નિક જોનસ જલ્દી કરી શકે છે બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ, જાતે જ કહી દિલની વાત

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. તેમની સાથે જોડાયેલા દરેક સમાચાર પર લોકોની નજર રહે છે. હવે આવા જ એક ઈન્ટરવ્યુમાં નિક જોનાસે બોલિવૂડ વિશે પોતાનો ખાસ રસ દાખવ્યો છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે સમય દૂર નથી જ્યારે આપણે બધા નિકને હિન્દી ફિલ્મોમાં ગાતા કે એક્ટિંગ કરતા જોઈ શકીશું.

image source

હાલમાં જ નિક જોનાસે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે અહીંની ફિલ્મો ખૂબ જ પ્રેરણાદાયી હોય છે. નિકે ખુલીને પોતાના દિલની વાત કહી અને કહ્યું કે જો તેને હિન્દી ફિલ્મોમાં સારો રોલ ઓફર કરવામાં આવશે તો તે ચોક્કસ કરશે. આ સિવાય તેણે હિન્દી ગીતોના પણ ખૂબ વખાણ કર્યા. નિકે કહ્યું કે તે પ્રિયંકા ચોપરા સાથે તેના ઘરે પાર્ટીઓમાં હિન્દી ગીતો વગાડે છે.

image soucre

ઈન્ટરવ્યુમાં નિક જોનાસે કહ્યું કે, મને બોલિવૂડની ફિલ્મો ખૂબ ગમે છે. મારી પત્ની સાથે રહેતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હું બોલિવૂડની નજીક આવ્યો. આ ચોક્કસપણે કંઈક છે જે મને કરવાનું ગમશે. મને ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા મિત્રો મળ્યા છે અને મને લાગે છે કે તે એક અદ્ભુત ઈન્ડસ્ટ્રી છે. તેઓ જે કામ કરે છે તે ખૂબ જ પ્રેરીત કરનારું હોય છે અને જો કંઈક યોગ્ય બહાર આવે છે, તો શુ ખબર હું એને કરવા માટે તૈયાર પણ થઈ જાઉં

image soucre

આમ પણ નિકે જ્યારથી પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા છે, ત્યારથી તેની ભારત વિશેની દરેક બાબતમાં રસ વધી ગયો છે. તે પણ અહીંના રિવાજોથી ખૂબ પ્રભાવિત છે. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપરાએ કર્યો છે. અભિનેત્રીએ કહ્યું હતું કે ભલે તે બંને સંપૂર્ણપણે અલગ સંસ્કૃતિના છે, પરંતુ તેઓ એકબીજાની સંસ્કૃતિનું દિલથી સન્માન કરે છે અને તેમનામાં વિશ્વાસ ધરાવે છે.

image source

તમને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ક્રિશ્ચિયન અને હિંદુ રિવાજો અનુસાર એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંને વિશ્વભરના દરેક કપલ માટે પ્રેરણારૂપ બન્યા. ભલે બંને વચ્ચે ઉંમરનો તફાવત હોય, પરંતુ બંને એકબીજાને જે રીતે પ્રેમ કરે છે, તે જોઈને કહી શકાય કે સાચા પ્રેમ માટે ઉંમરનો કોઈ ફરક નથી પડતો.

image source

નિક જોનાસની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે માત્ર એક સારો સિંગર જ નથી, પણ ખૂબ જ સારો એક્ટર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી આ વાત સાબિત કરી છે. હવે એવામાં જ્યારે નિક જોનાસે પોતે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા માટે રસ દાખવ્યો છે, ત્યારે હવે દરેક લોકો તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે નિક હિન્દી ફિલ્મોમાં ગાતો કે અભિનય કરતો જોવા મળશે.