દીકરી બીજા બાળકને જન્મ આપવાની હતી અને માતા બોયફ્રેન્ડને લઈને ભાગી ગઈ, આખા ગામે કર્યું થૂ થૂ થૂ

સામાન્ય રીતે એવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે કે પ્રેમી પ્રેમિકાની માતાને ભગાડીને લઈ ગયો હોય. પણ હાલમાં જે કિસ્સો આવ્યો એમાં કંઈક એવું જ થયું છે. જો કે એવા સમયે ભગાડી ગયો કે જ્યારે કોઈ પણ પ્રેમી તેની પ્રેમિકા સાથે હોવો જોઈએ. તો આવો વાત કરીએ આ વિશેષ કિસ્સાની. એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને સૌ કોઈના માથા ધુણવા લાગ્યા છે. આ વાત ઇંગ્લેન્ડની છે કે જ્યાં એક એવી વ્યક્તિની પ્રકાશનમાં આવી કે જે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો છે. એટલું જ નહીં, તેની ગર્લફ્રેન્ડે હોસ્પિટલમાં તેના સંતાનને જન્મ પણ આપ્યો અને એવા સમયે તેમે આ કૃત્ય કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે 24 વર્ષીય જેસ અલ્ડ્રિઝે હાલમાં જ તેના બોયફ્રેન્ડ રેયાન શેલ્ટનના બીજા સંતાનને જન્મ આપ્યો છે, પણ પરિસ્થિતિ એવી છે કે તેનો આ બોયફ્રેન્ડ તેની માતા સાથે રિલેશનશિપમાં રહે છે. હવે અલ્ડ્રિઝ તેની સાથે થયેલી વિશ્વાસઘાત અને છેતપિંડી અંગે વિગતવાર માહિતી આપી રહી છે અને આ સાંભળીને લોકોને ખરેખર ઝાટકો લાગી રહ્યો છે કે આવું કોણ કરી શકે. તો વાત કંઈક એમ છે કે બીજા બાળકના જન્મ અગાઉ જેસ અલ્ડ્રિઝ અને 29 વર્ષીય બોયફ્રેન્ડ રેયાને નક્કી કર્યું હતું કે બન્ને 44 વર્ષીય માતા જ્યોર્જિના સાથે તેમના ઘરે રહેશે.

image source

કારણ કે આ પહેલાં જ માતા જ્યોર્જિનાએ જ જેસને કહ્યું હતું કે તે તેમનાં સંતાનોની દેખભાળ કરશે. પણ આ તો કંઈક અલગ જ ખેલ ખેલાતા હતા અને એના વિશે પછીથી ખબર પડી હતી. જ્યારે બીજા બાળકને જન્મ આપ્યા બાદ જેસ એલ્ડ્રિઝ ઘરે પહોંચી તો તેને માલૂમ પડ્યું કે તેનો બોયફ્રેન્ડ રેયાન અને માતા જ્યોર્જિયા બન્ને રિલેશનશિપમાં છે અને એટલું જ નહીં પણ તેને છોડીને તેઓ બન્ને ભાગી પણ ગયાં છે. ત્યારે એલ્ડ્રિઝ આ વિશે વાત કરતાં કહ્યું કે આ વિશ્વાસઘાત અને છેતરપિંડી છે. તમે આશા રાખી શકો છો કે એક નવજાત બાળકને તેની નાની પ્રેમ કરશે. મારી માતાએ બન્ને બાળકોના પાલન-પોષણ માટે મદદ કરવી જોઈતી હતી, પણ તેના બદલે તે મારા બોયફ્રેન્ડ સાથે રાત પસાર કરી રહી છે.

હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો બોયફ્રેન્ડ રેયાન અને જેસની માતા જ્યોર્જિયા ત્યાંથી 30 માઈલ દૂર એક નવા ઘરમાં રહે છે. ઉલ્લેખનીય છે કે પ્રેગ્નન્સીના સમયથી જ તેમની વચ્ચે પ્રેમ હતો. દીકરાના જન્મના થોડા સમય બાદ રેયાનનો મેસેજ મળ્યો કે જેમાં તેણે કહ્યું હતું કે તે રિલેશનશિપ સમાપ્ત કરી રહ્યો છે. આ મેસેજ બાદ જ્યારે હું ઘરે પહોંચી તો સ્થિતિને જોઈ હું દંગ રહી ગઈ કે રેયાન અને તેની માતા બન્ને ભાગી ગયાં છે. રેયાન અને જેસની માતા બે રૂમના એક ભાડાના મકાનમાં રહે છે. જ્યારે અલ્ડ્રિઝ બિચારી એકલી બાળક સાથે સમય પસાર કરીને દુખી દુખી થઈ રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર જેસ અને રેયાન વચ્ચે પરિચય થયો હતો અને બન્ને સાથે રહેતાં હતાં. જો વાત કરીએ અલ્ડ્રિઝ વિશે તો માહિતી મળી રહી છે કે તે એક ગૃહીણી તરીકે કામ કરી રહી છે. અલ્ડ્રિઝ વર્ષ 2019માં એક બાળકની માતા બની હતી. તેણે દાવો કર્યો હતો કે રેયાન સાથે શિફ્ટ થવાની સાથે જ તેની માતાએ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તે બન્ને એકબીજાના ફ્લર્ટ કરતાં હતાં અને દરરોજ રાત્રે કિચન પાસે બેસીને દારુ પણ પીતા હતા. આ ઘટનાના કારણે હું સંપૂર્ણપણે તૂટી ગઈ છું, કારણ કે મેં મારી માતા અને બાળકના પિતાને ગુમાવી દીધાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!