નાઈજીરિયા દેશ વિશેની આ રોચક વાતો જાણો તમે પણ, જે મોટાભાગના લોકો નથી જાણતા

નાઈજીરિયા દેશનું નામ તો તમે સાંભળ્યું જ હશે. નાઈજીરિયાને ” ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરિયા ” ના નામથી પણ ઓળખવામાં આવે છે.

image source

આફ્રિકાના મહાદ્વીપોમાં આવેલા દેશો પૈકી એવા નાઈજીરિયામાં આફ્રિકાની ત્રીજી સૌથી લાંબી નદી ” નાઈજર ” વહે છે. અને આ નદીના નામ પરથી જ આ દેશનું નામ નાઈજીરિયા પડ્યું છે. કહેવાય છે કે અહીંની સભ્યતાની શરૂઆત ઈસા પૂર્વે 9000 માં થઇ હતી.

અને અહીંના પુરાતત્વ સંબંધિત દસ્તાવેજોમાં પણ આ વાતનું પ્રમાણ જોવા મળે છે. આ દેશની અનેક એવી બાબતો પણ છે જે ઓછી જાણીતી છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને નાઈજીરિયા દેશ વિશેની રોચક માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

image source

નાઈજીરિયાના ” ઈગબો-ઓરા શહેરને જુડવા બાળકોની રાજધાની અથવા ટ્વીન સિટીના નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં દુનિયામાં સૌથી વધુ જોડિયા બાળકો પેદા થાય છે. અહીં દર 1000 બાળકોએ સરેરાશ 158 જોડિયા બાળકોનો જન્મ થાય છે.

નાઈજીરિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ” નોલીવુડ ” ના નામથી ઓળખવામાં આવે છે અને આ ઇન્ડસ્ટ્રીઝ દુનિયામાં સૌથી ફિલ્મ બનાવનારી ઇન્ડસ્ટ્રીઝના લિસ્ટમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. જયારે પ્રથમ નંબરે ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બૉલીવુડ આવે છે. નોલીવુડમાં દર સપ્તાહે ઓછામાં ઓછી 50 ફિલ્મો પ્રદર્શિત થાય છે.

image source

નાઇજીરિયામાં ” જોસ પ્લેટયુ ઈન્ડિગોબર્ડ ” પ્રજાતિના પક્ષી પણ જોવા મળે છે જે માત્ર આ દેશમાં જ વસે છે. એ સિવાય જાનવરોમાં પણ દુર્લભ પ્રજાતિના ગણાતા ડ્રિલ વાંદરા અને લોલેન્ડ ગોરીલ્લા પણ નાઈજીરિયા સિવાય અન્ય કોઈ દેશમાં નથી જોવા મળતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં બોલાતી કુલ ભાષાઓ પૈકી 500 જેટલી ભાષાઓ તો ફક્ત નાઈજીરિયામાં જ બોલાય છે. અહીંના એક રાજ્ય તરાબામાં જ લોકો અનેક ભાષાઓ બોલે છે. તેમ છતાં નાઈજીરિયામાં સૌથી વધુ બોલાતી ભાષા તરીકે અંગ્રેજી ભાષા પ્રથમ ક્રમે છે.

image source

ઉપરાંત નાઈજીરિયાના ઇડો સ્ટેટમાં સ્થતિ ” દ વોલ્સ ઓફ બેનિન ” દુનિયાના સૌથી પ્રાચીન નિર્માણ કાર્યો પૈકી એક ગણાય છે. અમુક સંશોધનકારોના અંદાજ મુજબ બેનિનની દિવાલોનું નિર્માણ તેરમી અને મધ્ય પંદરમી સદીમાં કરવામાં આવ્યું હતું. જો કે આ બાબતે કોઈ ચોક્કસ પુરાવા હજુ સુધી હાથ લાગ્યા નથી.

image source

એ સિવાય દુનિયાનું સૌથી મોટું ચર્ચ ઓડિટોરિયમ ” વિનર્સ ચેપલ ચર્ચ ” પણ નાઇજીરિયામાં જ આવેલું છે. આ ચર્ચ ઓડિટોરિયમ એટલું વિશાળ છે કે તેમાં એક સાથે 50000 લોકો બેસી શકે છે. વળી, દુનિયાના કુલ 65 દેશોમાં પણ આ ચર્ચની શાખાઓ આવેલી છે.