આ જગ્યાએ શરૂ થશે ડ્રાઇવ ઇન સિનેમા, કારમાં બેઠા બેઠા માણી શકશો મુવી જોવાની મજા

જલ્દી જ આ જગ્યાએ શરૂ થશે ડ્રાઇવ ઇન સિનેમા, કારમાં બેઠા બેઠા જોઇ શકાશે ફિલ્મ

image source

કોરોના વાયરસને કારણે આખી દુનિયા જાણે થંભી ગઈ છે. મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે, જેને કારણે થિએટર્સ પણ ઘણા દિવસોથી બંધ પડેલા છે. પરંતુ દુબઈના લોકોએ આનો ઉપાય શોધી લીધો છે. દુબઈમાં ટૂંક સમયમાં એક મોટા શોપિંગ મોલમાં એક છત પર ડ્રાઇવ ઇન સિનેમા બનાવવામાં આવશે, જેમાં લોકો પોતાની કારમાં બેસીને ફિલ્મ જોવાની મજા માણી શકશે. ડ્રાઇવ ઇન સિનેમાથી સોશિયલ ડિસન્સ્ટિંગનું પણ પૂરેપૂરું પાલન થશે.

આ વિષય પર VOX સિનેમાએ કહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવામાં હેતુથી ફિલ્મ જોવા કારમાં ફક્ત બે લોકો જ આવી શકશે. આ ડ્રાઈવ ઇન સિનેમા ફક્ત રવિવારના દિવસે જ ખોલવામાં આવશે અને એક વખતમાં ફક્ત 75 ગાડીઓને જ અંદર પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે.

image source

ફિલ્મ જોતી વખતે પોપકોર્ન, સ્નેક્સ અને ડ્રિંક્સની સવલત પણ ઉપલબ્ધ રહેશે

અને આ સવલત મેળવવા માટે 180 દિરહામ એટલે કે 1032 રૂપિયા ચૂકવવા પડશે.

ચાલો જાણીએ શું છે ડ્રાઇવ ઇન સિનેમા?

કોરોના વાયરસની આ કપરી સ્થિતિમાં માનવ જીવન ક્યારે પહેલા જેવું થશે એ કહેવું જ અઘરું હોય ત્યાં સિનેમા હોલ ક્યારે ખુલશે તે અંગે તો વિચારવું જ રહ્યું. પણ જો તમને કપો એવુ કહે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા તમે બહાર જઈને ફિલ્મ જોઈ શકો છો, તે પણ મોટા પડદા પર, તો કદાચ તમે આ વાત પર વિશ્વાસ જ નહીં કરી શકો, પરંતુ આવું થવું શક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ ડ્રાઈવ ઈન થિયેટર્સની. ડ્રાઈવ ઈન થિયેટરની મદદથઈ તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મોટા પડદા પર તમારી મનગમતી ફિલ્મો જોવાની મજા પણ માણી શકો છો.

image source

જણાવી દઈએ કે, ડ્રાઈવ ઈન થિયેટર્સ કોઈ નવો આઈડિયા નથી, આ પહેલા પણ ઘણી જગ્યા એ ડ્રાઈવ ઇન સિનેમા હતા જ. પરંતુ કોરોનાની વચ્ચે તેનું ચલણ દુનિયામાં ફરીથી ઝડપથી વધી રહ્યું છે. ડ્રાઈવ ઈન થિયેટરમાં વ્યક્તિ પોતાની ગાડીમાં બેસીને ફિલ્મોનો આનંદ માણી શકે છે. ડ્રાઈવ ઈન થિયેટરમાં વ્યક્તિએ પોતાની ગાડીને બસ પાર્કિંગના નક્કી કરેલા સ્થળે પાર્ક કરી દેવાની હોય છે. ત્યાં બીજી પણ ઘણી બધી ગાડીઓ હોય છે. ગાડીની સામે એક મોટી સ્ક્રીન પર જ ફિલ્મ દર્શાવવામાં આવે છે. એવામાં ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ફિલ્મને જોઈ શકે છે.

image source

હાલમાં જ Lithuaniaના એરપોર્ટ Vilniusને ડ્રાઈવ ઈન થિયેટરમાં બદલી નાખવામાં આવ્યું હતું. આ પગલું કોરોના વાયરસને કારણે ઉઠાવવામાં આવ્યું હતું, કારણ કે ફ્લાઈટ્સ ઉડી નથી રહી અને બધા જ સિનેમા હોલ બંધ છે. આ જ ટ્રેન્ડ સાઉથ કોરિયા, જર્મની અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક જમાનામાં ડ્રાઈવ ઇન થિયેટર યુગલો માટે સારું સ્થળ ગણાતા હતા કારણ કે તેમા દરેકને પોતાની પ્રાયવસી મળી રહે છે. પરંતુ હાલ તો કોરોના વાયરસના સમયમાં આ ડ્રાઈવ ઈન થિયેટર દ્વારા લોકો ફિલ્મ જોઈ શકે છે.

image source

આપણા ભારતની વાત કરીએ તો, અહીં હાલ ગુરુગ્રામ, અમદાવાદ અને મુંબઈમાં ડ્રાઈવ ઈન થિએટર છે. પરંતુ તેનો વધુ વિકાસ નથી કરવામાં આવ્યો અને હાલ લોકો તેના વિશે વધુ જાણતા પણ નથી. પરંતુ જો કોરોનાના કારણે લાંબા સમય સુધી સિનેમા હોલ નહિ ખુલે તો ભારતમાં પણ ફિલ્મ જોવા માટે ડ્રાઈવ ઇન થિયેટરનો ટ્રેન્ડ જોર પકડશે અને તમે પણ ગાડીમાં બેસીને પરિવારની સાથે ફિલ્મનો આનંદ લઈ શકો છો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,