લોકડાઉન: જાણી લો 15મી મેથી નિયમોમાં શું આવશે પરિવર્તન..
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, ચલણી નાણાના સંક્રમણને રોકવા માટે ડિજિટલ પેમેન્ટનો આદેશ આપવામાં આવ્યો – જાણો 15મી મેથી નિયમોમાં શું આવશે પરિવર્તન

સતત દોઢ મહિનાથી ચાલુ રહેલા લોકડાઉન છતાં સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતની સ્થિતિ પણ ખરાબ છે અને ખાસ કરીને મહાનગર અમદાવાદની સ્થિતિ રાજ્યમાં સૌથી વધારે ખરાબ છે. સેંકડોની સંખ્યામાં હાલ શહેરમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
તંત્ર દ્વારા સંક્રમણને ફેલાતો રોકવા માટે સંપૂર્ણ રીતે કેશલેસ થવાનું નક્કી કર્યું છે. હવે ખરીદી માટે ડિજિટલ પેમેન્ટનો આદેશ આપવામાં આવ્યો છે. કરન્સી નોટો એટલે કે ચલણી નાણાની નોટોથી પણ વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેને અટકાવવા માટે હોમ ડિલિવરી સહિત દરેક ખરીદી માટે ડિજિટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ આ બાબતમાં આદેશ જાહેર કરતાં કહ્યું છે, ‘કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે. આ અનિવાર્યતા 15 મેથી લાગુ કરવામાં આવશે.’

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની આગેવાની હેઠળ એએમસી કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં આવનારા દિવસોમાં લોકડાઉન ખુલ્લુ મુક્યા બાદ કેટલાક કડક પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને તે માટેની નવી માર્ગદર્શીકાઓ પણ બહાર પાડવામાં આવી છે.
એક અઠવાડિયાના કડક લોકડાઉન બાદ 15મી મેથી અમદાવાદમાં કરિયાણાની દુકાનો ખુલ્લી મુકવામાં આવશે. જેમાં ડી માર્ટ, ઓશિયા માર્કેટ સિવાય ઝોમેટો અને સ્વીગીના ડિલિવરી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
બની શકે કે શરૂઆતના સમયમાં ડીજીટલ પેમેન્ટમાં નાગરીકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે પણ તેને ધ્યાનમાં રાખીને ગ્રોસરી શોપ એટલે કે કરિયાણાની દુકાનો કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ પણ આપવામાં આવશે. જો કે રેડ ઝોનમાંથી આવતા ઝોમેટો તેમજ સ્વિગિના ડિલિવરી મેનને હાલ મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી બાજુ મ્યુનિસિપાલીટી તરફથી એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ શોપ આગળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં નહીં આવે તો તેમની વિરુદ્ધ પગલા લેવામાં આવશે.
મુંબઈ બાદ અમદાવાદમાં કોરોનાનો સૌથી વધારે કેર જોવા મળ્યો છે ત્યારે

તેની સાથે જ બહાર પાડવામાં આવેલા આદેશમાં દરેક ડિલિવરી સ્ટાફ માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજીવ ગુપ્તા અમદાવાદમાં કોરોના સંબંધિત કામો માટેના ઇનચાર્જ પણ છે. અમદાવાદમાં રવિવારે 278 નવા કેસ સામે આવ્યા છે, અને હાલનો આંકડો જોવા જઈએ તો ગુજરાતમાં 8195 લોકો કોરોના વાયરસથી સંક્રમીત છે. અને રવિવાર સુધીમાં માત્ર અમદાવાદમાં જ સંક્રમિતોની સંખ્યા 5818થી વધારે થઈ ગઈ હતી. અમદાવાદ મુંબઈ બાદ બીજું એવું શહેર છે જે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 13564 કેસ નોંધાઈ ચુક્યા છે.
ગુજરાતના ત્રણ શહેરોમાં છે સંપૂર્ણ લોકડાઉન

ગુજરાતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સૂરત બાદ હવે ગાંધીનગરમાં પણ રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં જોવા મળ્યા છે.
ઓનલાઈન પેમેન્ટ તેમજ એપ ઇન્સ્ટોલેશન માટે 100 ટીમો તૈયાર કરવામાં આવી છે.

આ આદેશ પ્રમાણે અમદાવાદ નગર નિગમ હવે 100 ટીમો તૈયાર કરશે. આ ટીમો શાકભાજી, દૂધ તેમજ કરિયાણાની લગભઘ 17 હજાર દુકાનોમાં ઓનલાઇન પેમેન્ટ એપ ઇન્સ્ટોલ કરાવવામાં મદદ કરશે. કેટલાક મેડિકલ અહેવાલો પ્રમાણે કાગળિયા પર વાયરસ ઘણો લાંબો સમય રહે છે. તેના કારણે અમદાવાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિલિવરી બૉયે સામાન ડીલીવર કરતી વખતે, માસ્ક, ગ્લવ્ઝ તેમજ સેનેટાઇઝેશનનો પણ ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.
source : abplive
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત