નવજાત બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જ્યારે કાળજી સાથે ફિડિંગ કરાવતા બાળક કોઇ પણ દવા વગર થઇ ગયુ સંપૂર્ણ સ્વસ્થ!

સંશોધન: માતાનું દૂધ કોરોના વાયરસમાં ‘રક્ષા કવચ’ જેવું, ભારતમાં બાળક સારું થયું!

image source

આજના મધર્સ ડેના દિવસે કોરોના વાયરસને લઈ માતાઓ સાથે જોડાયેલી એક ખબર આપને જરૂર રાહત આપશે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જીવલેણ કોરોના વાયરસ પણ માતાનું દૂધ પીતા બાળકને નુકસાન પહોંચાડી શકતું નથી. મધર્સ ડેના એક દિવસ પહેલા એટલે કે શનિવારે આવેલ ખબરમાં ન્યુયોર્કની ઇકૈન સ્કુલ ઓફ મેડીસીનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માતાના દૂધમાં એવા એન્ટિબોડીઝ હોય છે, જે બાળકને ચેપથી બચાવી શકે છે. ચેપ દરમિયાન અથવા પછી, માતા બાળકને ખવડાવી શકે છે કારણ કે દૂધ દ્વારા બાળકને ચેપ નથી લાગતો.

image source

માઉન્ટ સિનાઇ સ્કૂલ ઓફ મેડીસીનમાં આસીસ્ટંટ પ્રોફેસર રેબેકા પાવેલ અને એમની ટીમે પણ માન્યું કે માતાના દૂધમાં કોરોના સામે લડવા માટે ઉચ્ચ સ્તરની ક્ષમતા હોય છે. આ ટીમ હવે એ શોધી રહી છે કે તેમાં વાયરસ સામે લડવાની ક્ષમતા કેટલી છે અને એમાં વાયરસ સામે લડવાનો ઉપાય શોધી શકાય એમ છે કે નહીં. નિષ્ણાતોનું અનુમાન છે કે માતાના દૂધમાં હાજર એન્ટિબોડીઝ કોરોના સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ હજુ તો ઘણા અભ્યાસ થવાનું બાકી છે. પાવેલે અભ્યાસમાં કોરોનાથી સાજી થયેલી 15 મહિલાઓનો અભ્યાસ કર્યો હતો. 80 ટકા સ્ત્રીઓમાં જોવા મળતી એન્ટિબોડીઝ ફલૂ જેવા રોગોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે.

પાવેલના જણાવ્યા અનુસાર, આ સંશોધન સૂચવે છે કે માતાના દૂધમાં કોવિડ 19 નો પ્રતિકાર કરવાની ક્ષમતા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, જો બાળક બીમાર છે અથવા એને કોરોનાનો ચેપ લાગ્યો છે, તો પણ માતાએ તેને સંપૂર્ણ સાવધાની સાથે દૂધ જરૂર પીવડાવવું જોઈએ.

image source

અત્યારે યુપીના બસ્તી જિલ્લામાં એક નવજાત બાળકનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. એને પોતાની મા સાથે જ ગોરખપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. બાળકને ચેપ લાગ્યો હોવા છતાં માતાએ તેને પોતાનું દૂધ આપવાનું ચાલુ રાખ્યું હતું. ડોકટરોએ જણાવ્યું હતું કે માતાના દૂધથી વધતી આત્મ-પ્રતિરક્ષાને લીધે, બાળક કોઈ પણ દવા વગર જ 13 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત