જે બીમારીથી પીડાતા હતા ઇરફાન ખાન, એ જ બીમારીથી આ અનેક સેલિબ્રિટીના થયા હતા મોત

ન્યુરોએન્ડોક્રાઈન અને અન્ય સેલેબ્સ

image source

દુનિયાભરમાં પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ઈરફાન ખાનને એક દુર્લભ બીમારી હતી, જેનું નામ ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર. આ એવું ટ્યુમર છે જે આપના શરીરમાં પેટ, ડુયોડેનમ (ગ્રહણી), એપેન્ડીક્સ, કોલોન અને રેક્ટમ, પૈક્રિયાજ જેવા ભાગોમાં થઈ શકે છે. શરીરના આ ભાગોમાં થનાર કેન્સરને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરના કારણે ફક્ત ઈરફાન ખાનની જ નહી, ઉપરાંત એપલના સીઈઓ સ્ટીવ જોબ્સ, હોલીવુડ અભિનેતા જોન હર્ટ, અને અમેરિકાની પહેલી મહિલા એસ્ટ્રોનોટ સૈલી રાઈડ સહિત કેટલાક સેલેબ્રીટીઓની મૃત્યુનું કારણ પણ આ જ બીમારીના કારણે થઈ છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં સેલેબ્રીટીસના જીવ લીધા છે આ ટ્યુમર હેઠળ આવતી બીમારીઓનું.

સ્ટીવ જોબ્સ.:

image source

વર્ષ ૨૦૦૩માં ડોક્ટરોએ એપલના સીઈઓ સ્ટીવ જોબ્સને જણાવ્યું હતું કે, તેમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર છે. આ દુર્લભ પ્રકારની પૈક્રિયાટીક કેન્સર હતું. ડોક્ટરોએ ઘણી વાર તેને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વારંવાર તે લીવરમાં ફેલાતું જઈ રહ્યું હતું. વર્ષ ૨૦૧૧માં સીઈઓ પદ પરથી દુર થયાના કેટલાક મહિનાઓ પછી ૫ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ સ્ટીવ જોબ્સની મૃત્યુ થઈ ગઈ.

એરેથા ફ્રેંકલીન.:

image source

પ્રસિદ્ધ સિંગર અને એક્ટર એરેથા ફ્રેંકલીન પણ સ્ટીવ જોબ્સની જેમ જ ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરના કારણે થયેલ પૈક્રિયાટીક કેન્સરથી મૃત્યુ થઈ ગયું. આ બીમારીથી એરેથા ફ્રેંકલીનને ઘણા વર્ષો સુધી પીડાતી રહી. ૨ નવેમ્બર, ૨૦૧૭માં એરેથા ફ્રેંકલીનએ એલ્ટન જોન એડ્સ ફાઉન્ડેશન માટે ન્યુયોર્કમાં પોતાની છેલ્લીવાર પર્ફોમન્સ આપી હતી. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ એરેથા ફ્રેંકલીનની મૃત્યુ થઈ ગઈ.

જોન હર્ટ.:

image source

હોલીવુડના પ્રસિદ્ધ એક્ટર અને ‘હૈરી પોર્ટર’, ‘એલીયન’ અને ‘ધ એલીફન્ટ મેન’ જેવી ફિલ્મોમાં મુખ્ય કિરદાર નિભાવનાર જોન હર્ટની મૃત્યુ જાન્યુઆરી, ૨૦૧૭માં પૈક્રિયાટીક કેન્સરના કારણે મૃત્યુ થઈ હતી. તેમને બે વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૫માં જ પોતાની બીમારીની જાણકારી મળી ગઈ હતી. તેમ છતાં ત્યાર પછી પણ જોન હર્ટ કામ કરતા રહ્યા.

એલેન રીક્મેન.:

image source

પ્રસિદ્ધ બ્રિટીશ એક્ટર એલેન રીક્મેન પણ આ જ બીમારીના કારણે ૧૪ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ મૃત્યુ થઈ હતી. એલેન રીક્મેનએ ‘ડાઈહાર્ડ’, ‘શેરિફ ઓફ નોટિધમ’, ‘રોબીન હુડ’ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. એલેન રીક્મેનને ‘હૈરી પોર્ટર’ ફિલ્મમાં સેવેરસ સ્નેપના નામથી જાણવામાં આવતા હતા.

સૈલી રાઈડ.:

image source

અમેરિકાની પ્રથમ મહિલા એસ્ટ્રોનોટ સૈલી રાઈડ ૨૩ જુલાઈ, ૨૦૧૨ના રોજ ૬૧ વર્ષની ઉમરમાં ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરના કારણે મૃત્યુ થઈ હતી. સૈલી રાઈડ વર્ષ ૧૯૮૩માં ચેલેન્જર શટલમાં અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા અંતરીક્ષ યાત્રી હતી.

પૈટ્રિક સ્વાઈજ.:

image source

હોલીવુડ એક્ટર પૈટ્રિક સ્વાઈજ જેમણે ‘ધ આઉટસાઈડર્સ’, ‘ડર્ટી ડાન્સિંગ’, અને ‘ઘોસ્ટ’ જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ વીસ મહિના સુધી આ બીમારી સામેં લડત આપતા રહ્યા. વર્ષ ૨૦૦૯માં ૫૭ વર્ષની ઉમરમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

જોઆન ક્રોફર્ડ.:

image source

હોલીવુડની પ્રસિદ્ધ અને ઓસ્કાર વિજેતા અભિનેત્રી જોઆન ક્રોફર્ડની વર્ષ ૧૯૭૭માં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ. પરંતુ તેઓ પૈક્રિયાટીક કેન્સર સામે લડી રહી હતી. જોઆન ક્રોફર્ડએ પોતાના ૫૦ વર્ષના કરિયરમાં ૮૦ થી વધારે ફિલ્મો કરી. ફિલ્મ ‘માઈલ્ડ્રેડ પિયર્સ’ માટે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.