Site icon News Gujarat

ALTO-KWIDને ટક્કર દેશે 2.83 લાખની આ કાર, જાણો તેની ખાસિયતો

આમ તો ભારતીય બજારમાં ડેટસનની કારને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ કારની ખાસિયતો છે કે તે ઓછી કીમતમાં શાનદાર ફીચર્સ અને લુક સહિતની વ્યક્તિની ઈચ્છા પુરી કરે છે.

image source

આ જ કારણે ડેટસનની રેડી-ગો મારુતિની અલ્ટો, એસ-પ્રેસો અને રેનોની ક્વિડને જોરદાર હરિફાઈ આપી રહી છે. પરંતુ હવે કંપનીએ તેનું ફેસલિફ્ટ મોડલ પણ લોન્ચ કરી દીધું છે.

આ મોડલની સૌથી મોટી ખાસિયત કહો કે ગ્રાહકોને આકર્ષવાની સ્કીમ ડેટસનની નવી રેડી ગોની શરુઆતી કીમત 3 લાખથી પણ ઓછી રાખવામાં આવી છે. રેડી ગોના ફેસલિફ્ટ મોડલના બેઝ મોડલની એક્સ શોરુમ કીમત 2.83 લાખ રુપિયા છે. જો કે તેના ટોપ મોડલની કીમત 4,77,000 રૂપિયા છે.

image source

બજારમાં ઉપલબ્ધ મોડલની સરખામણીમાં 2020 ડેટસન રેડી-ગોના લુકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે આ કારનો ફ્રંટ લુક એકદમ અલગ છે. આ કામ સામેથી જોવા પર અલગ દેખાય છે. પહેલાની કારની સરખામણીમાં આ મોડલ બોલ્ડ અને સ્ટાઈલિશ જોવા મળે છે. ફ્રંટ અને રિયર બંપરની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત તેમાં સ્લિમ હેડલાઈટ્સ, મોટા એલ આકારના ડીઆરએલ આપવામાં આવ્યા છે. સાથે જ ક્રોમ પર પણ ખાસ ધ્યાન આપી કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં સેગમેંટ ફર્સ્ટ એલઈડી ફોગ લેંપ્સ આપવામાં આવ્યા છે. જ્યારે બેકમાં નવી એલઈડી ટેલ લાઈટ્સ અને રુફ સ્પોઈલર છે. કાર 14 ઈંચ વ્હીલ્સ સાથે આવે છે.

image source

ડેટસનની નવી રેડી ગો ચાર વેરિએંટ્સમાં ઉપલબ્ધ છે. જેમાં D, A, T, T-Oનો સમાવેશ થાય છે. જો એંજીનની વાત કરીએ તો ડેટસનની રેડી ગોમાં પહેલાની જેમ જ 0.8 લીટર અને 1.0 લીટર એંજીન ઉપલબ્ધ છે. તેમાં બીએસ 6 એમિશન નોર્મ્સ અપડેટ કરવામાં આવ્યું છે.

image source

બીએસ 4ની સરખામણીમાં રેડી ગો ફેસલિફ્ટના માઈલેજમાં ઘટાડો થયો છે. રેડી ગો 0.8માં 20.71 kmpl અને રેડી ગો 1.0 મેન્યુઅલમાં 21.7 kmpl અને રેડી ગો 1.0 ઓટોમેટીકમાં 22 kmpl માઈલેજ મળે છે. આ નવી કારમાં 8 ઈંચનું ઈંફોટેનમેંટ સિસ્ટમ, પિયાનો બ્લેક ફિનિશ વિથ સિલ્વર બેઝલ્સ, ડ્યુઅલ ટોન ઈંસ્ટ્રુમેંટ ક્લસ્ટર, ઈંટરનલ એજસ્ટેબલ મિરર્સ, રિવર્સ પાર્કિંગ સેંસર અને કેમેરા, નવું ડેશબોર્ડ અને કંટ્રોલ પેનલ, ડ્યુઅલ એરબેગ, બ્લુટુથ કનેક્ટિવિટી જેવા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.

image source

જો કીમતની વાત કરીએ તો Redi-Go D 0.8 MTની એક્સ શોરુમ કીમત 2.83 लाख, Redi-Go A 0.8 MT ની કીમત 3.58 લાખ, Redi-Go T 0.8 MT ની કીમત 3.80 લાખ, Redi-Go T(O) 0.8 MT ની કીમત 4.16 લાખ, Redi-Go T(O) 1.0 MT ની કીમત 4.44 લાખ અને Redi-Go T(O) 1.0 AMT ની કીમત 4.77 લાખ રૂપિયા છે .

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version