નેપાળ પોલીસની નિષ્ઠુરતાનો ખુલાસો કર્યો આ ભારતીય નાગરિકે, વાંચો તો ખરા કેવી પરિસ્થિતિમાંથી થયા હતા પસાર

જીવંત પરત ફરેલા લગન કિશોરે, નેપાળ પોલીસની નિષ્ઠુરતાની કહાણી સંભળાવી

image source

નેપાળ સાથે ભારતનો રોટી-બેટીનો સંબંધ રહ્યો છે, પરંતુ કેપી શર્મા ઓલીની સરકારમાં જે સંજોગો રચાઇ રહ્યા છે તેવું લાગતું નથી કે આ સંબંધ વધુ લાંબું ચાલશે. સીતામઢીના સોનબરસા બ્લોકની રેડબંધી સરહદ પર જે બન્યું તે નેપાળ પોલીસની નિષ્ઠુરતાની વાર્તા કહેવા માટે પૂરતું છે. ૨૪ કલાક પછી, નેપાળ પોલીસે લગન રાયને મુક્ત કરી દીધો છે, પરંતુ જે તેમની દયનીય સ્થિતિ છે, તેના પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે નેપાળ પોલીસે તેની પર કેવી અત્યાચાર ગુજાર્યો છે. જાણે કે તેઓ ગુનેગારો છે અને તેમના પર ત્રીજી ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નેપાળથી સરહદ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવી હતી. આ સાથે, એક ભારતીય નાગરિક લગન કિશોરને નેપાળની પોલીસે ઝડપી લીધો અને તેની સાથે લઈ ગયો. જો કે હવે લગન કિશોરને મુક્ત કરવામાં આવ્યો છે અને તેણે નેપાળ પોલીસની નિષ્ઠુરતાનો ખુલાસો કર્યો છે.

image source

નેપાળ પોલીસે લગન કિશોરને ઝડપી લીધો અને તેને સંગ્રામપુર લઈ ગયો. અહીં તેમના પર દબાણ કરવામાં આવ્યું કે તેણે નેપાળ બોર્ડરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે તેનો તે સ્વિકાર કરે. લગનના પુત્રના લગ્ન નેપાળમાં થયા છે અને ૧૨ જૂને તેની વહુ અને તેની માતા સીતામઢી આવી હતી. જો કે, જ્યારે તે પાછી નેપાળ જવા લાગી, ત્યારે તેને અટકાવી દેવામાં આવી, તે જ બાબતે લગનના પુત્ર અને નેપાળ પોલીસમાં બોલાચાલી થઇ ગઇ. નેપાળ પોલીસે લગનના પુત્રને ભારે માર માર્યો હતો.

image source

જો કે, જ્યારે લગનને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ ત્યાં પહોંચી ગયો હતો અને તેની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. લગન કિશોરે જણાવ્યું કે આ પછી નેપાળ પોલીસ પોલીસે ત્યાં ૧૦ સૈનિકોને બોલાવ્યા, જેમણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જોકે, નેપાળ પોલીસ પોતાની ઘટના પછીની પોતાના બચાવમાં કાર્યવાહી કરવામાં અને ભારતીયોની દાણચોરીનો આરોપ લગાવવામાં વ્યસ્ત છે. જો કે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

image source

સીતામઢી જિલ્લા મેજિસ્ટ્રેટ અભિલાષા કુમારી શર્માએ જણાવ્યું હતું કે આ મામલે એસએસબીના સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે. પરંતુ નેપાળ સશસ્ત્ર પોલીસે બોર્ડર પર તૈનાત એસએસબીના જવાનોને જાણ કરી છે. તેણે કહ્યું કે જ્યારે તેણે તેની પાસેથી હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે જવાબમાં ફાયરિંગ કર્યું હતું. નેપાળ પોલીસના ફાયરિંગમાં ઘાયલ ઉમેશ રામ અને ઉદય ઠાકુરને સીતામઢીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટના નેપાળ વિસ્તારમાં બની હતી. ઘટનાના પગલે સરહદી વિસ્તારમાં ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ સઘન કરવામાં આવી છે.

image source

જો કે નિષ્ણાંતો કહે છે કે આ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત પ્રત્યે આપેલા ઝેરી નિવેદનોને કારણે થયું છે. તેમના નિવેદનો હાલમાં નેપાળ અને ભારતના લોકોને ભડકાવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં બીજી ગંભીર ઘટના પણ જોવા મળી શકે છે.

source:- dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત