નેતાઓ અને હવે કલાકારો, કિંજલ દવે બાદ કાજલ મહેરીયાએ કોરોનાને મજાકમાં લઈ વરઘોડામાં ભીડ એકઠી કરી

હાલમાં ગુજરાતમાં કોરૉના થોડો હળવો પડ્યો છે પણ તે છતાં દરરોજ 1300 આસપાસ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે 15 આસપાસ લોકોના મોત પણ થઈ રહ્યા છે. એટલે મતલબ એવો કે કોરોનાને હજુ પણ મજાકમાં લેનારા લોકોને સુધરી જવાની જરૂર છે. પણ અવાર નવાર મોટા મોટા લોકો જ કોરોનાની મજાક કરતાં હોય એવું લાગી રહ્યું છે. રાજનેતાઓ નથી સુધરતા એ જ રીતે આમ જનતા પણ એનું માંથુ ભાંગે એવી છે. કારણ કે ફરી એકવાર મહેસાણામાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. વિસનગરના વાલમ ગામે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી અને ક્યાંક કોરોનાનું નામ ન હોય એવા સીન જોવા મળ્યા હતા.

image source

વિગતે વાત કરીએ તો કાજલ મહેરિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડ્યા હતા. કાજલ મહેરિયાએ સોશિયલ એકાઉન્ટ પર વીડિયો લાઈવ કર્યો હતો. લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એટલે પહેલાં કિંજલ દવે અને ત્યારબાદ હવે ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ખુલ્લેઆમ મહેસાણામાં લગ્નપ્રસંગમાં વરઘોડો કાઢીને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. જો બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગાઈડલાઈન મુજબ 100 લોકો સાથે જ લગ્નપ્રસંગની મંજૂરી છે પરંતું અહીં અંદાજે 200થી વધારે લોકો લગ્નમાં નાચતા નજરે પડ્યા હતા અને વરઘોડામાં કાજલ મહેરિયાના સુર સાથે લોકો ઝૂમી રહ્યા હતા.

image source

માત્ર વાત આટલે જ નથી અટકીલ જતી. લગ્ન પ્રસંગમાં મોટાભાગના લોકો તો માસ્ક વગર જ આંટા ફેરા કરતાં હતા. ગણ્યા ગાઠ્યા લોકો જ પોતાના મુખ પર માસ્ક સાથે નજરે પડ્યા હતા. કોરોનાની મહામારી દરમિયાન લાલબત્તી સમાન ઘટના બની છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સદતર નિષ્ફળ નિવડ્યુ છે. ત્યારે આ સાથે જ કેટલાક સવાલો પણ છે કે જે કોરોનાને હંફાવવામાં ક્યાંક ને ક્યાંકને આડ અસર બની રહ્યા છે.

image source

લગ્નપ્રસંગમાં કેમ કોરોનાગાઇડલાઇનનું પાલન કેમ નહીં? ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કેમ? લગ્નમાં 200થી વધુ લોકોને આમંત્રણ આપનારા સામે કાર્યવાહી શું? શું કોઇ વગદાર વ્યક્તિને ત્યાં પ્રસંગ હતો? લગ્નપ્રસંગમાં માસ્ક પહેરવાનું કેમ ભૂલે છે? 50-50 લોકોની જ મંજૂરી હોવા છતાં 200થી વધુ લોકો કેમ? આવા દરેક પ્રશ્ન એટલે કરવામાં આવે છે કે આટલું કહેવા છતાં કોઈને કેમ ફરક નથી પડતો.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર લગ્ન પ્રસંગને લઈને અવાર નવાર નિર્ણયમાં ફેરફાર કરે છે અને નવા નિર્ણય લાવે છે. ત્યારે હવે ફરીથી એકવાર નિર્ણય બદલવામાં આવ્યો છે. હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન પરવાનગી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે બહાર જાહેરનામું પાડ્યું છે. તેમજ આ માટે સરકારે રજિસ્ટ્રેશન માટે નવુ સોફ્ટવેર પણ બનાવ્યું છે. જો કે લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં જ મળે. આ પહેલાં ગૃહમંત્રીએ મંજૂરી જરૂરી ન હોવાનું કહ્યું હતું. એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ પહેલાં જણાવ્યું હતું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી.

image source

આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં વરઘોડા અને ફુલેકાને લઇને તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે. તેમજ સમારોહના આયોજન માટે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇપણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમારંભોમાં માસ્ક અને સેનિટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે નહીંતર કડક કાર્યવાહી પમ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત