નિરાશામાં ગરકાવ વૃદ્ધે આપઘાતના વિચાર સાથે પોલીસને કર્યો ફોન, તો ASIએ પોતાના પિતાની જેમ તેમને સાચવી લીધા

કોરોના કાળમાં સમગ્ર દેશમાં સંક્રમણ ન ફેલાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા આખાએ દેશમાં લોકડાઉન રાખવામા આવ્યું અને તેના કારણે ઘણા બધા લોકોએ આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તો વળી કોઈની આખા જીવનની બચત આ સમય દરમિયાન વપરાઈ ગઈ હતી. હાલ ઘણા બધા લોકો આર્થિક તંગી ભોગવી રહ્યા છે અને નિરાશામાં જીવન પસાર કરી રહ્યા છે. કોઈ તેનો હિંમતથી સામનો કરી લે છે તો વળી કોઈને આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી દેખાતો. આપણે તાજેતરમાં ઘણા બધા લોકોને આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવતા સાંભળ્યા છે. પણ આવા નિરાશ લોકોને જો યોગ્ય સમયે કોઈ પોતાના માણસની જેમ સમજાવે તેમને સાંચવી લે તો તેમને નિરાશામાંથી બહાર લાવી શકાય છે. આવો જ એક દાખલો એક પોલીસકર્મીએ પુરો પાડ્યો છે.

image source

આ ઘટના સુરતના નવાગામની છે અહીં એક કાકા રહે છે તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા અને તેમણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. પણ તેમની સાથે શાંતિથી વાતચીત કરીને પોલીસકર્મીએ તેમની સમસ્યા દૂર કરી દીધી અને તેમને તેમ નહીં કરવા માટે સમજાવી લીધા.

image source

આ કાકાએ સુરત જિલ્લા પોલીસની સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર એક બપોરે ફોન કર્યો હતો. તેમણે ફોન પર વાત કરતા જણાવ્યું કે તેઓ પોતાના જીવનથી ખૂબ કંટાળી ગયા છે અને તેઓ બે ટાઇનું ભોજન પણ નથી ખાઈ શકતા. આ ઉપરાંત તેમને ડાયાબિટીસ પણ છે અને બ્લડપ્રેશરની પણ સમસ્યા છે અને તેની દવા લાવવાના પણ તેમની પાસે પૈસા નથી. તેમની બીમારીના કારણે તેમના પગે સોજા પણ
આવી ગયા હતા, તેમનામાં એટલી અશક્તિ આવી ગઈ હતી કે તેઓ બાથરૂમ જવા માટે પણ ઉભા નહોતા થઈ શકતા. તેઓ એક એકલવાયું જીવન જીવી રહ્યા હતા અને તેમનાથી આ પીડા સહન નહોતી થતી અને તેમને પોતાના આ નિરાશ જીવનના કારણે આત્મહત્યા કરવાનો તેમને વારંવાર વિચાર આવી રહ્યો હતો.

image source

તેમની સામે વાત કરી રહ્યા હતા એસીપી ચંદ્રરાજસિંહ જાડેજા. તેમણે ખૂબ જ શાંતિ અને ધીરજથી આ વૃદ્ધ સાથે વાત કરી અને તેમનું સરનામું પણ માગી લીધું. તેમણે એક તરફ તેમની સાથે વાતો ચાલુ રાખી અને બીજી તરફ તેમણે વૃદ્ધ જે વિસ્તારમા રહેતા હતા તે વિસ્તારના પીઆઈનો સંપર્ક કર્યો અને પોલીસને તેમના ઘરે મોકલ્યા અને આ રીતે તેમણે વૃદ્ધનો જીવ બચાવી લીધો.

image source

તેમણે વૃદ્ધના વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ઓએસઆઈ નવીનભાઈ ચૌધરીને વૃદ્ધની સંભાળ લેવાનું કહ્યુ હતું. અને તેમણે સતત 14 દિવસ સુધી આ વૃદ્ધની એક પુત્ર તરીકે સેવા કરી હતી. એટલું જ નહીં પણ તેમણે આ વૃદ્ધના બે ટંકના ભોજન તેમજ તેમની દવાનો ખર્ચો પણ ઉઠાવી લીધો હતો.

આજે જ્યારે પોલીસની ખરડાયેલી છવીની ઘટનાઓ અવારનવાર આપણી આસપાસ ઘટતી હોય છે અને લોકો પોલીસ પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે ત્યારે આ એએસઆઈ ખરેખર માનવતાનું એક ઉત્તમ ઉદાહણ પુરુ પડી રહ્યા છે. તમને જણાવી દઈ કે આ વૃદ્ધને બે દિકરા પણ છે અને હવે તેઓ પોતાના બે દિકરાઓ સાથે જ રહે છે.

image source

વૃદ્ધના પત્નીનું 2019માં અવસાન થઈ ગયું હતું અને ત્યાર બાદ તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. તેમના બે સંતાનો વલ્લભ વિદ્યાનગરમાં આશ્રમમાં રહીને અભ્યાસ કરે છે. એકપુત્ર કોલેજના ત્રીજા વર્ષમાં છે જ્યારે નાનો પુત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. બન્ને દીકરાઓ આશ્રમમાં કામ કરીને પોતાનો ખર્ચો કાઢે છે. આમ બે દીકરાઓ પણ હજુ કમાવી શકે તેટલા મોટા ન હોવાથી કાકાને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ વૃદ્ધને શુગરની બીમારી પણ છે અને બ્લડ પ્રેશરની પણ સમસ્યા છે એટલું ઓછુ હોય તેમ લોકડાઉન દરમિયાન તેમની થોડી ગણી બચત હતી તે પણ વપરાઈ ગઈ હતી. દવાની વાત તો દૂર રહી પણ તેઓ બે ટંક ભોજન મેળવી શકે તેટલા રૂપિયા પણ તેમની પાસે નહોતા. પૈસાના અભાવે ઘણા દિવસથી તેમણે દવા નહોતી લીધી અને તેના કારણે તેમના પગે સોજા પણ આવી
ગયા હતા. છેવટે નીરાશ થઈને તેમને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો.

image source

વૃદ્ધની દુઃખદ આપવિતિ સાંભળતાં જ ASI એ વૃદ્ધ માટે નજીકની હોટેલમાંથી ભોજન મંગાવીને તેમને ખવડાવ્યું હતું. અને તેમને આત્મહત્યાનો વિચાર છોડી દેવા સમજાવ્યા હતા. છેવટે કાકાના મોઢે સ્મિત જોતાં તેમને રાહત થઈ હતી. તેમણે તરત જ કાકાની દવાની વ્યવસ્થા પણ કરી દીધી હતી જે જોઈ કાકાની આંખો પણ ઉપકારથી છલકાઈ આવી હતી.

ત્યાર બાદ ક્યારેય વૃદ્ધના મનમાં આત્મહત્યાનો વિચાર ન આવ્યો

જ્યારથી ASIની પાસે આ વૃદ્ધની વાત આવી હતી ત્યારથી તેમણે નક્કી કરી લીધુ હતું કે તેઓ આ કાકાની સંપૂર્ણ સંભાળ લેશે. તેઓ સતત 14 દિવસ આ વૃદ્ધને જાતે જ ભોજન આપવા જતાં. તેના માટે તેમણે એક એનજીઓના મહિલાની મદદ પણ લીધી હતી. તેમના માટે સૌથી મોટી રાહતની અને આનંદની વાત એ હતી કે કાકાને ત્યાર બાદ ક્યારેય આત્મહત્યાનો વિચાર નહોતો આવ્યો. છેવટે તેમના દિકરાઓને પણ પિતા વિષે જણાવવામા આવ્યુ હતું અને એક દીકરો પિતાને લેવા આવી ગયો હતો. દીકરાને જોતાં જ વૃદ્ધના ચહેરાની આંખો ચમકી ઉઠી હતી.

image source

ત્યાર બાદ વૃદ્ધને તેમનો દીકરો પોતાની સાથે જ લઈ ગયો હતો. દીકરાએ હવેથી પિતાને પોતાની જોડે જ રહેવા કહ્યું. વૃદ્ધાવસ્થામાં માણસ ખરેખર એકલો થઈ જાય છે અને જો તે સમયે તેમના સંતાનો તેમની સંભાળી લે તો તેનાથી મોટું પુણ્યકાર્ય કોઈ જ નથી હોતું. પણ ASI જેવા કે જેમને કોઈ જ સંબંધ ન હોય તેવા લોકો પણ જો આવી મદદ કરી જાય તો ખરેખર માનવતા પરનો વિશ્વાસ ઓર વધારે દ્રઢ બની જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત