કેવી રીતે થઇ હતી ન્યુઝીલેન્ડ દેશની શોધ ? માઓરી જાતિના લોકો માને છે આ અજબ-ગજબ પૌરાણિક કથા

ન્યુઝીલેન્ડ દેશનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ખાસ કરીને ક્રિકેટ વિશ્વમાં ન્યુઝીલેન્ડની ટીમને વિશ્વની ટોચની અને મજબૂત ટીમો પૈકી એક ગણવામાં આવે છે. પરંતુ શું તમે ન્યુઝીલેન્ડ દેશના ઇતિહાસ વિષે જાણો છો ? જેમ કે આ દેશની શોધ કોણે કરી હતી અને ક્યારે કરી હતી ? ન્યુઝીલેન્ડની શોધ વિષે પ્રચલિત વાત મુજબ આ દેશની શોધ બ્રિટનના કેપ્ટન જેમ્સ કુકએ વર્ષ 1769 માં કરી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સંપૂર્ણ સત્ય નથી.

image source

યુરોપીય ઇતિહાસકારના મંતવ્ય મુજબ કેપ્ટન જેમ્સ કુકએ પહેલી વખત ન્યુઝીલેન્ડમાં પગ મુક્યો એ વાત સાચી પરંતુ એ પહેલા એક ડચ નાવિક એબેલ તસ્માનએ 13 ડિસેંબર 1642 માં જ આ દેશને જોયો હતો. હવે તમને થશે કે ન્યુઝીલેન્ડ દેશની શોધની વાત આટલી જ હતી. તો ના હજુ વાત પુરી નથી થઇ. વાત હજુ આગળ છે.

કહેવાય છે કે ન્યુઝીલેન્ડની શોધ માઓરી જાતિના લોકોએ કરી હતી. આ લોકો પોલિનેશિયાના ટાપુઓ પર રહેતા આદિવાસીઓ હતા અને અહીં એટલે કે પ્રાચીન ન્યુઝીલેન્ડમાં 1250 થી 1300 ઈસ્વી ના સમયગાળા દરમિયાન રહેવા આવ્યા હતા. માઓરી લોકો ન્યુઝીલેન્ડને એઓટિયારોઆ દેશથી ઓળખે છે. તેઓની માન્યતા મુજબ ન્યૂઝીલેન્ડની શોધ કૂપે નામના એક માછીમારે કરી હતી.

image source

હવે કૂપ માછીમારની વાત પણ રોચક છે. માઓરી સમાજની પૌરાણિક કથાઓ અનુસાર કૂપે હવાઈકી નામના સ્થાનનો રહેવાસી હતો. તેના વિષે એવું કહેવાય છે કે તે જ્યાં પણ માછલી પકડવા જતો ત્યાં પહેલાથી જ એક ઓક્ટોપસ ઘાત લગાવીને બેસતો અને માછલીઓ પકડવા માટે જાળમાં નાખેલો ચારો આ ઓક્ટોપસ ખાઈ જતો. જયારે કૂપેએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ઓક્ટોપસ મતુરંગી નામના એક બીજી જાતિના મુખિયાનો હતો જે કુપેનો વિરોધી પણ હતો. કૂપેએ મતુરંગીને ઓક્ટોપસ બાબતે ફરિયાદ કરી કે તેનો ઓક્ટોપસ કૂપેએ માછલી માટે નાખેલો ચારો ખાઈ જાય છે માટે તે પોતાના ઓક્ટોપસને રોકે. પણ મતુરંગીએ તેની વાત ન માની. આથી કંટાળી ગયેલા કૂપેએ આ ઓક્ટોપસને મારી નાખવા માટે સમ ખાધા અને એની શોધમાં નીકળી પડ્યો.

image source

કહેવાય છે કે સમુદ્રી રસ્તા પર ચાલતા ચાલતા કૂપે ન્યુઝીલેન્ડના ટાપુ પર આવી ગયો અને ત્યાં જ તેનો ભેટો એ ઓક્ટોપસ સાથે થયો અને બંને વચ્ચે લડાઈ થઇ. આખરે કૂપેએ ઓક્ટોપસને મારી નાખ્યો અને ત્યારબાદ કૂપેએ ન્યુઝીલેન્ડના ઉત્તરી ટાપુ પર ચક્કર લગાવ્યું અને ત્યાંના વિવિધ સ્થાનોના નામ પણ રાખ્યા.

image source

જો કે કૂપે ન્યુઝીલેન્ડના ટાપુ પર ક્યારે પહોંચ્યો તેના કોઈ સ્પષ્ટ પુરાવાઓ નથી. આ એક પૌરાણિક કથા ગણી શકાય જે પેઢી દર પેઢી એમને એમ ચાલી આવે છે. અને અમુક લોકો તેને સાચી માને છે તો અમુક ભરોસાપાત્ર નથી માનતા. વળી, અમુક લોકો કૂપેનો ન્યુઝીલેન્ડમાં આવવાનો સમય 750 ઈસ્વી પણ કહે છે પરંતુ તે માત્ર વાતો પણ હોઈ શકે કારણ કે તેનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત