ભારતનો પાકિસ્તાન સામે કારમો પરાજય થયા બાદ જુઓ આ ખેલાડીઓને કરાશે બહાર.

વર્લ્ડ કપમાં વર્ષો પછી પાકિસ્તાન સામે ભારતની હાર ખુબ જ શરમજનક હતી. ખાસ કરીને ભારતીય બોલરો માટે ચિંતાનો વિષય કહેવાય કે તેઓ એક પણ વિકેટ લઈ શક્યા નહી.પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી 29 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો.

Image source

આ હાર પાછળ ઘણા કારણો છે પરંતુ આ હારને કારણે ભારતના આગળના મેચમાં આ બે ખેલાડીઓને બહાર બેસવાનો વારો આવશે તેવું સ્પષ્ટ પણે જણાઈ રહ્યુ છે.

અહીં જે ખેલાડીની વાત થાય છે તેમાં મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ સૌથી પહેલા આવે છે. પાકિસ્તાન સામે તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, તે 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેની પાસે પોતાને સાબિત કરવાની તક હતી, પરંતુ તે ખરાબ શોટ લગાવીને આઉટ થઈ ગયો.

Image Source

આટલું જ નહીં, સૂર્યકુમાર વોર્મ-અપ મેચો અને IPLમાં પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેના કારણે એક વાત સ્પષ્ટ છે કે આગામી મેચમાં તેની જગ્યાએ ઈશાન કિશનને જગ્યા આપવામાં આવી શકે છે. ઈશાન શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલી ચોક્કસપણે તેના વિશે વિચારશે.

હવે જે અન્ય ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે તે ભુવનેશ્વર કુમાર છે. સતત પોતાની લય શોધવાનો પ્રયાસ કરી રહેલો ભુવી પાકિસ્તાન સામે પણ નિષ્ફળ રહ્યો છે. તેની બોલિંગમાં તે ધાર જોવા મળી નથી જેના માટે તે જાણીતો છે. ભુવીએ પાકિસ્તાન સામે ઘણા રન આપ્યા હતા. તેણે 3 ઓવરમાં 25 રન આપ્યા. હવે તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. શાર્દુલ બોલરની સાથે સાથે શાનદાર બેટ્સમેન પણ છે.

Image Source

T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. પાકિસ્તાને ભારતીય ટીમને 10 વિકેટે હરાવીને ઈતિહાસ બદલ્યો. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય કોઈ સારું પ્રદર્શન કરી શક્યું નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસેથી બોધપાઠ લીધા બાદ ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ માટે ફેરફાર કરવામાં આવશે.

હાર્દિક પંડ્યા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે
જાણકારોનું માનવું છે કે જ્યારે હાર્દિક પંડ્યા ફિટ નથી તો તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવી રહ્યો છે. તેના સ્થાને અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય છે, જે બેટ અને બોલથી યોગદાન આપી શકે છે. તેમાં કોઈ શંકા નથી કે હાર્દિક પંડ્યા સારો ઓલરાઉન્ડર છે, પરંતુ તે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. પાકિસ્તાન સામે બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી.

image soucre