બધાને ટક્કર મારે એવા આ 5 બાઇક હાલમાં જ થયા લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને તમે પણ આજે જ કરાવી દેશો બુકિંગ

મિત્રો, જો તમે પણ હાલ બાઇક ખરીદવાનુ વિચારી રહ્યા છો તો આ સમય ખુબ જ શ્રેષ્ઠ છે કારણકે, હાલ થોડા સમય પહેલા જ પાંચ બાઈક ની કંપનીઓ એ પોતાના નવા પ્રીમીયમ બાઈક્સ ના મોડેલ લોન્ચ કર્યા છે અને હાલ યર એન્ડીગ ચાલે છે એટલે તમને સારો એવો ડિસ્કાઉન્ટ નો પણ લાભ મળી જશે, તો ચાલો જાણીએ કઈ છે આ પાંચ પ્રીમીયમ બાઈક્સ અને શુ છે તેમની વિશેષતાઓ?

રોયલ એનફિલ્ડ મીટિઅર – ૩૫૦ :

image source

આ પ્રીમીયમ બાઈકમા જી સિરીઝ નુ ૩૪૯ સી.સી. ધરાવતુ ફોર સ્ટ્રોક એર-ઓઇલ કૂલ્ડ એન્જિન છે કે જે ૨૦.૪ પી.એસ. ની મહત્તમ શક્તિ અને ૨૭ એન.એમ. નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન પાંચ સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આમા ઇલેક્ટ્રિક ફ્યુઅલ ઇન્જેક્શન તકનીક નો ઉપયોગ કરવામા આવેલો છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત ૧.૭૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેનુ ટોપ વેરિઅન્ટ નુ મુલ્ય ૧.૯૦ લાખ સુધીનુ છે.

ટી.વી.એસ. અપાચે આર.ટી.આર. ૨૦૦ ફોર વી બી.એસ.-૬ :

image source

આ પ્રીમીયમ બાઈકના બી.એસ.-૬ મલ્ટીપલ રાઈડીંગ મોડ્સ ની સાથે એડજસ્ટેબલ સસ્પેન્શન શામેલ છે. ૧૯૮ સી.સી., સિંગલ સિલિન્ડર, ચાર વાલ્વ અને ઓઇલ-કૂલ્ડ એન્જિન જ્યારે ૮૫૦૦ આર.પી.એમ. પર ૨૦.૨ બી.એચ.પી. ની મહત્તમ શક્તિ અને ૭૦૦૦ આર.પી.એમ. પર ૧૮.૧ એન.એમ. નુ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.

આ એન્જિન પાંચ સ્પીડ ગિયરબોક્સ થી સજ્જ છે. આ બાઈકના સિંગલ ચેનલ એ.બી.એસ. મોડેલની દિલ્હીની એક્સ-શોરૂમ કિંમત ૧.૨૫ લાખ રૂપિયા છે. તે જ સમયે, તેના ડ્યુઅલ ચેનલ એ.બી.એસ વેરિઅન્ટ ની કિંમત ૧.૩૧ લાખ રૂપિયા છે.

હોન્ડા હ’નેસ સી.બી.-૩૫૦ :

image source

આ પ્રીમીયમ બાઈક ૩૪૮ સી.સી. , સિંગલ સિલિન્ડર , એર-કૂલ્ડ , ફોર સ્ટ્રોક, ઓ.એચ.સી. એન્જિન ધરાવે છે. જે ૫૫૦૦ આર.પી.એમ. પર ૨૦.૮ બી.એચ.પી. ની મહત્તમ શક્તિ અને ૩,૦૦૦ આર.પી.એમ. પર ૩૦ એન.એમ. નો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન પાંચ સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત ૧.૯૦ લાખ રૂપિયા છે.

બજાજ પલ્સર ૧૨૫ સ્પ્લિટ સીટ :

image source

આ પ્રીમીયમ બાઈક ૧૨૫ સી.સી.નુ બીએસ-૬ સુસંગત ડી.ટી.એસ-આઇ એન્જિન ધરાવે છે. આ એન્જિન ૮૫૦૦ આર.પી.એમ. પર ૧૨ પી.એસ. ની મહત્તમ શક્તિ અને ૬૫૦૦ આર.પી.એમ. પર ૧૧ એન.એમ. નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક પાંચ સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ બાઈકની દિલ્હીની એક્સ-શો રૂમ કિંમત ૭૩,૨૭૪ રૂપિયા છે તથા પલ્સર-૧૨૫ ની સ્પ્લિટ સીટ ના ડિસ્ક વેરિઅન્ટની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત ૮૦,૨૧૮ રૂપિયા છે.

હીરો એક્સ્ટ્રીમ ૨૦૦ એસ બીએસ-૬ :

image source

આ પ્રીમીયમ બાઈક બી.એસ.-૬ ઇમ્પ્લાન્ટ સાથે ૨૦૦ સી.સી. ફ્યુઅલ ઇંજેક્શન એન્જિન ધરાવે છે. તેમા એડવાન્સ્ડ એક્સસેન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ બી.એસ.-૬ એન્જિન ૮૫૦૦ આર.પી.એમ. પર ૧૮ બી.એચ.પી. ની મહત્તમ શક્તિ અને ૬૫૦૦ આર.પી.એમ. પર ૧૬.૪ એન.એમ. નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન પાંચ સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ બાઇકમાં આપવામાં આવેલા એર કૂલરને કારણે એન્જિનને ઓવરહિટીંગની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ભારતીય બજારમા તેની એક્સ શો રૂમ કિંમત ૧.૧૫ લાખ રૂપિયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત