય વચ્ચે ગુજરાત કેડરના IAS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નેહરાની બદલી થઇ હતી. આ બદલી બાદ ચાલેલા ટ્વીટ સંગ્રામમાં મીડિયા સામે ગુજરાત ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર અભિયાન ચલાવ્યું હતું. જેમાં વિજય નહેરાએ પણ આજે ટ્વીટ કરીને પોતાનો જવાબ આપ્યો હતો. વિજય નહેરાએ શિવમંગલ સિંહની એક કવિતા ‘વરદાન માગુંગા નહિ’ની પંક્તિઓ ટ્વીટ કરીને એમના વિરોધ કરનારા લોકોને જવાબ આપ્યો છે.

આપને એ પણ જણાવી દઈએ કે AMC કમિશ્નર પદ છોડયા પછી, વિજય નેહરાએ 19 મેના રોજ કમિશનર અને ગ્રામ વિકાસના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. જો કે 25મેના રોજ જે રીતે ભાજપના IT CELLના કન્વીનર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા સહિતના અનેક ભાજપના નેતાઓએ વિજય નહેરાની બદલી અંગે સાચા- જુઠાના દાવાઓ રજૂ કરીને એવું દર્શાવવા પર્યટનો અક્ર્યા હતા કે નહેરા સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા હતા તેમજ એમણે 8 લાખના આધાર વગરના આંકડાઓ આપીને લોકોમાં ડર ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાથી એમની બદલી કરી દેવાઈ હતી એમ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version