અત્યાર સુધીનો નિયા શર્માનો આ ફોટો છે જોરદાર, ક્લિક કરીને અંદરની તસવીરો જોતાની સાથે જ તમે બોલી ઉઠશો WOW!

માથા પર લાલ ઓઢણી ઓઢી નિયા શર્માએ ખાસ કેપ્સન સાથે શેર કર્યો એવો ફોટો કે સેલેબ્સથી લઈને ફેન્સ સુદ્ધા બોલી ઉઠ્યા “આનાથી વધુ સુંદર ક્યારેય નથી લાગી.”

નિયા શર્મા એવી એક્ટ્રેસ છે જે પોતાના હોટ અને બિન્દાસ લુકથી હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. લોકો એમની હોટનેસના જેટલા વખાણ કરે છે એટલા જ એમને ટ્રોલ કરનાર લોકો પણ છે. મેકઅપથી લઈને હેરસ્ટાઇલ અને કપડાથી લઈને એક્સેસરીઝ સુધીમાં એ એક્સપરિમેન્ટ કરવામાં ખચકાટ નથી રાખતી અને હાલમાં જ એ જમાઈ રાજા 2ના રવિ દુબે સાથેના પોતાના લિપ લોક સીનને લઈને ખૂબ જ ચર્ચામાં છે, જેના પર નિયાએ કહ્યું પણ કે રવિ ખૂબ જ સહજ અને ગંભીર એકટર છે અને એમની સાથે એ ખૂબ જ સહજ છે આ પ્રકારના સીન માટે. એમ પણ ઓટીટી પ્લેટફોર્મ પર એ આવા બોલ્ડ સીન આપી ચુકી છે અને એમને એમનાથી કઈ વાંધો નથી.

image source

પણ આ વખતે નિયા ના પોતાના બોલ્ડ લુક અને ના બિન્દાસ અંદાજ માટે વખણાઈ રહી છે પણ ખબરોમાં છવાયેલો છે એમનો ખૂબ જ સિમ્પલ અને સ્વીટ ટ્રેડિશનલ લુક.નિયાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટ્રેડિશનલ અવતારનો ફોટો શેર કર્યો છે જેના પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. નિયા આ ફોટામાં સિમ્પલ ડ્રેસ પહેરેલી દેખાય છે અને એમના માથા પર છે લાલ ઓઢણી. પગમાં ટ્રેડિશનલ મોજડી પહેરી છે અને એ બાલ્કનીમાં બેઠેલી છે.

image source

નિયાએ આ ફોટા સાથે ખાસ કેપ્સન પણ લખ્યું છે જે લોકોના મનમાં ઉત્સુકતા પેદા કરી રહ્યું છે. નિયાએ લખ્યું છે કે “કહેવા માટે તો ઘણું બધું છે….સમજદારને તો બસ ઈશારો જ કાફી છે…એ સાથે જ નિયાએ આંખ મારવાવાળું ઇમોજી મૂક્યું છે.

image source

હવે નિયાનો ઈશારો કોને અને કઈ રીતનો હતો એ તો હજી રહસ્ય છે. શુ એ લગ્ન કે પછી પોતાના પ્રેમ વિશે કંઈક કહેવા માગી રહી છે કે પછી પોતાના કોઈ રોલ કે શો વિશે, એ તો ખબર નથી પણ લોકોને એમનો આ લુક ઘણો જ આકર્ષિત લાગ્યો.

image source

રિત્વિકે લખ્યું કે “ખૂબ જ સુંદર…અને એ સાથે જ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા છે એમને. એ સાથે જ ઘણા ફેન્સ લખી રહ્યા છે કે આ તમારો પહેલો ફોટો છે જે અમને પસંદ આવી રહ્યો છે.

image source

કોઈકે લખ્યું છે કે કાશ તમારા જેવું ફિગર અમારું હોત, તો કોઈકે કહ્યું કે ટ્રેડિશનલ લુક ખૂબ જ સરસ છે, તમે પહેલી વાર મને ખરેખર સારા લાગ્યા છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!