Site icon News Gujarat

દેશમાં આ રાજ્યમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું રેલ્વે પ્લેટફોર્મ, ગોરખપુર પણ રહી જશે પાછળ

દેશમાં દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યુના નિર્માણ બાદ હવે દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. આ નિર્માણ કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે. અનુમાન છે કે આગામી વર્ષના અંત સુધીમાં ભારતનું જ નહીં દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તૈયાર થઈ જશે.

image source

રેલ્વે વિભાગે આપેલી જાણકારી અનુસાર દક્ષિણ પશ્ચિમ રેલ્વે એસડબલ્યુઆર ઝોનના મુખ્યાલય હુબલી સ્ટેશન પર આ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ ભારત અને દુનિયાનું સૌથી મોટા ગોરખપુર સ્ટેશનના પ્લેટફોર્મને પણ પાછળ રાખી દેશે.

image source

રેલ્વેના એક અધિકારીના જણાવ્યાનુસાર અહીં પ્લેટફોર્મ નંબર 1ને 10 મીટર પહોળાઈ સાથે 550 મીટર લંબાઈથી 1400 મીટર સુધી વધારવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ગોરખપુરમાં દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મની લંબાઈ 1366 મીટર છે. જ્યારે હુબલીનું પ્લેટફોર્મ તેના કરતાં પણ વધારે લાંબુ હશે.

image source

હુબલીનું હાલનું પ્લેટફોર્મ 550 મીટરનું છે જેને લંબાવવામાં આવી રહ્યું છે. આ કાર્ય હુબલી અને બેંગલુરુની વચ્ચે દોહરીકરણ કાર્યના ભાગરુપે થઈ રહ્યું છે. આ કામમાં સ્ટેશન પર પ્લેટફોર્મની સંખ્યાને 5થી 8 સુધી વધારવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મના નવીનીકરણમાં સિગ્નલિંગ, ઈલેક્ટ્રિકલ અને અન્ય કાર્યોને કરવાની સાથે યાર્ડ રિમોડલિંગના કામ પર 90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

image source

આ કામ નવેમ્બર 2019થી શરુ કરવામાં આવ્યું છે. આ રેલ્વે સ્ટેશન પર આ સિવાય અન્ય 3 પ્લેટફોર્મ પણ બનશે. જેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ થતા સુધીમાં હુબલી રેલ્વે સ્ટેશનમાં કુલ 8 પ્લેટફોર્મ હશે જેમાં 1 દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ હશે. આ કાર્ય આગામી વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવું અનુમાન છે.

આ નવા પ્લેટફોર્મ કાર્યરત થયા બાદ ટ્રેનો એક સાથે બે અલગ અલગ દિશામાં દોડતી થઈ શકશે. હુબલી યાર્ડનું રિમોલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે.

image source

હાલ આ રેલ્વે સ્ટેશન પર 2 એન્ટ્રી અને એક્ઝીટ ગેટ છે. પરંતુ નવિનીકરણના કામમાં ત્રીજો ગેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે હાલ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખપુર રેલ્વે સ્ટેશન ખાતે ભારતનું અને દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ આવેલું છે. અહીંથી લગભગ દરેક રાજ્ય માટે સીધો ટ્રેનો જાય છે. આ રેલ્વે સ્ટેશનનું નિર્માણ 2013માં કરવામાં આવ્યું હતું.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version