સાસરે આવવાની ના કહેતી પત્નીની ફરિયાદ લઈ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, દાવ પડ્યો ઉલ્ટો
કોરોનાના સંક્રમણ વચ્ચે હાલત એવી છે કે જે વ્યક્તિ જ્યાં છે ત્યાં ફસાઈ ગઈ છે. અનેક લોકો એવા છે જે પોતાના પરીવારના સભ્યો અને વતનથી દૂર રહે છે. તેવામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક નવ વિવાહિતાએ સાસરે આવવાની પતિને ના કહી તો તે તેના વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો.

લોકડાઉન પહેલા પિયર આવેલી નવવધૂને જ્યારે પતિએ કહ્યું કે તે હવે સાસરે પાછી આવી જાય તો પત્નીને તેને કહ્યું કે હવે તે કોરોનાનું સંક્રમણ અટકશે પછી જ સાસરે આવશે. આ વાતથી પતિ નારાજ થયો અને તેની ફરિયાદ કરવા સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પરંતુ અહીં ગયા પછી તેને અફસોસ થયો કારણ કે પોલીસે પણ કહ્યું કે હાલ સારું એ જ છે કે તે પત્નીને થોડા દિવસો પછી જ સાસરે લાવવાનું વિચારે.

સંભલ જનપદ નિવાસી યુવકના લગ્ન અમરોહા જનપદની યુવતી સાથે 6 મહિલા પહેલા થયા હતા. 2 મહિના પહેલા પત્ની પિયર ગઈ હતી. તેવામાં પતિએ પત્નીને સાસરે લાવવાનું મન બનાવ્યું તો પત્નીએ ઈન્કાર કરી દીધો. પતિએ ફોન કર્યા તો પણ એક જ જવાબ મળ્યો કે હાલ લોકડાઉન ચાલે છે અને પોલીસ રસ્તા પર અવર જવર કરવા દેતી નથી. પતિએ સુચન કર્યું કે તે પાસ બનાવડાવી લેય, તો પત્નીએ જવાબ આપ્યો કે વાત પાસની નહીં કોરોનાની છે. હાલ કોરોનાનો ચેપ બધે ફેલાય રહ્યો છે તેવામાં તે સાસરે પછી જ આવશે.

પતિએ પત્નીના જવાબથી કંટાળી સાસુ-સસરા સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે તેઓ દીકરી સાથે સહમત છે અને તેને સાસરે હવે કોરોના પછી જ વળાવશે. આ વાતથી પરેશાન પતિ પોલીસ પાસે પહોંચ્યો પરંતુ પોલીસએ પણ કહ્યું કે તેમની વાત બરાબર જ છે. યુવકએ પોલીસને કહ્યું કે તેની માતા વૃદ્ધ છે અને તેને કામ કરવામાં સમસ્યા થાય છે તેથી તે પત્નીને બોલાવી રહ્યો છે.
જો કે આ પહેલો કેસ નથી જેમાં પત્નીએ સાસરે જવાની ના કહી હોય. પરંતુ જે મહિલાઓ હાલ પિયરમાં છે તે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી પરત સાસરે જવાની ના કહી રહી છે. પોલીસે આ યુવકની સમસ્યાનું સમાધાન એમ લાવ્યું છે કે હાલ લોકડાઉન છે આ લોકડાઉન પૂર્ણ થાય પછી તે પત્નીને પાછી લાવવાની વ્યવસ્થા કરે.