નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે સુરતના બાળ કલાકારની અનોખી ભેટ, માત્ર અઢી કલાકમાં બનાવ્યો નેતાજીનું હૂબહૂ સ્કેચ

સુરતના આ બાળક કલાકારે બનાવ્યો નેતાજી સુભાષચંદ્ર બોઝનો સ્કેચ, અઢી કલાકમાં નેતાજીનું હૂબહૂ સ્કેચ બનાવી આપ્યો સંદેશો, સુરતના એક બાળ કલાકારે માત્ર અઢી કલાકમાં નેતાજીનું હૂબહૂ સ્કેચ બનાવી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના અવસર પર એક અનોખી ભેટ આપી છે.

image source

આ બાળકનું નામ હેમીશ છે અને એની ઉંમર 12 વર્ષની છે. 12 વર્ષના હેમીશ લોકડાઉન દરમિયાન મોબાઈલ અને ટીવીથી દુર રહ્યો હતો અને આર્ટિસ્ટ બની અન્ય બાળ વિદ્યાર્થીઓમાં એક ઉદાહરણ બની ગયો છે. છેલ્લાં 4 વર્ષથી હેમીશ અનેક સ્પોર્ટ્સમેન, ભગવાન અને સ્વામી વિવેકાનંદ સાથે સુભાષચંદ્ર બોઝનો સ્કેચ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે હેમીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ ગુરુ માને છે.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી પંચોલી સોસાયટીમાં હેમીશ ચેતનભાઈ મહેતા પોતાના પરિવાર સાથે રહે છે અને ધોરણ 6માં અભ્યાસ કરે છે. એના પિતા કમ્પ્યુટરના વ્યવાસાય સાથે જોડાયેલા છે તો હેમીશની માતા કોલેજમાં પ્રોફ્સર છે. હેમીશે જણાવ્યું હતું કે 4 વર્ષથી સ્કેચ બનાવી રહ્યો છું, માતાનું પ્રોત્સાહન દરેક સ્કેચને સરળ બનાવી દે છે. ગૂગલ પર બાળકોને સ્કેચ બનાવતા જોઈ ઉત્સાહ જાગ્યો ને લોકડાઉનમાં ઘરે અભ્યાસ સાથે મોબાઈલ અને ટીવીથી દૂર રહી સ્કેચ બનાવ્યા છે.

image source

હેમિશે આ વિશે આગળ જણાવ્યું હતું કે કોઈપણ સ્કેચ તૈયાર કરતા ઓછામાં ઓછા અઢી કલાક તો લાગે છે. હેમિશે હાલમાં જે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્કેચ બનાવ્યું છે તે બનાવવા પાછળનો હતો એ હતો કે દેશના લોકપ્રિય નેતા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ છે. બસ, પછી તેમને એક અનોખી ભેટ આપવા આ સ્કેચ તૈયાર કર્યો છે.

હેમીશ કહે છે કે તે તેના જેવા તમામ બાળ વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવા માગે છે. ફ્રી સમયમાં મોબાઈલ અને ટીવી જોઈને આંખો બગાડવા કરતા કોઈ સારી પ્રવૃત્તિમાં રસ લેવો જોઈએ, બીજું કંઈ નહીં તો એ પ્લેટફોર્મ કદાચ તમારી ઓળખ બની શકે છે.

image source

હેમિશે લોકડાઉનમાં અનેક મહાનુભવો, સ્પોર્ટ્સમેન, સ્પાઇડર મેન અને ભગવાનના સ્કેચ બનાવ્યા છે. હેમીસના માતા-પિતા, બહેન અને દાદી પણ તેના સ્કેચથી ખૂબ જ ઉત્સાહિત છે. હેમીશ માત્ર સ્કેચ જ બનાવે છે એવું નથી પણ ચેસનો એક સારો ખેલાડી અને ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદનો ફ્રેન્ડ પણ છે. હેમીશ પોતાની સ્કેચ બનાવવા પાછળની કલાકારી બદલ સ્કૂલ-ટ્યૂશનના શિક્ષક અને ખાસ કરીને માતાને શ્રેય આપે છે.

હેમીશે અત્યારસુધીમાં તૈયાર કરેલા સ્કેચમાં વિશ્વના ખ્યાતનામ ફૂટબોલ ખેલાડી મેસી, ઇન્ટરનેશનલ ક્રિકેટર વિરાટ કોહલી, હાલ વિવાદમાં આવેલા મુંબઈના પત્રકાર અર્નબ ગોસ્વામી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, મહાદેવ, ગણેશજી, બાળ કૃષ્ણ સહિતના અનેક સ્કેચ હેમીશના ઘરની દીવાલોને સુશોભિત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત