કોરોનાથી બચાવશે અને તમે ક્યારે સ્માઈલ કરો છો, ક્યારે બોલો છો અને ક્યારે ચુપ છો તે પણ જણાવશે આ LED માસ્ક

હવે સરકારે પણ કહી દીધું છે કે આપણે સૌએ કોરોના સાથે અને તેનાથી બચીને જીવતા શીખવાનું છે. તેવામાં સૌથી પહેલા જરૂરી છે માસ્ક પહેરવાનું, માસ્ક પહેરીને જ આપણે કોરોના વચ્ચે રહીને પણ તેનાથી બચી શકીએ છીએ.

image source

પરંતુ આ માસ્કના કારણે એક સમસ્યા થાય છે. આ સમસ્યા છે કે માસ્ક પાછળ વ્યક્તિ તમને સ્માઈલ આપે કે ગુસ્સો કરે છે તે ખબર જ નથી પડતી… જો કે હવે આ વાત જેના માટે સમસ્યા હોય તેમના માટે ખાસ માસ્ક તૈયાર થયા છે.

તાજેતરમાં જ ગેમ ડિઝાઈનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલે ખાસ પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્ક ખાસ એટલા માટે છે કે તેને પહેર્યા પછી તેના પર લગાવેલી એલઈડી લાઈટ ચાલુ થાય છે અને આ લાઈટ જણાવે છે કે માસ્ક પહેરનાર વ્યક્તિ ક્યારે વાત કરે છે, ક્યારે સ્માઈલ કરે છે અને ક્યારે તે ચુપ છે. આ માસ્ક પર વ્યક્તિ જ્યારે સ્માઈલ કરે છે તો સ્માઈલીનું નિશાન દેખાય છે. આ માસ્ક કપડામાંથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેના પર 16 એલઈડી લાઈટ લગાવવામાં આવી છે.

image source

આ માસ્ક જેણે બનાવ્યું છે તે ટેલરના જણાવ્યા અનુસાર જરૂરીયાત એ દરેક આવિશ્કારની જનની છે. તેમ આ માસ્કની પણ જરૂરીયાત હવે હોવાનું જણાયું અને તેને કેવી રીતે બનાવવું તે વિચારી તેના પર કામ શરુ કર્યું. આ માસ્ક તૈયાર કરતાં તેને એક મહિનાનો સમય લાગ્યો. હવે આ માસ્ક તૈયાર છે અને તેની કીંમત આશરે 3800 રૂપિયા છે.

ટેલરે જણાવ્યું કે કોરોના વચ્ચે માસ્ક પહેરવું જરૂરી છે પરંતુ તેવામાં તેને વિચાર આવ્યો કે માસ્ક પાછળ એ કેવી રીતે ખબર પડી શકે કે ક્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને ચૂપ રહે છે… તેણે સૌથી પહેલા તો ઓનલાઈન આવા માસ્ક મળતા હોય તો તેની સર્ચ કરી પરંતુ કોઈ પરીણામ ન મળતા તેણે જાતે જ બનાવવું નક્કી કર્યું.

image source

આ માસ્કની અન્ય ખાસિયત એ પણ છે કે તેને ધોઈ પણ શકાય છે. બસ ધોતા પહેલા તેમાં લગાવેલી લાઈટ્સ કાઢી લેવાની હોય છે. આ લાઈટ્સને 9 વોલ્ટની બેટરી સપોર્ટ કરે છે. જો કે 3800 રૂપિયામાં તૈયાર થતું આ માસ્ક હાલ તો ટેલરે પોતાના માટે જ તૈયાર કર્યું છે તેને વેંચવાની તેની કોઈ યોજના હાલ તો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત