IPLની આગામી સીઝનમાં ટુર્નામેન્ટમાં જોડાશે વધુ 2 ટીમો, જાણો શું છે નવા નિયમો અને ફી

PL ની 15 મી સીઝન વિશે એક મોટું જાણકારી સામે આવી છે. આગામી સીઝનમાં આઈપીએલમાં વધુ 2 નવી ટીમો મેદાન પર જોવા મળશે, જેમાંથી મંગળવારે બીસીસીઆઈ દ્વારા એક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટેન્ડર ખરીદવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. બીસીસીઆઈ અનુસાર ટેન્ડર દસ્તાવેજ 10 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. જેમાં ટીમ ખરીદવા માટેની પાત્રતા, બિડિંગ પ્રક્રિયા, સૂચિત નવી ટીમોના અધિકારો સંબંધિત તમામ માહિતી હશે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, બિડ સબમિટ કરવા ઇચ્છુક કોઈપણ કંપનીએ ટેન્ડર એટલે કે આઈટીટી માટે ઈનવીટેશન ખરીદવું જરૂરી રહેશે.

image soucre

માત્ર દસ્તાવેજોની ખરીદી આઈપીએલ ટીમ માટે બિડ કરવા માટે હકદાર રહેશે નહીં. તેણે બાકીની શરતોનું પાલન કરવું પડશે. એટલું જ નહીં બીસીસીઆઈ કોઈ પણ કારણ આપ્યા વગર કોઈપણ તબક્કે બિડિંગ પ્રક્રિયાને રદ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખેલ છે.

image source

માહિતી અનુસાર, બોર્ડે એક ટીમની બેઝ પ્રાઇસ લગભગ 2 હજાર કરોડ રૂપિયા રાખી છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ 2 ટીમો પાસેથી લગભગ 5 હજાર કરોડ મેળવી શકે છે. આગામી સીઝનથી 60 ને બદલે 74 મેચ રમાશે. વર્તમાન સિઝનની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાવાની છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની તાજેતરની બેઠક દરમિયાન બિડિંગ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

image soucre

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અગાઉ બે નવી ટીમોની બેઝ પ્રાઈસ 1700 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ હવે બેઝ પ્રાઈસ 2000 કરોડ રૂપિયા રાખવામાં આવશે.

image soucre

બોર્ડની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર 3000 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને નવી ટીમ ખરીદવા માટે બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. બીસીસીઆઈ પણ ટીમ ખરીદવા માટે કંપનીઓના ગૃપને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જો ત્રણ કંપનીઓ એક સાથે આવીને ટીમ માટે બોલી લગાવવા ઈચ્છે તો બીસીસીઆઈને તેની સાથે કોઈ સમસ્યા નહીં હોય. બોર્ડને આશા છે કે આમ કરવાથી તેમને વધુ આવક મળશે.